Translate

Monday, November 29, 2010

ભારતીય કંપનીઓને લોબિસ્ટનાં નામ જાહેર કરવાની ફરજ પડશે

સરકારની નિર્ણય પ્રક્રિયા પર કંપનીઓ જે રીતે પ્રભાવ પાડે છે તેમાં પારદર્શિતા લાવવા માટે કંપનીઓને તેમના લોબિસ્ટોનાં નામ જાહેર કરવા જણાવાય તેવી શક્યતા છે.

લોબિસ્ટની જાહેરાત કરવા ઉપરાંત કંપનીઓને વિવિધ મુદ્દે તેમના વલણ જાહેર કરવા પણ સરકાર આદેશ આપે તેવી સંભાવના છે. ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ બાદ પગલાંનું મહત્ત્વ વધી ગયું છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે , કંપનીઓને તેમના વાર્ષિક અહેવાલમાં સ્વૈચ્છિક રીતે આવી માહિતી જાહેર કરવા જણાવી શકાય છે.

ફેરફાર અમલમાં આવ્યા બાદ કંપનીઓએ લોબિસ્ટોનાં નામ જાહેર કરવા પડશે અથવા સૂચનાનું પાલન કરવાનાં કારણ જણાવવાં પડશે. નીતિમત્તાસભર વ્યાપાર પ્રક્રિયા માટે રચવામાં આવેલી કમિટીએ સૂચન કર્યું હતું કે કંપનીઓને તેમની લોબિંગ પોઝિશન જાહેર કરવી જોઈએ અને તેમનાં હિત માટે કામ કરતી એજન્સીઓનાં નામ આપવા જોઈએ.

કંપનીઓને સરકાર સમક્ષ તેમની માંગણીઓ અંગે જવાબદાર બનવાની સલાહ આપવા ઉપરાંત પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં જણાવાયું છે કે યોગ્ય રીતે અમલ થઈ શકે તો બિઝનેસ માટે લોબિંગ અને પોલિસીની હિમાયત જરૂરી છે.

લોબિંગ એક પ્રકારની તરફદારીનું સ્વરૂપ છે જેમાં સાંસદો અને સરકારી અધિકારીઓના નિર્ણય પર પ્રભાવ પાડવાનો પ્રયાસ થાય છે. પશ્ચિમના દેશોમાં પ્રક્રિયા પ્રચલિત છે , પરંતુ ભારતમાં તેને નાણાં દ્વારા સરકારની નીતિ પર અસર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. ગવર્નન્સમાં પારદર્શિતામાં વધારો થવાથી કંપનીઓને સમજાયું છે કે નીતિ વિષયક નિર્ણય લેનારાઓ પર પ્રભાવ પાડવાની વધુ કાયદેસર પદ્ધતિ અપનાવવાની જરૂર છે.

ટુજી સ્પેક્ટ્રમની ફાળવણીમાં લોબિસ્ટોએ અગ્રણી ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. કૌભાંડનો રેલો હવે વડાપ્રધાનની કચેરી સુધી પહોંચ્યો છે.

એરવેવ્ઝની ફાળવણી માટે એક હાઈ પ્રોફાઇલ લોબિસ્ટે સત્તાની દલાલીનું કામ કર્યું હોવાનું માનવામાં આવે છે. લોબિસ્ટ ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સાથે સતત સંપર્કમાં હતા તેમ કહેવાય છે. ઔદ્યોગિક સંસ્થા કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે તેમણે વિશે કોર્પોરેટ બાબતોના મંત્રાલયને પોતાનાં સૂચન સોંપ્યાં છે.

આયોજન પંચ પણ બાબત પર વિચારણા કરી રહ્યું છે . પંચના સભ્ય અરુણ મૈરાએ જણાવ્યું હતું કે , ઉદ્યોગ દ્વારા સરકાર પર પાડવામાં આવતા પ્રભાવ અને સરકાર દ્વારા ઉદ્યોગ પર પ્રભાવની પ્રક્રિયા પર અમે નજર રાખીએ છીએ .

ભારતમાં રાજકીય ફંડિંગ કરવાની પ્રક્રિયા અંગે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય કેટલાક સુધારા કરવા માંગે છે . નવા સુધારાનો ઉલ્લેખ નવા કંપની ખરડામાં થશે તેવી શક્યતા છે જે ચાલુ રાજકોષીય વર્ષના અંત સુધીમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરશે . કોર્પોરેટ બાબતોના મંત્રી સલમાન ખુરશીદે પણ તાજેતરમાં કહ્યું હતું કે રાજકીય પક્ષ માટે કોર્પોરેટ ફંડિંગમાં પારદર્શિતા જરૂરી છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports