Translate

Tuesday, June 17, 2014

ઇરાક કટોકટી મોદી સરકાર માટે પડકારજનક

નરેન્દ્ર મોદી સરકાર માટે આનંદનો સમય
લાંબો
ટકે તેમ લાગતું નથી . તેના બદલે તેણે કપરી વૈશ્વિક વાસ્તવિકતાનો સામનો કરવો પડે તેમ છે . ઇરાકમાં વધેલા તણાવના કારણે ઓઇલના ભાવ વધવાથી ખાધ તથા જીડીપી પર વિપરીત અસર થાય તેમ જણાય છે .

ચોમાસુ આગળ વધવામાં વિલંબ થવાથી સરકારની ચિંતા પહેલેથી વધેલી છે ત્યારે આવતા મહિને સંસદમાં બજેટ રજૂ કરવાનું છે . અર્થતંત્રને પાટે લાવવા માટે કડક પગલાં લેવામાં સરકારને મુશ્કેલી પડે તેવી શક્યતા છે .

પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ ઘટ્યો છે . ડોલર સામે રૂપિયો 60 ની સપાટીથી નીચે ગયો છે જ્યારે ગોલ્ડ ફ્યુચર્સ વધ્યા છે . વૈશ્વિક ટ્રેન્ડના કારણે દિલ્હીમાં સોનાના હાજર ભાવ રૂ .240 વધીને રૂ .28,000 ને સ્પર્શી ગયો હતો . સોનામાં સળંગ છઠ્ઠા સત્રમાં વધારો થયો છે .

ક્વોન્ટમ એએમસીના ડાયરેક્ટર આઇવી સુબ્રમણિયમે જણાવ્યું હતું કે , પરિસ્થિતિ ચાલુ રહેશે તો ઘણી ચિંતાજનક હશે અને ત્યાંથી કઈ દિશામાં જશે તેની આગાહી કરવી મુશ્કેલ છે . કેટલીક વાર આવી સ્થિતિ થોડા સમયમાં ઉકેલાઈ જાય છે જ્યારે કેટલીક વાર લાંબા સમય સુધી ચાલે છે .

સુબ્રમણિયમે જણાવ્યું કે , ઓઇલના ઊંચા ભાવથી ભારતની મુશ્કેલી વધશે . રાજકોષીય અને ચાલુ ખાતાની ખાધ વધશે અને જીડીપી વૃદ્ધિ ઘટી શકે છે . અત્યારે જંગી પ્રમાણમાં નાણાં છાપવામાં આવે છે ત્યારે લોકો આવી બાબતોની ચિંતા કરતા નથી . પરંતુ તે હવે થોડી વધશે તો લોકો ચિંતા કરવા લાગશે અને શેરના ભાવોમાં તીવ્ર ઘટાડો આવી શકે છે .

ઇરાકમાં બીજા ક્રમના સૌથી મોટા શહેર મોસુલ પર કબજો જમાવ્યા બાદ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા ( આઇએસઆઇએસ ) ના ત્રાસવાદીઓએ ઉત્તર ઇરાકમાં મહત્ત્વનાં સ્થળોને પોતાના નિયંત્રણમાં લેવા લડાઈ શરૂ કરી છે . વૈશ્વિક અનિશ્ચિતતા સામે સુરક્ષા તરીકે સોનામાં રોકાણ વધી રહ્યું છે અને સળંગ છઠ્ઠા દિવસે ગોલ્ડ ફ્યુચર્સમાં વધારો થયો હતો જે ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો .

વૈશ્વિક સ્તરે સિંગાપોરમાં સોનાનો આજનો ભાવ 1,282.98 ડોલર પ્રતિ ઔંસ હતો જે 0.5 ટકા વધ્યો હતો . 27 મે પછી તે સૌથી ઊંચા સ્તરે છે .

નિષ્ણાતોના માનવા પ્રમાણે ઇરાકની હિંસા ગૃહયુદ્ઘમાં ફેરવાઈ શકે છે . પરિણામે ઇરાકમાંથી ઓઇલના પુરવઠાને અસર થશે અને વૈશ્વિક બજારોમાં ઓઇલના ભાવ વધશે .

ઇરાકના કુલ ઓઇલ ઉત્પાદનમાં ઉત્તર ઇરાકનો હિસ્સો નાનો છે . કિર્કુક - સેહાન પાઇપલાઇન ખોરવાઈ જવાથી માર્ચ 2014 થી ત્યાં ઉત્પાદન ઠપ થઈ ગયું છે . ઇરાકમાં હિંસાના કારણે ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ સળંગ ચોથા સત્રમાં વધ્યા હતા .

ઓઇલ ફ્યુચર્સ ગયા સપ્તાહમાં 4.1 ટકા વધ્યા હતા . બ્રેન્ટ ક્રૂડનો ભાવ 113 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયો છે જે નવ મહિનાની સૌથી ઊંચી સપાટી છે . ઇરાકમાં અશાંતિ ચાલુ રહેશે તો બ્રેન્ટ ફ્યુચર્સ 116 ડોલરની પાર જઈ શકે છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports