Translate

Tuesday, June 10, 2014

પ્રાયમરી માર્કેટને બેઠું કરવા UTI નીચા ભાવે IPO લાવશે

સરકાર યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીના આઇપીઓ સાથે પ્રાઇમરી માર્કેટને બેઠું કરવાની યોજનાનો ધમાકેદાર પ્રારંભ કરશે એવી શક્યતા છે . રિટેલ રોકાણકારોને આકર્ષવા મોદી સરકાર આકર્ષક ભાવે યુટીઆઇ એએમસી તેમજ જાહેર ક્ષેત્રની કેટલીક કંપનીઓના ઇશ્યૂ લાવવા સક્રિય છે .

કંપનીઓ માટે આઇપીઓ ભંડોળ એકત્ર કરવાનો ઘણો સારો વિકલ્પ છે . ઉપરાંત , તેને લીધે સોના સહિતની નિષ્ક્રિય એસેટ્સમાં રોકાયેલી બચત વૃદ્ધિલક્ષી ઇન્વેસ્ટમેન્ટ તરફ વળે છે . એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે , જાહેર ક્ષેત્રની સારી કંપનીઓના ઇશ્યૂ રિટેલ રોકાણકારોને બજારમાં પાછા લાવી શકે .

વૃદ્ધિલક્ષી યોજના માટે ભંડોળ એકત્ર કરવા આઇપીઓ કંપનીઓને સારો વિકલ્પ પૂરો પાડે છે . યુટીઆઇ એએમસીમાં અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપની ટી રોવ પ્રાઇસ 26 ટકા હિસ્સો ધરાવે છે . બાકીનો 74 ટકા હિસ્સો એસબીઆઇ , એલઆઇસી , બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્ક પાસે છે . આઇપીઓને પગલે બેન્કો ભંડોળ એકત્ર કરી શકશે , જે તેમની મૂડી વધારવામાં મદદરૂપ બનશે . તમામ ચાર સ્થાનિક કંપનીમાં સરકાર બહુમતી હિસ્સો ધરાવે છે , જે યુટીઆઇ એએમસીમાં તેનું વજન વધારે છે .

ઇટીએ અગાઉ જણાવ્યું હતું કે , નાણામંત્રાલય પ્રાઇમરી માર્કેટ માટે નવાં ધોરણો તૈયાર કરી રહી છે . જેના ભાગરૂપે રિટેલ રોકાણકારોને પબ્લિક ઇશ્યૂમાં નોંધપાત્ર ફાળવણી કરાશે , જે તેમને આઇપીઓમાં રોકાણ કરવા આકર્ષશે . સેન્સેક્સ એક મહિનામાં 11 ટકા વધ્યો છે અને આગામી સમયમાં પણ બજારમાં સુધારો જળવાશે એવી શક્યતા છે . બજારમાં તેજી છતાં પ્રાઇમરી માર્કેટ બે વર્ષથી ઠંડું રહ્યું છે અને ચાલુ કેલેન્ડર વર્ષમાં વંડરલા હોલિડેનો એકમાત્ર આઇપીઓ આવ્યો છે .

યુટીઆઇ એએમસી યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડની 100 સ્કીમ્સનું સંચાલન કરે છે . જાન્યુઆરી - માર્ચ ત્રિમાસિક ગાળામાં ફંડ હાઉસની સંચાલન હેઠળની સરેરાશ એસેટ્સ રૂ .74,233 કરોડ હતી . 2012-13 માં યુટીઆઇ એએમસીએ રૂ .148.9 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો , જે એક વર્ષ અગાઉ રૂ .134.1 કરોડ હતો .

સેબીએ સરકારને જાહેર ક્ષેત્રની તમામ કંપનીઓમાં જનતાના ૨૫ ટકા હિસ્સાની જોગવાઈને લાગુ કરવા સરકારને લેખિતમાં જાણ કરી છે . એનો અર્થ થયો કે , સરકારે કોલ ઇન્ડિયા સહિતની સરકારી કંપનીઓએ ફરી પ્રાઇમરી માર્કેટમાં આવવું પડશે .

બજારમાં ઘણા પબ્લિક ઇશ્યૂ એકસાથે આવે બાબતને ધ્યાનમાં રાખીને ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગે યોજના ઘડવાની શરૂઆત કરી દીધી છે . ઉલ્લેખનીય છે કે , 2014-15 માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ .36 , 925 કરોડ નિર્ધારિત કર્યો હતો .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports