Translate

Saturday, November 27, 2010

નવી મુંબઈ એરપોર્ટ પ્રોજેક્ટને પર્યાવરણ મંત્રાલયની લીલી ઝંડી

મુંબઈ | નવી દિલ્હી : છેવટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે લાંબા સમયથી લડાઈનો અંત


આવી ગયો છે અને નવી મુંબઈ એરપોર્ટને કેટલીક શરતોને આધિન લીલી ઝંડી મળી ગઈ છે.

પર્યાવરણ સંરક્ષક તરીકે જાણીતા જયરામ રમેશના નેતૃત્વમાં પર્યાવરણ મંત્રાલયે પ્રોજેક્ટને 32 શરતો સાથે મંજૂરી આપી છે , જેમાં એરપોર્ટ નિર્માણની પ્રસ્તાવિત સાઇટની આસપાસ મેન્ગ્રોવ પાર્ક વિકસાવવાની અને પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થનારા લોકોનું પુનર્વસન કરાવવાની બાબત સામેલ છે.

જાહેરાત રાજધાની નવી દિલ્હીમાં સ્થિત મહારાષ્ટ્ર સદનમાં થઈ હતી , જેમાં રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્વાણ , નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશ ઉપસ્થિત હતા. પ્રસંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારનાં પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા શૂળે પણ હાજર હતાં.

અહીં રમેશે કહ્યું હતું કે , આજે નવી મુંબઈ પ્રોજેક્ટને ઔપચારિક રીતે પર્યાવરણીય મંજૂરી અપાઈ ગઈ છે. એરપોર્ટ બિલ્ડિંગના નિર્માણની તૈયારી સોમવારથી શરૂ થઈ જશે. પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે અનેક સુરક્ષા માપદંડોનો અમલ કરવો પડશે.

નવી મુંબઈ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં પર્યાવરણ મંત્રાલયે કેટલીક શરતો મૂકી છે , જેને રાજ્ય સરકારે અને પ્રોજેક્ટની નોડલ એજન્સી સિડકોએ માન્ય રાખી છે. તેમાં પ્રોજેક્ટ સાઇટની આસપાસ 678 હેક્ટરમાં મેન્ગ્રોવ્સ પાર્ક વિકસાવવાની અને ગાધી નદીના પ્રવાહને બીજી દિશામાં નહીં વાળવાની સાથે કુલ 32 શરતો સામેલ છે , જેથી પ્રોજેક્ટના નિર્માણને કારણે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. જોકે રનવે બનાવવા 90 મીટરની ઊંચાઈ ધરાવતા ટેકરાને દૂર કરવામાં આવશે અને ઉલ્વનો પ્રવાહ ફેરવવામાં આવશે.

પર્યાવરણીય મંજૂરી મળી જતાં ચવ્વાણ અને પટેલ બંનેએ કહ્યું હતું કે આગામી આઠથી 12 મહિનામાં એરપોર્ટના ડેવલપમેન્ટ માટેની બિડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટ આપી દેવાશે. મુખ્યમંત્રી ચવ્વાણે કહ્યું હતું કે , પ્રોજેક્ટની સાઇટની અંદર સાત ગામની 10 વસાહતના 3,000 પરિવારોને ખસેડવામાં આવશે અને તેમને પુનઃસ્થાપિત કરવા ઝડપથી અસરકારક પગલાં લેવામાં આવશે.

નવી મુંબઈ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટને જાહેર ખાનગી ભાગીદારી ( પીપીપી ) ના ધોરણે વિકસાવવામાં આવશે , જેમાં ખાનગી પક્ષનો હિસ્સો 74 ટકા અને સરકાર સંચાલિત સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ( સિડકો ) અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( એએઆઇ ) નો હિસ્સો 13-13 ટકા રહેશે . લીલી ઝંડીને મુંબઈ અને રાષ્ટ્રીય અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ કદમ ગણાવતાં પટેલે કહ્યું હતું કે , મુંબઈના હાલના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટની ક્ષમતા વધી શકે તેમ હોવાથી અમે ચિંતિત છીએ .

