આપના
મૃત્યુ બાદ આપના પ્રિય પાત્રની સલામતી માટે આપ જીવન વિમા પોલીસીની ખરીદી
કરવા માંગો છો તો આપે એ વિશે ફરીથી વિચારવું જોઈએ. જો આપ દેવા ચુકવવાના
બાકી છે એવા એક ધંધાદારી વ્યક્તિ છો તો અને એ દેવાને સમાપ્ત કરી દેવા માટે
પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો આપની જીવન વિમા પોલીસી પણ આપની
સંપત્તિનો જ એક ભાગ બની જશે અને એનો ઉપયોગ લેણદારોને ચુકવવા માટે જ થશે.
અને એ પણ સાચું છે કે આપના ગયા બાદ આપના દ્વારા કોઈ પણ પ્રકારના લેવાયેલ
ઋણની ચુકવણી કરવાની આવશ્યકતા રહે છે. પરણિત મહિલા સંપત્તિ નિયમ અંતર્ગત
ખરીદાતેલ પોલીસી એવી ખાતરી આપે છે કે આપની પત્ની અને / અથવા બાળકો આપની
પોલીસીની ઉપજ મેળવશે.
કલ્પના કરો કે આપ એક ધંધાદારી વ્યક્તિ છો અને આપે આપની પત્ની માટે એક જીવન વિમા પોલીસી ખરીદી છે. જો આપના ઋણનો સારા એવા પ્રમાણમાં સંચય થયેલો છે અને આપ આપના લેણદારોને એની ચુકવણી કરવા માટે અસમર્થ છો તો આ પોલીસીને આપની સંપત્તિ સાથે આપ જોડી દઈ શકો છો અને આપના લેણદારોને ચુકવવામાં એનો ઉપયોગ પણ કરી શકો છો. તો પછી શું આપ એવી ખાતરી રાખી શકો છો કે આપની પત્ની તેમજ આપના બાળકો, આપે તેઓ માટે લીધેલી જીવન વિમા પોલીસીનો લાભ પ્રાપ્ત કરી શકશે ? ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી કારણ કે આપ પરિસ્થિતિને ઓળંગી જવા માટે પરણિત મહિલા સંપત્તિ નિયમ (MWP Act) નો ઉપયોગ કરી શકો છો.
પરણિત મહિલા સંપત્તિ નિયમ શું છે ?
MWP નિયમ અન્યોથી તેમજ તેઓના પતિઓથી પણ મહિલાઓની સંપત્તિનું રક્ષણ કરે છે. આ નિયમનો વિભાગ - 6 જીવન વિમા પોલીસી સાથે સંલગ્ન છે, કે જેમાં પુરુષ પોતાની પત્ની તેમજ / અથવા બાળકો માટે આ નિયમ હેઠળ જીવન વિમા પોલીસી ખરીદી શકે છે. આ બાબત અસરકારક ખાતરી આપે છે કે જેઓના લાભ હેતુ જીવન વિમા પોલીસી ખરીદવામાં આવી છે માત્ર તેઓને જ તેની ઉપજનો લાભ પ્રાપ્ત થાય છે.
કેવી રીતે પોલીસીની ખરીદી કરવી અને આ નિયમ અંતર્ગત તેના લાભો પ્રાપ્ત કરવા ?
· કોઈ પણ પરણિત પુરુષ, લાભ મેળવવા પાત્ર તરીકે પોતાની પત્ની તેમજ / અથવા બાળકોના નામે પોતાના નામે જીવન વિમા પોલીસી ખરીદી શકે છે. નોંધવા લાયક બાબત એ છે કે આ નિયમ અંતર્ગત માત્ર વિમાનો પ્રસ્તાવકર્તા જ પોતાના જીવનને સુરક્ષિત કરી શકે છે.
· વિધવાઓ તેમજ ત્યક્તાઓ પણ પોતાના બાળકોના લાભ માટે તેઓના નામે પોલીસીની ખરીદી કરવા આ નિયમનો ઉપયોગ કરી શકે છે.
· કોઈ પણ પ્રકારની જીવન વિમા પોલીસી ખરીદી શકાય છે.
· લાભ મેળવનારાઓમાં માત્ર પત્ની એકલી હોઈ શકે છે, માત્ર બાળક / બાળકો એકલાં હોઈ શકે છે અથવા બન્ને પત્ની અને બાળક / બાળકો પણ હોઈ શકે છે.
· આ પોલીસી અંતર્ગત અલાયદું ટ્રસ્ટ ઊભું કરી શકાય છે અને ટ્રસ્ટીઓએ પોતાના નામ આપવાની આવશ્યકતા નથી. પત્ની પણ ટ્રસ્ટી બની શકે છે, બાળકો અથવા કોઈ એક થર્ડ પર્સનને પણ સાથે લઈ શકાય છે અથવા અલગ રીતે લઈ શકાય છે.
· જ્યારે પણ પોલીસી ખરીદો ત્યારે પ્રસ્તાવકર્તાએ એક ફોર્મ અલગથી ભરવું જોઈએ અને એમાં સ્પષ્ટ જણાવવું જોઈએ કે તેઓ આ પોલીસી MWP અંતર્ગત તૈયાર કરી રહ્યા છે. લાભાર્થીઓ તેમજ ટ્રસ્ટીઓના નામ પણ એમાં સામેલ હોવા જોઈએ તેમજ તેઓને પ્રાપ્ત થનારો લાભમાંનો હિસ્સો પણ જાહેર થવો જોઈએ. ઉપરાંત એક પત્ર પણ સામેલ કરવો જોઈએ, એમ જણાવતો કે પોલીસી MWP નિયમ અંતર્ગત કાઢી આપવામાં આવે. ત્યારબાદ આ તમામ બાબતો પોલીસીના મૂળ દસ્તાવેજમાં પ્રતિબિંબિત થશે.
શું લાભાર્થીઓ તેમજ ટ્રસ્ટીઓ પોલીસીના જીવંત સમય દરમિયાન બદલાઈ શકે ખરાં ?
પોલીસીના પ્રસ્તાવકર્તા દ્વારા એક વાર લાભાર્થીઓના નામ નક્કી થઈ જાય ત્યાબાદ કોઈ પણ કાળે બદલાઈ શકે નહી. તેમ છતાં ટ્રસ્ટીઓ બદલાઈ શકે છે.
શું ટ્રસ્ટી અને લાભાર્થી એક હોઈ શકે છે ?
હા, લાભાર્થી પણ પોતાનું નામ પોલીસીમાં ટ્રસ્ટી તરીકે લખાવી શકે છે.
આ પોલીસીના કયા - કયા લાભો છે ?
અગાઉ જણાવ્યું તે મુજબ, MWP નિયમ અંતર્ગત ખરીદી કરવામાં આવેલી પોલીસી આપની પત્ની તેમજ / અથવા બાળકો માટે સંબંધીઓ તેમજ લેણદારોથી સલામતીરૂપ બને છે. તેથી કરીને જો આપ એક ધંધાદારી વ્યક્તિ છો તો આ બાબત આપના પરિવાર માટે મહા લાભદાયી બની શકે છે, ખાસ કરીને SME ક્ષેત્રમાં કે જ્યાં આપના ધંધાના ઋણને ચુકવવા માટે આપની ખાનગી મિલકત એક એવા મોટા જોખમ સમક્ષ ઊભી રહી છે કે જો ફડચામાં જવાથી પતાવટ કરવાની સ્થિતિ આવે તો એ મિલકતમાંથી કરી પતાવટ શકાય. MWP નિયમ અંતર્ગત ખરીદી કરવામાં આવેલી પોલીસી એ માત્ર આપની પત્ની / બાળકો પૂરતી જ છે અને અન્ય કોઈ તેની ઉપજનો ફાયદો કોઈ પણ હેતુ માટે લઈ શકે એમ નથી. જો આપ સંયુક્ત પરિવારમાં રહેતા નથી તો આ પોલીસી એક વધુ ફાયદો કરાવી આપે છે કારણ કે સંયુક્ત પરિવારના કિસ્સાઓમાં પારિવારીક વિવાદ થવા માટેના ઘણા બધા કારણો હોય છે. તેમ છતાં આ વિકલ્પ નોકરીયાત લોકોને પણ પસંદ છે કારણ કે તે કોઈ ખર્ચ વિના મેળવી શકાય છે અને તેને અમલમાં મૂકવાનું કામ અતિ સરળ છે.
આ પોલીસીની કોઈ ખામીઓ છે ?
કોઈ ચોક્કસ ગેરફાયદા ન હોવા છતાં ઘણા બધા લોકો આ નિયમનો ઉપયોગ કરતા નથી. કારણ કે પ્રમાણમાં એટલી ઓછી જાગૃતિ છે. ઉપરાંત, પોલીસીના પ્રસ્તાવકર્તા પોલીસી પર કોઈ લોન લઈ શકતા નથી તેમજ આ પોલીસી અન્ય કોઈના નામે પણ કરી શકતા નથી. લાભાર્થીઓની સંમતિ વિના આ પોલીસીમાં અન્ય કોઈ ફેરફાર કરવો પણ શક્ય નથી. પોલીસીની પાકતી મુદત બાદ પણ તેના પ્રસ્તાવકર્તા જીવિત હોય તેમ છતાં પોલીસીમાં જેનો લાભાર્થી તરીકે ઉલ્લેખ થયેલો છે તેને જ પાકતી ઉપજના લાભ મળે છે, પ્રસ્તાવકર્તાને નહી. ફરીથી, પોલીસીઓ આંશિક રોકાણના હેતુ સાથે ખરીદાઈ હોય એવા કિસ્સામાં પણ પોલીસીના લાભો આપની પત્ની અને/અથવા બાળકોના પક્ષમાં જ જશે અને આપ વ્યક્તિગતરૂપે આ પોલીસીમાંથી કોઈ વળતર પ્રાપ્ત નહી કરી શકો. આ બાબત ઘણા પુરુષોને સારી લાગતી નથી તેથી તેઓને એ માન્ય પણ નથી.

No comments:
Post a Comment