Translate

Monday, February 4, 2013

સૌથી વજનદાર સ્માર્ટફોન : બિયોન્ડ ફેબ્લેટ પીથ્રી

Buy Byond Phablet PIIIતમે પ્રથમ વખત ફેબ્લેટ પીથ્રી હાથમાં લો ત્યારે તે ભારે હોવાનો અહેસાસ થાય છે . 230 ગ્રામના વજન સાથે અત્યારે ઉપલબ્ધ સૌથી વજનદાર સ્માર્ટફોન છે . નિર્માણની ગુણવત્તા પ્રભાવકારક છે અને બેક કવર મજબૂત પકડ સાથે જાળીદાર છે .

જોકે અમે ડિઝાઇનમાં મોટી ખામી માઇક્રો યુએસબી પોર્ટમાં જોઈ છે , જે ફોનની વળાંક લેતી ડિઝાઇન પછી તરત ધ્યાનમાં આવે છે , જેનો અર્થ થયો કે સાથે આપવામાં આવેલા કેબલ સાથે કામ કરે છે .

જ્યારે અન્ય મોટા ભાગના માઇક્રો યુએસબી ફિટ નહીં થાય અને બાબત વ્યાપકપણે સ્વીકૃત પોર્ટ સહિતના ફોનથી વિપરીત છે .

ઇંચનું ડિસ્પ્લે તેની વિશેષતા છે ત્યારે કીબોર્ડ અનુકૂળ સાઇઝ ધરાવે છે , ટેક્સ્ટ સરળતાથી વાંચી શકાય છે અને વિડિયો જોવા માટે ફોન ઉત્તમ છે . વ્યૂઇંગ એન્ગલ્સ અને બ્રાઇટનેસ પ્રભાવશાળી છે , પણ 854 x 480 પિક્સેલના લો રિસોલ્યુશન મોટી ખામી છે .

સાઇઝના ડિસ્પ્લે પર લો રિસોલ્યુશન સાથે પિક્સેલ સ્પષ્ટ દેખાય છે . ડ્યુઅર કોર પ્રોસેસર સાથે ફોન બેઝિક કોલિંગ , વેબ બ્રાઉઝિંગ , મલ્ટિ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ માટે સારી કામગીરી આપે છે .

જોકે 512 MB રેમ મર્યાદિત છે , જેના પગલે વધુ સાઇઝ ધરાવતી ગેમ્સમાં ફ્રેમ બદલાવવાનો દર અત્યંત ધીમો છે અને બેકગ્રાઉન્ડમાં એકથી વધુ એપ્લિકેશન ચાલતી હોવાથી વીડિયો પણ તૂટે છે અને સાતત્યપૂર્ણ રીતે જોઈ શકાતા નથી .

તેનો 8 MP નો કેમેરા સૂર્યપ્રકાશમાં સારા ફોટો લે છે અને કુદરતી રંગો અને ત્વચાના ટોન હળવા આપે છે . જોકે ઓછા પ્રકાશમાં તમને ઘણી મુશ્કેલી જુઓ છો . તેમાં 2,500 mAh બેટરી છે , જે દોઢ દિવસ ચાલે છે .

તમે ખરેખર મોટી સ્ક્રીન મેળવવા ઇચ્છતા હોવ તો તમારે બિલ્ટ - ઇન વોઇસ કોલિંગની સુવિધા સાથે 7 ઇંચનો હુવેઇ મીડિયાપેડ 7 લાઇટ ટેબ્લેટ લેવો જોઈએ . અથવા તો નોંધપાત્ર રીતે ઓછા ભાવ ( રૂ .9,990) માં માઇક્રોમેક્સનો 110 કેન્વાસ -2 નો વિચાર કરો , જે પ્રકારના હાર્ડવેર ધરાવે છે , પણ વધુ પાંચ ઇંચની ડિસ્પ્લે ધરાવે છે .

વિશેષતાઓ

6 ઇંચ ( 854 x 480 પિક્સેલ ) એલસીડી , 1 ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોર પ્રોસેસર , 512 MB રેમ , 4GB + માઇક્રોએસડી , 8MP/ વીજીએ કેમેરા , ડ્યુઅલ સિમ , 230 ગ્રામ , 2,500 mAh બેટરી

પણ જુઓ ...

માઇક્રોમેક્સ 110

પાંચ ઇંચ એલસીડી , 1 Ghz, ડ્યુઅલ કોર પ્રોસેસર , 512 MB રેમ , 4 GB + માઇક્રોએસડી કાર્ડ , 8 MP/ વીજીએ કેમેરા , એન્ડ્રોઇડ 4.0 , ડ્યુઅલ સિમ , 168 ગ્ રામ , 2,000 mAh બેટરી

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports