Translate

Monday, November 29, 2010

રાડિયા ફોન ટેપ મામલામાં ટાટાની સુપ્રીમમાં અરજી

ટાટા જૂથના વડા રતન ટાટાએ કંપનીઓ માટે સત્તાની ગલીઓમાં સમર્થન પ્રાપ્ત કરી આપતાં નીરા રાડિયા સાથેની તેમની ફોન પર

થયેલી વાતચીત લીક કરવા સામે સર્વોચ્ચ અદાલતનું શરણ લીધું છે.


ટાટાએ આ અપીલમાં લીક કરવા પાછળ જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરતાં જણાવ્યું હતું કે તેનાથી તેમના મૂળભૂત અધિકારનું હનન થયું છે.

આ અંગે રતન ટાટાએ જણાવ્યું હતું કે ફોનની વાતચીત લીક થવાથી તેમના મૂળભૂત અધિકારનું હનન તો થયું જ છે અને સાથે સાથે તેનાથી તેમના જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ થયો છે.

નીરા રાડિયાની જનસંપર્ક કંપની ટાટા ગ્રૂપના જનસંપર્કની કામગીરી સંભાળે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં ટાટા એવો તર્ક રજૂ કરશે કે ટેપની કેટલીક વાતચીત ખૂબ જ અંગત છે અને તેને તપાસનો હિસ્સો બનાવવો જોઈએ નહીં.

ટાટાએ કોર્ટમાં એવી અપીલ કરી છે કે આ વાતચીત લીક કરવા પાછળ જવાબદાર કોણ છે ? 2G ગોટાળો બહાર આવ્યા બાદ કેટલાક સમાચાર પત્રોએ રાડિયાની કેટલાક રાજકારણીઓ , પત્રકારો અને ઉદ્યોગપતિઓ સાથેની વાતચીત પ્રસિધ્ધ કરી છે.

કેટલીક વેબસાઈટ પર પણ આ વાતચીતના અંશ જોવા અને સાંભળવા મળે છે. આ સાથે લોબિંગ કરનારી જનસંપર્ક કંપનીની એજન્સીઓ , પત્રકારો વચ્ચે ગઠજોડની વાતો સામે આવી છે.

ટાટા જૂથના વડા રતન ટાટાએ પોતાની આ અરજીમાં કેન્દ્રીય ગૃહ સચિવ , સીબીઆઈ , આવકવેરા વિભાગ , દૂર સંચાર અને માહિતી ખાતાને પ્રતિવાદી બનાવ્યા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports