નવી
દિલ્હી
:
ભારતીય
નેતાઓ
માટે
લેટિન
અમેરિકા
પસંદગીનું
સ્થળ
રહ્યું
નથી
.
1950
ના
દાયકાથી
1970
ના
દાયકા
સુધી
વૈચારિક
રીતે
ભારત
અને
લેટિન
અમેરિકા
વચ્ચે
ઘણી
સમાનતા
હતી
,
પરંતુ
સંબંધોમાં
ખાસ
ઉષ્મા
ન
હતી
.
પરંતુ
હવે
ગુજરાત
આ
સંબંધોમાં
પરિવર્તનની
આગેવાની
કરી
રહ્યું
છે
.
લેટિન અમેરિકાના દેશો ભારત સાથે દ્વિપક્ષીય સંધિ મજબૂત બનાવવા માંગતા હતા ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ બે એવાં મુખ્યમંત્રી હતાં જે લેટિન અમેરિકન દૂતોને મળવા આતુર હતાં .
મોદી સૌ પ્રથમ 2012 માં ગાંધીનગર ખાતે લેટિન અમેરિકન રાજદૂતો અને ઉદ્યોગપતિઓને મળ્યા હતા . ત્યાર બાદ એક વર્ષ પછી દિલ્હીમાં પણ તેમણે મુલાકાત યોજી હતી . જુલાઈમાં બ્રિક્સની બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ જશે ત્યારે બંને દેશ વચ્ચે વ્યાપારને ઉત્તેજન મળવાની શક્યતા છે .
લેટિન અમેરિકા સાથે ભારતના કુલ વ્યાપારમાં ગુજરાતનો હિસ્સો 60 ટકાથી વધારે છે . તેમાં ઓઇલ , રસાયણ અને ફાર્માસ્યુટિકલ્સના બિઝનેસનો સમાવેશ થાય છે . ગયા વર્ષે રિલાયન્સ અને એસ્સારની જામનગર ખાતેની રિફાઇનરીઓએ વેનેઝુએલા , મેક્સિકો , બ્રાઝિલ , કોલંબિયા અને ઇક્વેડોરમાંથી ૨૨ અબજ ડોલરના ક્રૂડની આયાત કરી હતી અને બ્રાઝિલને 3.3 અબજ ડોલરના ડીઝલની નિકાસ કરી હતી .
2013 માં લેટિન અમેરિકા અને ભારત વચ્ચેના 41 અબજ ડોલરના વ્યાપારમાં ગુજરાતનો મોટો હિસ્સો હતો . ભારતને ઊર્જાની ભારે જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખતાં લેટિન અમેરિકામાંથી જામનગર સ્થિત રિફાઇનરીઓની આયાત વધવાની છે .
ગુજરાતના અગ્રણી બિઝનેસમેન ગૌતમ અદાણી બ્રાઝિલ અને આર્જેન્ટિનાના કૃષિ સેક્ટરમાં હિત ધરાવે છે . અદાણીએ 2013 માં જંગી પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરી હતી જે લેટિન અમેરિકામાંથી ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી આયાત હતી . આ ઉપરાંત અદાણી ગ્રૂપ કોલંબિયામાંથી કોલસાની આયાત કરે છે .
તાજેતરના દાયકાઓમાં મોદી સર્વપ્રથમ એવા ભારતીય નેતા છે જેમના પર લોકસભાની ચૂંટણીનાં પરિણામો પહેલાં જ લેટિન અમેરિકાના દેશોની નજર હતી .
લેટિન અમેરિકાને લગતી બાબતોના નિષ્ણાત રાજદૂત આર વિશ્વનાથને એક લેખમાં લખ્યું હતું કે , મોદીના અભિયાનની લેટિન અમેરિકામાં નોંધ લેવામાં આવી છે . પ્રથમ વખત બ્રાઝિલે એક વરિષ્ઠ પત્રકાર પેટ્રિસિયા કેમ્પોસ ડી મેલોને ચૂંટણીનું કવરેજ કરવા માટે મોકલ્યા હતા . અન્ય લેટિન અમેરિકન વિવેચકો પણ રસ ધરાવે છે અને મોદી તથા ગુજરાતના અર્થતંત્રનાં વખાણ કર્યાં છે . ”
વાજપેયી સરકારે લેટિન અમેરિકા સાથે સંબંધો ગાઢ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું . યશવંત સિંહા વિદેશમંત્રી હતા ત્યારે ઇન્ડિયા - બ્રાઝિલ - સાઉથ આફ્રિકા ( આઇબીએસએ ) ની રચના કરવામાં આવી હતી . જોકે , નટવર સિંઘ અને એસ એમ ક્રિષ્ના જેવા યુપીએ સરકારના વિદેશમંત્રીઓને લેટિન અમેરિકા દૂર લાગતું હતું અને તેઓ ત્યાંનો પ્રવાસ ખેડવા આતુર ન હતા

No comments:
Post a Comment