મુખ્યમંત્રી પૃથ્વીરાજે પ્રોજેક્ટને ચાર તબક્કામાં વિકસાવવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે પટેલે એર ટ્રાફિકમાં ઝડપથી થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને નવી હવાઈ માળખાગત સુવિધા બે તબક્કામાં વિકસાવવાની વિનંતી કરી હતી .

પટેલે કહ્યું હતું કે , મુંબઈ એરપોર્ટ પર ક્ષમતા ઓછી હોવાથી નવી મુંબઈ એરપોર્ટ પ્રોજેક્ટ નિર્માણનો પહેલો અને બીજો તબક્કો સંયુક્તપણે હાથ ધરવો જોઈએ . પહેલો તબક્કો વર્ષ 2014-15 સુધીમાં પૂર્ણ કરવો જોઈએ . આગામી વર્ષથી હાલના એરપોર્ટ પરના એક રનવેનું સમારકામ દરરોજ હાથ ધરવામાં આવશે .

પ્રસ્તાવિત એરપોર્ટ પર 1.55 કિમીની લંબાઈ ધરાવતા એકબીજાને સમાંતર બે રનવે હશે . તેમની વચ્ચેનું અંતર 1.8 કિમી હશે તેવો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે . પટેલે કહ્યું હતું કે , ટેક્નિકલ માપદંડો સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે . સુરક્ષિત કામગીરી માટે આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો મુજબ રનવે વચ્ચે યોગ્ય અંતર જાળવવામાં આવશે .

મુખ્યમંત્રી ચવ્વાણે કહ્યું હતું કે 1,160 હેક્ટર જમીનમાંથી 436 હેક્ટર જમીન એક્વાયર કરવામાં આવી છે . એરપોર્ટ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનમાંથી 66 ટકા જમીન સિડકોના કબજામાં છે જ્યારે વધુ 12 ટકા જમીન રાજ્ય સરકાર પાસે છે .

કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી વર્ષ 2007 માં મેળવનાર પ્રોજેક્ટને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી મેળવવામાં થઈ રહેલા વિલંબ પર વડાપ્રધાન મનમોહન સિંઘે ચિંતા વ્યક્ત કર્યા પછી કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે વાટાઘાટે વેગ પકડ્યો હતો અને સોમવારે પ્રોજેક્ટને લીલી ઝંડી મળી હતી .

નવી મુંબઈમાં એરપોર્ટ નિર્માણ માટેની પ્રસ્તાવિત સાઇટ મુખ્ય શહેરથી 20 કિમીના અંતરે સ્થિત છે અને મુંબઈમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ( સીએસઆઇએ ) થી 35 કિમી દૂર છે .

એરપોર્ટ કાર્યરત થયા પછી પહેલા વર્ષે એક કરોડ મુસાફરોને સેવા પૂરી પાડશે તેવી અપેક્ષા છે અને આઠ વર્ષમાં તેની મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા બમણી થઈને બે કરોડ થઈ જશે . એરપોર્ટ વર્ષ 2030 સુધીમાં ચાર કરોડ મુસાફરોનું સંચાલન કરશે તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
22:30 10-Year Note Auction 1 4.435% 4.310%
23:30 FOMC Minutes 3
Thursday, Apr 10
02:20 Fed's Hammack speech 2
03:00 Fed's Kashkari speech 2
04:31 RICS Housing Price Balance 1 2% 8% 11%
15:30 RBA Governor Bullock speech 3
18:00 Initial Jobless Claims 2 223K 219K
18:00 Initial Jobless Claims 4-week average 1 223K
18:00 Continuing Jobless Claims 1 1.880M 1.903M
18:00 Building Permits (MoM) 1 -0.8% -3.2%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener