Translate

Monday, June 9, 2014

રાષ્ટ્રપતિના સંબોધન બાદ રેલ શેરોમાં ઉછાળો

સસંદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બન્ને

ગૃહોને
કરેલા સંયુક્ત સંબોધન બાદ શેરબજારમાં રેલ કંપનીઓના શેરોમાં કરંટ જોવાયો હતો . કેટલાંક રેલ શેરો અપર સર્કિટને સ્પર્શી ગયા હતા.

રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં મહત્વાકાંક્ષી માળખાગત સુવિધા કાર્યક્રમ પર વિશેષ ભાર મૂકવાની હિમાયત કરી હતી .

રેલવેનું આધુનિકીકરણ અને પુનર્રચના અમારી સરકારની ઈન્ફ્રા ક્ષેત્રની કામગીરીની મુખ્ય પ્રાથમિક્તા છે . મારી સરકાર હાઈ સ્પીડ ટ્રેનનો ડાયમંડ ક્વોડ્રીલીટરલ પ્રોજેક્ટ લોન્ચ કરશે , તેમ તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું .

નવી ધિરાણ પદ્ધતિનો ઉપયોગ કરીને રેલવેમાં મૂડીરોકાણ વધારવામાં આવશે . પહાડી રાજ્યો તેજ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રેલવેને પહોંચાડવામાં આવશે તેમજ રેલવેની સલામતી સિસ્ટમને આધુનિક બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે , તેમ તેમણે જણાવ્યું હતું .

આજે બપોરે 12.20 વાગ્યે મુંબઈ શેરબજારમાં કાલિન્દી રેલ 4.97 ટકા ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ 9.9 ટકા , કર્નેક્સ માઈક્રો સિસ્ટમ 4.97 ટકા અને ટીટાગઢ વેગન્સ 4.99 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports