Translate

Monday, November 29, 2010

આવકવેરાના કોઈપણ વ્યવહાર માટે DIN જરૂરી

કરદાતાઓએ રિટર્ન્સ ફાઇલ કરવા અને આવકવેરા વિભાગ સાથે કોઈપણ પ્રકારના સંવાદ માટે ' નવો નંબર '

મેળવવો પડશે. હવે આવકવેરા વિભાગ સાથે કોઈપણ પ્રકારની પ્રક્રિયાના સંદર્ભમાં પેન અને ટેનની જેમ યુનિક ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર( DIN) મેળવવો પડશે , પ્રક્રિયામાં 2010-11 ના નાણાકીય વર્ષ માટે ફાઇલ કરવામાં આવનારા ટેક્સ રિટર્ન્સનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ(સીબીડીટી)ની નવી માર્ગદર્શિકાઓ મુજબ દરેક નોટિસ અને આવકવેરા વિભાગ સાથેના કોઈપણ પ્રકારના પત્રવ્યવહાર માટે ડિન જરૂરી છે.

નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ દ્વારા ડિનનું સર્જન કરવામાં આવશે અને તે ભૂલમુક્ત કર રિટર્ન્સ ફાઇલ તરવા , રિફંડનો દાવો કરવા અને આવકવેરા વિભાગ સાથે કોઈપણ પ્રકારના વ્યવરહારના સંદર્ભમાં જરૂરી અને ઉપયોગી હશે.

અધિકારીએ જણાવ્યું હતું કે આયકર સંપર્ક કેન્દ્ર મહિનાથી ડિન આપશે. કરદાતાને કોઈપણ પ્રકારનું મુશ્કેલી પડે તે માટે આવકવેરા વિભાગ પોતે ' ડિન ' નું સર્જન કરશે અને તેની ફાળવણી કરશે.તેણે ઉમેર્યું હતું કે આવકવેરા વિભાગના અધિકારીઓ તેની પ્રક્રિયા મુજબ નંબરની ફાળવણી કરશે. આમ આવકવેરા વિભાગની દરેક પ્રવૃત્તિ માટે નંબરનું સર્જન કરવામાં આવશે.

કરદાતા અને કર સંગ્રહકારો હાલમાં આવકવેરા વિભાગ સમક્ષ રિટર્ન્સ ફાઇલ કરે ત્યારે બીજા બધાની સાથે પરમેનન્ટ એકાઉન્ટ નંબર(પેન) અને ટટેક્સ ડિડકશન એન્ડ કલેકશન એકાઉન્ટ નંબર(ટેન)ની જરૂર પડે છે.

આવકવેરા ધારાની સેકશન 282 બીની જોગવાઈ ડિનને લગતી છે , જો આવકવેરા વિભાગને મોકલવામાં આવેલા દસ્તાવેજમાં પ્રકારનો યુનિક કમ્પ્યુટર જનરેટેડ નંબર હોય તો પ્રકારનો દસ્તાવેજ , પત્ર કે કોઈપણ પ્રકારનો પત્રવ્યવહાર બિનઅધિકૃત ગણાશે અને તે પત્ર ક્યારેય મળ્યો નથી તેમ માનવામાં આવશે.

ડિનનું ધ્યેય આવકવેરા વિભાગના વહીવટમાં વધારે પારદર્શકતા લાવવાનું છે , સમગ્ર કવાયતમાં દસ્તાવેજો અને પ્રોફોર્માને નંબર આપવામાં આવશે. આમ નિયમિત રીતે ટેક્સ ફાઇલ કરવા ઉપરાંત કરદાતાએ અન્ય પ્રકારની નાણાકીય સેવાઓ માટે પણ આવકવેરા વિભાગનો સંપર્ક સાધવો પડે છે , જેમાં ડિનના લીધે તેનું કામ વધારે સરળ થશે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
00:30 Consumer Credit Change 1 $-0.81B $15.20B $18.08B
03:30 NZIER Business Confidence (QoQ) 2 19% 16%
04:40 Fed's Goolsbee speech 2
07:00 National Australia Bank's Business Conditions 1 4 4
07:00 National Australia Bank's Business Confidence 1 -3 -2 Revised from -1
11:15 Unemployment Rate s.a (MoM) 1 2.7%
15:30 NFIB Business Optimism Index 1 101.3 100.7
18:25 Redbook Index (YoY) 1 4.8%
19:30 Ivey Purchasing Managers Index 2 53.6
19:30 Ivey Purchasing Managers Index s.a 2 53.2 55.3
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener