લાંબા ગાળા માટે તમે કોઈ વસ્તુ ખરીદો તે પૂર્વે ચાલો કેટલીક તપાસ કરીએ. કઈ વિમા સુરક્ષા લેવી એ નક્કી કરવા માટે બૌદ્ધિક માર્ગ અપનાવો, તેની વિશેષતાઓ અને તમારી જરૂરિયાતો પર ધ્યાન આપો ત્યારબાદ વિમા કંપની પસંદ કરો, વિમા સુરક્ષાને લઈને બે કંપનીઓ વચ્ચે તુલના કરવાનો પ્રયત્ન કરો, તમારી નિવૃત્તિ વય બાદ પાકનારી મુદતની યોજનાઓ ટાળો, સલાહકાર મારફતે ખરીદી કરો, તમામ માહિતી તમારી જાતે જ ભરો, વિમો અને રોકાણ ભેગું કરવાનું ટાળો, ખર્ચ ઘટાડવા માટે ઓનલાઈન પસંદગી કરો, MWPA નો વિકલ્પ પસંદ કરો અને એક પ્રિમિયમ વાળી પોલિસીઓ ખરીદવાનું ટાળો.
જીવન વિમો ખરીદવા જઈ રહ્યા છો ? તો અમે આપને નીચે જણાવેલા મુદ્દઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ કરીએ છીએ.
તમારા બજેટની અને વિમા સુરક્ષાની રકમ નક્કી કરો : ઈંટરનેટ પર વ્યક્તિગત આર્થિક બાબતોને લગતી અનેકવિધ વેબસાઈટ્સ પર ઉપલબ્ધ જાણીતા ગણનયંત્રનો તમે ઉપયોગ કરી શકો છો તેમજ તમારા માટે વધારાના જીવન વિમાની તમને જે આવશ્યકતા છે એની શોધ કરી શકો છો. યાદ રાખો કે વિમો નુકશાન ભરપાઈના સિદ્ધાંત પર કામ કરે છે. એનો અર્થ એ થયો કે તમારે જે કંઈ ગુમાવવાનું થાય એની સામે નુકશાન ભરપાઈ કરી આપે એવા વિમાની શોધ કરવાની છે, નહી કે નફો કમાવી આપે એવા વિમાની. તમારી જીવન વિમાની આવશ્યકતા તમારે કેવી રીતે તપાસવી એ વિશે વધુ વિચારો પ્રાપ્ત કરવા હેતુ અગાઉ આ જ કૉલમમાં દિનાંક : 22મી નવેમ્બર, 2013ના રોજ પ્રકાશીત થયેલો અમારો લેખ વાંચો.
LIC અથવા ખાનગી કંપનીઓ : LIC પાસે ઉત્તમ શાખ અને ટ્રેક રેકોર્ડ છે. સામાન્ય રીતે એનો એવો અર્થ પણ થાય કે ટર્મ પ્લાન માટે તમે ભારે નોંધપાત્ર પ્રિમિયમ ચુકવો છો. તો બીજી તરફ ખાનગી ક્ષેત્રની કંપનીઓ પોતાના ઓનલાઈન મોડેલ તેમજ અન્ય પરિબળોના કારણે સ્પર્ધાત્મક દૃષ્ટિએ ઘણી મોંઘી સાબિત થાય છે. તમારા બજેટના આધારે તેમજ પસંદગી અને વિમાની રકમના આધારે તમે LIC અથવા ખાનગી ક્ષેત્રની શ્રેષ્ઠ કંપનીમાંથી કોઈ એકને પસંદ કરવાનું નક્કી કરી શકો છો.
વિમાનું વિભાજન કરો : વિમાની રકમ 50 લાખ રુપિયા જેટલી વધુ હોય તો તમારે એને બે જુદી - જુદી કંપનીઓમાં વિભાજીત કરી દેવી જોઈએ. એનાથી આપને બે પ્રકારના લાભ થશે. આપના મૃત્યુ બાદ આપનો પરિવાર વીમાનો દાવો કરે તો તેના જવાબમાં શક્ય છે કે એક કંપની દાવાને નકારી નાંખે અને બીજી કંપની એ દાવાને મંજૂર કરે છે તો એવા સંજોગોમાં આખા મામલામાં આપનો પરિવાર વ્યવસ્થાપકને હસ્તક્ષેપ કરવાનું પ્રભાવી રીતે કહી શકે છે. બીજો એક લાભ એ પણ છે કે તમારી પાસે લવચિકતા હોય છે જેના કારણે તમારા માટે વિમાની આવશ્યકતા ઘટી ગઈ હોય તો થોડા વર્ષો બાદ તમે એક પોલિસી ચાલુ રાખી શકો છો અને અન્ય પોલીસીને બંધ કરાવી શકો છો.
પોલીસીનો સમયગાળો : તમારી જીવન વિમાની આવશ્યકતા એ તમારી આર્થિક જવાબદારીઓ પૈકીનું જ એક કાર્ય છે. આર્થિક જવાબદારીઓની સંભાળ લેવા માટે જો તમારી પાસે વધારાની સંપત્તિ છે તો તમારે વિમો ખરીદવાની કોઈ આવશ્યકતા નથી. મોટા ભાગના કિસ્સાઓમાં ઉંમર વધવાની સાથે - સાથે પ્રગતિપૂર્વક તમારી આર્થિક સંપત્તિમાં પણ વધારો થતો રહે છે અને તમારી આર્થિક જવાબદારીઓમાં ઘટાડો થયા કરે છે. એક વાર તમે નિવૃત્ત થાઓ ત્યારે તમારા પર રહેલી આર્થિક જવાબદારીઓમાં ભારે ઘટાડો થયેલો જોવા મળે છે. અમે સામાન્ય રીતે એવો વિમો લેવાની સલાહ આપતા હોઈએ છીએ કે જેનો સમયગાળો નિવૃત્તિની વયની આસપાસ સમાપ્ત થઈ જાય.
જાહેરનામુ : યાદ રાખો કે જીવનમાં પ્રમાણિકતા રાખવી એ ઉત્તમ નીતિ છે. અમે આપને સૂચવીએ છીએ કે અરજીપત્રકમાં જે માહિતી ભરવામાં આવે છે તે તમે જાતે ભરો અને તમામ હકીકતલક્ષી સામગ્રીને કાળજીપૂર્વક ફોર્મ સાથે બીડવાનું રાખો. તમારી વર્તમાન મેડિકલ સ્થિતિ જેવી કે તમારી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીઓને લગતી માહિતી છુપાવવી એ કોઈ રીતે તમારા માટે લાભદાયક નથી. મેડીકલ ક્ષેત્રે થયેલી પ્રગતિના કારણે વિમા કંપનીઓ ઉત્તમ ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા સ્વાસ્થ્યનું સાચું ચિત્ર કોઈ પણ રીતે બહાર લાવીને જ રહે છે.
સલાહકાર દ્વારા અથવા સીધેસીધી ખરીદી કરો : તમારા સલાહકારની ચકાસણી કરો કે કયા સ્તર સુધીની સેવાઓ એ આપને પૂરી પાડી શકે છે. સલાહકાર જે વસ્તુ કે સેવાની ભલામણ કરે એની તુલના તમારી સમક્ષ કરીને બતાવે એવું તમે એને કહી શકો છો. પ્રિમિયમ ભરવા અંગે, મેડીકલ પરીક્ષણ કરવા હેતુ, MWPA, વિમાલક્ષી ડીમેટ ખાતું ખોલાવવા માટે, અને સૌથી વધુ અગત્યની બાબત એ છે કે તમે જ્યારે હયાત નથી ત્યારે યોગ્ય દાવો તૈયાર કરીને તમારા પરિવારની મદદ કરી શકે, આવી તમામ બાબતોમાં તમારા સલાહકાર કાર્યક્ષમ બનીને કામ કરી શકે છે. તમે તમારા સલાહકારના માર્ગદર્શન મુજબ આગળ વધશો તો એ તમારી કુલ કિંમતમાં વધારો કરશે. તમને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને તમારા મૂલ્યમાં કરાતો વધારો વગેરે બાબતોના આધારે તમારે નક્કી કરવું જોઈએ કે તમને એવા સલાહકારની આવશ્યકતા છે કે નહી કે જે તમને મદદ કરે.
કેવી પોલીસી ખરીદવી ? ઈંટરનેટ પર જુદી - જુદી વેબસાઈટ્સ પર ઉપલબ્ધ જાણીતી વિમા કંપનીઓનું તુલનાત્મક અધ્યયન કરો. તમારી આવશ્યકતાઓ તેમજ સેવાઓની વિશેષતાઓ વચ્ચે તુલના કરો અને 2 - 3 સારી પોલીસીઓ પૂરતું સંશોધન કરો. 2 - 3 વેબસાઈટ્સની મુલાકાત લેવાનું નક્કી કરો અને તેઓ દ્વારા કરવામાં આવતી ભલામણો અંગે પુનર્વિચાર કરો. માત્ર એક જ સ્રોત મારફત કરાતી ભલામણને મહત્વ આપવાનું ટાળો. કોઈ પોલિસી અંગે અંતિમ નિર્ણય પર આવો એ પૂર્વે લાભદર્શક કોષ્ટક પર પુનર્વિચાર કરો. ટર્મ પ્લાન માટે એ સ્વાભાવિક છે કે તમે પોલીસી પરિપક્વતા ટકાવી રાખો ત્યાં સુધી તમને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. તેમ છતાં અમે આપને લાભદાયી કોષ્ટકને ચકાસી જવાની ભલામણ કરીએ છીએ કે જેથી કરીને પોલિસીમાં અન્ય કોઈ છુપાયેલી કિંમતો હોય તો એને શોધી કાઢવા માટે તમે સક્ષમ બની શકો.
વિમો અને રોકાણ : સામાન્ય રીતે વિમો અને રોકાણને અલગ અલગ રીતે લેવામાં આવે તો એ તમારા માટે વધુ લાભદાયી બને છે. જ્યારે વિમો અને રોકાણો ભેગા થાય છે ત્યારે તમે જટીલ ઉત્પાદનનું માળખું જેમ કે ULIP માં જઈ રહ્યા હો એવું લાગે છે. અને એ અતિ ખર્ચાળ પણ બની રહે છે. તમારા આર્થિક ફાયદા માટે ઉત્તમ કહી શકાય તેવી બાબત એ છે કે તમે ઓનલાઈન ટર્મ પ્લાન લો અને અન્ય વધારાની સંપત્તિનો તમારા પ્રોફાઈલને અનુકૂળ લક્ષ્ય આધારિત રોકાણો કરવામાં ઉપયોગ કરો. તમારા માટે આ વધુ સારો વિકલ્પ બની રહેશે.
ઓનલાઈન ખરીદવું કે ઓફલાઈન ? અમે શ્રેષ્ઠ કંપનીઓમાંથી કોઈ પણ સેવાઓને ઓનલાઈન ખરીદી કરવા અંગે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. ઓનલાઈન ખરીદી કરવી એ અનુકૂળ છે, સક્ષમ છે અને એનાથી તમારા ઘણા બધા નાણાની બચત પણ થાય છે.
MWPA : Married Women’s Protection Act (MWPA) અંતર્ગત પોલિસી મેળવવાથી એ વાતની ખાતરી રહે છે કે તમારા મૃત્યુ સમયે વિમાનો લાભ તમારા પરિવારને પ્રાપ્ત થાય છે, તમારી કોઈ જવાબદારીઓને પૂરી કરવા માટે એ વિમાનો ઉપયોગ થઈ શકતો નથી. તમે એક ધંધાદારી વ્યક્તિ છો અથવા જવાબદારીઓ ધરાવતા વ્યવસાયી વ્યક્તિ છો તો આ બાબત તમને મદદરૂપ થઈ શકે છે.
નિયમિત પ્રિમિયમ અથવા એક પ્રિમિયમ : નિયમિત પ્રિમિયમ તમને ટેક્સ લાભ મેળવી આપવાની વધુ સારી તક પૂરી પાડે છે. જો તમારું વહેલું મૃત્યુ થાય તો એક જ પ્રિમિયમ પોલિસીમાં તમે અગાઉથી તમામ વર્ષોનું પ્રિમિયમ ભર્યું હોવાથી તમારી વિમાની રકમ બહુ ભારે કામ લાગે છે. તમારી પાસે રહેલા નાણાનો અન્ય આર્થિક લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે વધુ સારો ઉપયોગ કરી શકો છો. આવનારી વધુ ને વધુ નવીન વિશેષતાઓ તમારામાં લવચિકતા જાળવી રાખવાની સમજણ કેળવે છે. તેથી સામાન્ય રીતે નિયમિત પ્રિમિયમ ધરાવતી પોલિસી ખરીદવાની સમજણ કેળવાય છે. તમારી પાસે નિયમિત આવકનો કોઈ સ્રોત ન હોય અને છતાં તમે વિમો ખરીદવા ઈચ્છતા જ હો તો એક વખત અને હંમેશને માટે એક પ્રિમિયમ ધરાવતી પોલિસી ખરીદવાની પસંદગી તમે કરી શકો.

No comments:
Post a Comment