ગાંધીનગરમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓની ઇમારતો પર સોલર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે તેવી જ રીતે રિયલ્ટી કંપની ડીએલએફ પણ તેની ઓફિસ બિલ્ડિંગોની છત પર સોલર પેનલ ઇન્સ્ટોલ કરીને 3 મેગાવોટ સૌરઊર્જાનું ઉત્પાદન કરવા માંગે છે .
ડીએલએફે બ્રિટનની એનિરોન સોલેટ્રિસિટી અને એઝ્યોર પાવર ઇન્ડિયા સાથે બિલ્ડ અને ઓપરેટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે , જેના ભાગરૂપે પ્રારંભિક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કંપનીની કોમર્શિયલ બિલ્ડિંગ્સની છત પર સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવશે .
તેમાંથી મળનાર સૌરઊર્જાનો ઉપયોગ તે બિલ્ડિંગની વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે થશે અને તેને મુખ્ય વીજ સંસાધન સાથે જોડી દેવામાં આવશે .
ડીએલએફના નેશનલ ડિરેક્ટર ( ઓફિસિસ બિઝનેસ ) અમિત ગ્રોવરે કહ્યું હતું કે , આનાથી અમારી બિલ્ડિંગ્સની છતની વણવપરાયેલી જગ્યા ઉપયોગમાં લેવામાં મદદ મળશે અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવા સ્રોતમાંથી વીજળીનું ઉત્પાદન થઈ શકશે . ગુડગાંવ , દિલ્હી , કોલકાતા અને ચેન્નાઈમાં આવેલી ડીએલએફની ઓફિસ બિલ્ડિંગ્સની છત પર આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આ વશે .
No comments:
Post a Comment