તમારામાંના ઘણા લોકો તમારા રોકાણોનું આયોજન કરવા પાછળ ઘણા કલાકો ખર્ચો છો. પરંતુ શું તમે વિચાર્યું છે કે તમારા મૃત્યુ બાદ તમારી સંપત્તિનો લાભ કોને મળવાનો છે. તમે મોટા ભાગે આ પ્રશ્નનો એ જવાબ આપશો કે 'પરિવારને વળી, અન્ય કોને.' પરંતુ શું તમે તમારી આ ઈચ્છાને કાયદેસર બનાવી છે ખરી ? શું તમે વીલ લખવાનું વિચાર્યું છે ખરું કે જેથી તમારા પ્રિય જનોને તમારી સંપત્તિ મેળવવા માટે નાહકની દોડાદોડી ના કરવી પડે ?
વીલ એક એવો દસ્તાવેજ છે કે જે જણાવે છે કે તમે તમારા મૃત્યુ બાદ તમારી સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવા માંગો છો. આ વીલ ભારતમાં 21 વર્ષની ઉપરની વયનો કોઈ પણ માણસ બનાવી શકે છે. સામાન્ય રીતે એવી એક ગેરસમજણ ફેલાયેલી છે કે વીલ માત્ર સંપત્તિવાન માણસો જ બનાવી શકે છે અથવા જીવનની પાછલી અવસ્થામાં જ વીલ બનાવી શકાય છે. તેમ છતાં તમારે તમારા પોર્ટફોલિયોની સાઈઝને લક્ષમાં લીધા વિના વીલ બનાવવું જોઈએ. જેટલું વહેલું તમે વીલ બનાવશો એટલું એ વધારે સારું છે. એ, તમે જે કંઈ કરી રહ્યા છો એ પૈકીની સૌથી પહેલા કરવા જેવી કેટલીક બાબતોમાંનુ એક હોવું જોઈએ, જેમ કે તમે રોકાણ કરવાની શરૂઆત કરો અને સ્થાયી કે જંગમ સંપત્તિ બનાવવાનું શરૂ કરો.
કેવી રીતે લખાયેલું વીલ તમને અને તમારા પરિવારને મદદરૂપ બની શકે ?
જ્યારે તમે વીલ લખો ત્યારે તમે નક્કી કરી શકો કે કોણ તમારી સંપત્તિમાંથી કેટલો ભાગ મેળવશે. તમે એ પણ નક્કી કરી શકો કે ક્યારે તમારા પરિવારજનને (લાભાર્થી)ને તમારો વારસો મળશે. કાયદેસરનું નોંધણી કરાયેલું વીલ તમારા પરિવારને મદદરૂપ બનશે અને તમારા પ્રિય સભ્યો કોઈ કાયદાકીય હેરાનગતિ વિના તમારા મૃત્યુ બાદ તમારી સંપત્તિ મેળવી શકશે. તમારી સંપત્તિની વહેંચણી માટે વીલની ગેરહાજરી કોર્ટની દખલઅંદાજીમાં પરિણમી શકે છે અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં બીજી ઘણા બધા વર્ષો પસાર થઈ શકે છે.
તમે વીલ કેવી રીતે બનાવી શકો ?
વીલ સાદા એ-4 સાઈઝના કાગળ પર હાથે લખાયેલું અથવા ટાઈપ કરેલું હોઈ શકે. સ્ટેમ્પ પેપરની કોઈ જરૂરિયાત નથી. જો વીલ તમારા હાથે લખાયેલું હોય તો એ વધુ સારું ગણાય. કારણ કે પાછળથી કોઈ વિવાદ થાય એ સંજોગોમાં એની ચકાસણી કરવાનું સરળ બની રહે છે. વીલની નોંધણી કરાવવાનું ફરજિયાત નથી. તેમ છતાં તમે સબ-રજીસ્ટ્રાર સમક્ષ વીલની નોંધણી કરાવો ત્યારે એ એક પ્રથમદર્શી પુરાવો બની રહે છે કે જેથી એનો યોગ્ય રીતે અમલ કરવામાં સરળતા રહે છે અને તમારા મૃત્ય બાદ એની સચ્ચાઈને પડકારવાનું કામ ઘણું મુશ્કેલ બની રહે છે. રજીસ્ટ્રારની અથવા સબ-રજીસ્ટ્રારની ઓફિસમાં એની નોંધણી કરાવી શકાય છે. તમારે વ્યક્તિગત રીતે હાજરી આપવાની રહે છે તેમજ ફરજિયાત બે સ્વતંત્ર સાક્ષીઓએ પણ હાજરી આપવી અનિવાર્ય છે. વીલમાં તમારી સહી તેમજ આ સાક્ષીઓ દ્વારા વીલની ચકાસણી થયા બાદ તેઓની પણ સહી તેમજ સાક્ષીઓની વિગતો દર્શાવેલી હોવી જ જોઈએ. સાક્ષીઓમાંનું કોઈ પણ વીલના લાભાર્થી ન હોવા જોઈએ. તમારે વીલમાં તારીખ તેમજ સ્થળ દર્શાવીને એક બંધ કવરમાં સુરક્ષીત રીતે રાખીને એને સીલ મારી દેવું જોઈએ તેમજ એ કવર સલામત જગ્યાએ, આગ, પાણી વગેરેથી સુરક્ષીત સ્થળે રાખવું જોઈએ. તેમ છતાં કાયદાકીય રીતે એમ કરવું જરૂરી નથી, એક બાબત ભલામણ કરવા યોગ્ય છે કે વીલ લખતા પહેલા કોઈ વિશ્વાસ પાત્ર કારદાશાસ્ત્રીની મદદ લેવી જોઈએ.
જ્યારે તમે તમારું વીલ લખવા બેસો ત્યારે આ રહી મગજમાં રાખવા જેવી કેટલીક બાબતો :
1. વીલમાં તારીખ દર્શાવેલી હોવી જ જોઈએ. એક કરતાં વધુ વીલ હોય એવા સંજોગોમાં છેલ્લી તારીખે લખાયેલું વીલ પાછલી તારીખોમાં લખાયેલા તમામ બીજા વીલને રદ કરી નાંખે છે.
2. તમારે તમારા વીલમાં તમારા નામને વીલનું શીર્ષક બનાવીને તમારું પૂરું નામ અને સરનામું દર્શાવવું જોઈએ. વીલમાં એ બાબત જાહેર કરવી જોઈએ કે તમે તમારી પૂરી સભાનતાથી અને કોઈનાય દબાણમાં આવ્યા વિના વીલ બનાવી રહ્યા છો.
3. તમારે વીલના વહીવટકર્તા કે જે વીલનો વહીવટ કરવાના હોય એનું નામ વીલમાં લખવું જ જોઈએ. અને જો આ હેતુ માટે (પરિવારની) બહારના કોઈ વ્યક્તિની તમે નીમણૂંક કરી હોય તો તમારે એની મંજૂરી લેવી જ જોઈએ. વીલનો વહીવટકર્તા એ છે કે જે તમારા વીલમાંના લખાણ પ્રમાણે તમારી સંપત્તિની વહેંચણી કરવામાં જવાબદાર છે અને તમારા મૃત્યુ બાદ એને લગતી તમામ પ્રક્રિયાઓને એ સંભાળવાનો છે. તેમ છતાં એ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ જ હોવો જોઈએ.
4. એક ભલામણ એવી કરવામાં આવે છે કે તમે તમારું વીલ સાદી અને સરળ ભાષામાં લખો અને સ્પષ્ટ રીતે સુચનાઓની છણાવટ કરો. સંદિગ્ધ (ન સમજાય એવું) અને અસ્પષ્ટ લખાણ ન કરો.
5. તમારા વીલમાં તમારી તમામ સંપત્તિની વિગતો તમારા ધન સંચયનું સ્થળ તેમજ સંપત્તિ વસાવ્યાનું સ્થળ તેમજ તેની કિંમતો સહિત સમાવેશ પામેલી હોવી જ જોઈએ. તમારા મૃત્યુ સમયે તમારી સંપત્તિમાં હિસ્સો મેળવવાની હોય અને જે પ્રત્યેક વ્યક્તિને પ્રમાણસરની વહેંચણી કરવાની હોય એ વ્યક્તિઓ વિશે તમારે દર્શાવવું જ જોઈએ. સંપત્તિ વયમાં નાની વ્યક્તિને આપવાની હોય એવા કિસ્સામાં તમારે એના વાલીનું નામ અને એની વિગતો પણ આપવી જ જોઈએ.
6. તમારું વીલ તમારી સ્થાવર તેમજ જંગમ એમ બન્ને પ્રકારની તમામ સંપત્તિઓના વહીવટ વિશે વાત કરનારું હોવું જોઈએ. આદર્શ રીતે જોઈએ તો પાછળના સંજોગોમાં કોઈ પણ પ્રકારના વિવાદાસ્પદ મુદ્દાને ઊભો થતો ટાળવા માટે ઘરગથ્થુ ચીજ વસ્તુઓ પણ, પેઈંટિંગ્સ તેમજ ફર્નીચરનો પણ એમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. વીલમાં જેનો સમાવેશ નથી થઈ શક્યો એવી સંપત્તિ અંગે બિન વસિયતિ ઉત્તરાધિકાર ધરાવતી સંપત્તિની ગણના થવી જોઈએ.
7. જેવી રીતે અને જ્યારે પરિસ્થિતિ બદલાય અથવા તમે બિનવસિયતિ સંપત્તિનો તમારા વીલમાં ઉમેરો કરવા માંગો ત્યારે આ પ્રકારના ફેરફારો તમારા વીલમાં સમાવેશ પામતા હોવા જ જોઈએ.
8. એવી ભલામણ કરવામાં આવે છે કે વીલ જે પાના પર લખવામાં આવેલું છે એ પાનાને ક્રમ આપવામાં આવે અને કુલ કેટલા પાના છે એ પણ વીલના અંતે લખવામાં આવે. એક પાનાને બદલે બીજુ બહારનું પાનું વીલમાં આવી ન જાય તેમજ પાનાની અદલાબદલી થાય એવી શક્યતાઓને ટાળવા માટે આ અનિવાર્ય છે.
9. વીલ એ તમારી સંપત્તિનો દસ્તાવેજ છે. અને તેથી તમે તેની વિગતો કોઈ પણ ખુલ્લી કરવા માટે મુક્ત નથી.
યાદ રાખો કે તમે તમારા મૃત્યુ બાદ જ તમારું વીલ અસરકારક બનશે. આ રીતે તમારા જીવનકાળ દરમિયાન તમારી સંપત્તિ સાથે તમે કેવી રીતે કામ પાર પાડવા ઈચ્છો છો એ સમગ્રતયા તમારા પર આધારિત છે. વીલ એ તમે સર્જેલા મહત્વના દસ્તાવજો પૈકીનો એક છે. માટે એ સલાહભર્યું છે કે એને અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરો અને એ કામ માટે વિશ્વાસપાત્ર વકીલોમાંથી લાયક વ્યવસાયી નિષ્ણાતની મદદ લો.
No comments:
Post a Comment