નેવુંના
દાયકામાં
શેરબજારમાં
વળતર
આપવામાં
આઇટી
કંપનીઓ
અગ્રણી
હતી
.
જોકે
21
મી
સદીમાં
આઇટી
કંપનીઓને
કન્ઝ્યુમર
ડ્યુરેબલ
કંપનીઓએ
પાછળ
રાખી
છે
એમ
કહી
શકાય
.
અમદાવાદ
સ્થિત
સિમ્ફની
લિમિટેડ
તેનું
ઉત્તમ
ઉદાહરણ
છે
.
કુલિંગ
સોલ્યુશન્સ
પૂરાં
પાડતી
સિમ્ફનીનો
શેર
કેલન્ડર
2004
થી
2014
ના
દાયકામાં
1,470
ગણું
વળતર
આપીને
શેરબજારમાં
ઉત્કૃષ્ટ
વળતર
આપનારા
શેરોમાં
સ્થાન
પામ્યો
છે
.
કંપનીનો શેર 4 જૂન 2004 ના રોજ માત્ર 68 પૈસા હતો , જે ગુરુવારે બીએસઇ ખાતે ઇન્ટ્રા ડે રૂ .1,015 ની તેની સર્વોચ્ચ સપાટીએ હતો . જે રોકાણકારે જૂન 2004 માં સિમ્ફનીમાં રૂ .1,000 નું રોકાણ કર્યું હતું અને તેને જાળવ્યું હતું તેને ગુરુવારે રૂ .14.70 લાખ વળતર મળ્યું હશે એમ કહેવાય .
કંપનીમાં હાલમાં પ્રમોટર્સ ( બકેરી પરિવાર ) નો હિસ્સો 75 ટકા છે . જ્યારે જાહેર જનતા પાસે 19.17 ટકા શેરો છે . 3.64 ટકા હિસ્સો વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાસે છે . ગુરુવારે કંપનીનો શેર કામકાજના અંતે બીએસઇ ખાતે રૂ .5.10 ના સુધારે રૂ .989 પર બંધ રહ્યો હતો . જે ભાવે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ .3,459 કરોડ હતું .
આશ્ચર્યની વાત એ છે કે સિમ્ફનીનો શેર છેલ્લાં છ કેલેન્ડર દરમિયાન સતત નોંધપાત્ર વળતર આપતો રહ્યો છે . ચાલુ વર્ષમાં તેણે અત્યાર સુધી 133.2 ટકાનું વળતર દર્શાવ્યું છે . 31 ડિસેમ્બર 2013 ના રોજ રૂ . 424.10 ના ભાવે બંધ રહેલો શેર વધી રૂ .989 પર જોવા મળ્યો છે .
અગાઉના કેલેન્ડરમાં કંપનીએ આપેલા વળતર પર નજર નાખીએ તો 2013 માં 32 ટકા , 2012 (29 ટકા ) , 2011 (49 ટકા ) , 2010 (355 ટકા ) અને 2009 (361 ટકા ) નો સમાવેશ થાય છે . આમ 2012 અને 2013 ના શેરબજારમાં મોટા ભાગના મિડ - કેપ્સ અને સ્મોલ - કેપ્સ શેરો માટે કપરાં વર્ષો દરમિયાન પણ સિમ્ફનીના શેરે તેની ઊંચી ઉડાન ચાલુ રાખી હતી .
અમદાવાદ સ્થિત કંપનીએ છેલ્લાં વર્ષોમાં ‘ વન પ્રોડક્ટ મેની માર્કેટ્સ ’ નો વ્યૂહ અપનાવી તેની પોઝિશન ખૂબ મજબૂત બનાવી છે . એરકૂલરના સંગઠિત બજારમાં તે 50 ટકા હિસ્સો ધરાવે છે . કંપનીનો વ્યૂહ લાંબા ગાળે કારગત નીવડ્યો હતો અને આજે તે વિશ્વની સૌથી મોટી એરકૂલર કંપની છે .
2008 માં સિમ્ફનીએ મેક્સિકો સ્થિત ઇમ્પકો એરકૂલર્સને હસ્તગત કરી હતી . 2010 માં સિમ્ફનીએ ભારતમાં ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ એર કૂલિંગ સોલ્યુશન્સ વેચવાનું શરૂ કર્યું હતું . ત્યાર બાદ તેણે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી હતી . 31 માર્ચે પૂરા થતા નવ મહિનામાં તેણે રૂ . 300.59 કરોડનું વેચાણ અને રૂ . 66.14 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો .

No comments:
Post a Comment