Translate

Tuesday, June 17, 2014

LCRના નિયમથી બેન્કોને મિશ્ર અસર થશે

ભારતીય રિઝર્વ બેન્ક ( આરબીઆઇ )
ના
લિક્વિડિટી કવરેજ રેશિયો ( LCR) ના નિયમને કારણે આઇડીબીઆઇ બેન્ક , ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યસ બેન્ક સહિતની બેન્કોને પ્રતિકૂળ અસર થઈ શકે છે , એમ મૂડી ઇન્વેસ્ટર સર્વિસિસે જણાવ્યું છે . આની સામે એસબીઆઇ , એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક તેમની મજબૂત ડિપોઝિટ ફ્રેન્ચાઇઝીને કારણે તેનો સામનો કરવા સુસજ્જ છે .

રેટિંગ કંપની મૂડીના વિશ્લેષણ મુજબ મજબૂત રિટેલ ડિપોઝિટ ફ્રેન્ચાઇઝી તથા ટૂંકા ગાળાના ફંડિગ માટે બીજા પર ઓછી નિર્ભરતા ધરાવતી બેન્કો નવા નિયમનો સામનો કરવા વધુ સારી સ્થિતિમાં છે . આવી બેન્કોમાં એસબીઆઇ , એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે .

નબળી ડિપોડિટ ફ્રેન્ચાઇઝી તથા ટૂંકા ગાળાના હોલસેલ ફંડિંગ માટે બીજી પર વધુ આધાર રાખતી બેન્કોને નિયમના પાલનમાં મુશ્કેલી પડશે . આવી બેન્કોમાં આઇડીબીઆઇ બેન્ક , ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ , ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને યસ બેન્ક લિમિટેડનો સમાવેશ થાય છે . રોકડ પ્રવાહની ગણતરી કરવા માટે મૂડીઝે માત્ર એવી હોલસેલ ડિપોઝિટ અને ઋણનો સમાવેશ કર્યો છે જેનું એલસીઆરના 30 દિવસના સમયગાળામાં રિડેમ્પશનની શક્યતા હોય .

ગયા સોમવારે આરબીઆઇએ લિક્વિડિટીના ધોરણે અંગે અંતિમ બેસલ - થ્રી માળખું જારી કર્યું હતું . તેમાં મિનિમમ લિક્વિડિટી કવરેજ રેશિયો ( એલસીઆર ) , લિક્વિડિટી રિસ્ક મોનિટરિંગ ટુલ્સ અને એલસીઆર ડિસ્ક્લોઝર ધોરણો અંગેની માર્ગરેખાનો સમાવેશ થાય છે . મૂડીઝે જણાવ્યું હતું કે માર્ગરેખાઓ બેન્કો માટે ધિરાણના સંદર્ભમાં હકારાત્મક છે .

માર્ગરેખાઓથી બેન્કોને તેમની એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટમાં સુધારો કરવાનું પ્રોત્સાહન મળશે , કારણ કે ખાસ કરીને ટૂંકા ગાળાના સંદર્ભમાં બંને વચ્ચેની વિસંગતતાથી પેનલ્ટી લાગુ પડે છે . નિયમો બેન્કો માટે રિટેલ ડિપોઝિટમાં વધારો કરવાનું તથા ટૂંકા ગાળાના હોલસેલ ફંડિંગ પરના આધારમાં ઘટાડો કરવાનું પ્રોત્સાહન આપે છે .

મૂડીઝે જણાવ્યું હતું કે માર્ગરેખાનો મુખ્ય હેતુ બેન્કોમાં લિક્વિડિટીને પ્રોત્સાહન આપવાનો છે . આરબીઆઇ પહેલી જાન્યુઆરી 2015 થી શરૂઆત કરીને 60 ટકા એલસીઆર સાથે તેનો તબક્કાવાર ધોરણે અમલ કરશે . પછી એલસીઆર 100 ટકા સુધી પહોંચે ત્યાં સુધીમાં તેમાં દર વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવશે .

એલસીઆરનો હેતુ લિક્વિડિટીના ટૂંકા ગાળાના જોખમને દૂર કરવાનો છે . એલસીઆરના નિયમ મુજબ બેન્કોએ 30 દિવસના માર્કેટ સ્ટ્રેસના સમયગાળાને ધ્યાનમાં રાખીને તેની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં રોકડ ભંડોળ અને બીજી લિક્વિડ એસેટ રાખવી પડશે .

આરબીઆઇની માર્ગરેખા પણ બેન્કિંગ સુપરવિઝન અંગેની બેસલ સમિતિની ભલામણો મુજબની છે . આની સાથે રિઝર્વ બેન્કે નિર્ધારિત લઘુમત મર્યાદા કરતાં ઊંચો રેશિયો રાખવા માટે બેન્કોને પ્રોત્સાહિત કરી રહી છે , જેથી લિક્વિડિટીનાં જોખમોનું વધુ સારી રીતે સંચાલન થઈ શકે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports