Translate

Monday, November 29, 2010

TRILએ યુનિટેકને આપેલી લોન તપાસના સકંજામાં

ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજા દ્વારા ફાળવવામાં આવેલા મોબાઇલ લાઇસન્સની તપાસ કરી રહેલી વિવિધ એજન્સી ટાટા જૂથની કંપની ટાટા રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ( TRIL) અને રિયલ એસ્ટેટ કંપની યુનિટેક વચ્ચે વર્ષ 2007 માં થયેલા સોદાની તપાસ કરી રહી છે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટીઆરઆઇએલે યુનિટેકને લગભગ રૂ. 1,600 કરોડની લોન આપી હતી. તપાસ એજન્સીઓના મતે સોદામાં ટાટા કંપનીના પબ્લિક રિલેશન્સનું કામકાજ સંભાળતી કંપનીની માલિક નિરા રાડિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

એજન્સીઝના અધિકારીઓએ કહ્યું હતું કે , નાણાંનો ખરેખર શું ઉપયોગ કરાયો જાણવામાં સરકારને રસ છે. કારણ કે એજન્સીઝને મળતા સંકેત અનુસાર નાણાંનો ઉપયોગ યુનિટેકે વર્ષ 2008 ના પ્રારંભે ફાળવવામાં આવેલા ટુજી જીએસએમ લાઇસન્સ માટે કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીઓ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે , ટાટા જૂથ યુનિટેકની ટેલિકોમ કંપનીમાં હિસ્સો ખરીદશે એવી કોઈ સમજૂતી કરવામાં આવી હતી કે નહીં. વખતે યુનિટેક રાડિયાની કંપનીની ગ્રાહક હતી.

ગયા બુધવારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે લાંબી તપાસ પ્રક્રિયામાં રાડિયાની પૂછપરછ કરી હતી. વિવિધ તપાસ એજન્સીના અધિકારીઓએ ઇટીને કહ્યું હતું કે , રાડિયાને સોદા અને ભંડોળના અંતિમ ઉપયોગ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાડિયાએ કહ્યું હતું કે , ટીઆરઆઇએલને યુનિટેકનો લોનની ફાળવણી કરી હતી , પરંતુ તેમને ભંડોળના અંતિમ ઉપયોગ વિશે કોઈ જાણકારી નથી.

રાડિયાએ બંને કંપની વચ્ચેનો કરાર તૈયાર કરવામાં સામેલ હોવાની વાત કબૂલી હતી એમ સૂત્રોએ જણાવ્યું હતું. રાડિયાની કંપની વૈષ્ણવીના સીઇઓ વિશાલ મહેતાએ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. ટીઆરઆઇએલે યુનિટેકને કોઈ લોન આપી નહીં હોવાનું જણાવ્યું હતું , પરંતુ કોમર્શિયલ એડ્વાન્સ પૂરું પાડ્યું હોવાની વાતને કબૂલી હતી.

ટીઆરઆઇએલના સીએફઓ કિશોર સાલેતોરે કહ્યું હતું કે , ટીઆરઆઇએલે ગુડગાંવમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માટે મોટી જમીન સંપાદિત કરી છે. જેની સામે યુનિટેકને વર્ષ 2007 માં કોમર્શિયલ એડ્વાન્સ પૂરું પાડવામાં આવ્યું હતું.ત્યાર પછી વર્ષ 2008 માં જમીન સંબંધી નાના કદના સોદાની વાટાઘાટ પણ કરવામાં આવી હતી. જેનું ડેવલપમેન્ટ હાલ ચાલી રહ્યું છે.

જોકે , બંને કંપનીએ યુનિટેકની ટેલિકોમ કંપનીમાં રોકાણ અંગે કોઈ ચર્ચા કરી હતી કે નહીં બાબતે ઇટીની પ્રશ્નસૂચિનો કોઈ પ્રતિસાદ આપ્યો હતો. ઉપરાંત , યુનિટેકને પેમેન્ટની ચુકવણી ક્યારે કરાઈ હતી તેમજ પ્રોપર્ટી ક્યારે ટ્રાન્સફર કરવામાં આવી હતી અથવા રાડિયાએ કરારમાં કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં બાબતે પણ કંપનીએ કોઈ પ્રતિસાદ આપ્યો હતો.

જોકે , ટીઆરઆઇએલે જણાવ્યું હતું કે , યુનિટેક પાસે કોઈ કોમર્શિયલ એડ્વાન્સની રકમ લેણી નીકળતી નથી. યુનિટેકે ટીઆરઆઇએલ પાસેથી કોઈ લોન કે કોમર્શિયલ એડ્વાન્સ લીધું નહીં હોવાનું ઇટીને જણાવ્યું હતું.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports