'ખર્ચા કરવા આસાન છે - જ્યાં પણ જઈએ, ત્યાં એ હાજર જ હોય છે.' - અનામી
ભારતમાં રીટેઈલ બેંકિંગ ક્ષેત્રમાં ઘણી તકો ઉપલબ્ધ છે સાથે સાથે પડકારો પણ એટલા જ છે. આ પડકારો ગ્રાહકને સાચવવા તેમજ તેઓની સંખ્યા સ્થિર રાખવા અંગેના છે. તેઓની વ્યૂહરચનાના જ એક ભાગ રૂપે ગ્રાહકોને આકર્ષવા બેંકો કેટલાક મૌલિક પ્રકારના ઉત્પાદનો સાથે આવે છે. ગ્રાહકોએ એ ઉત્પાદનોના લાભ મેળવવા માટે તેના પર નજર રાખવી જોઈએ. અમે કેટલાક ઉત્પાદનોની નામાવલી તૈયાર કરી છે, કે જેમાં આપને રસ પડી શકે છે :
ઓટો ક્રેડિટ સેવાઓ : યસ બેંકે ઓટો ક્રેડિટ સેવાઓ શરૂ કરી છે કે જેમાં કોઈ પણ બેંકનો ગ્રાહક તેના એકાઉંટમાં ફંડ ટ્રાંસફર કરવાની 'વન - ટાઈમ ઈસીએસ'ની એક સૂચના આપી શકે છે, જેના કારણે યસ બેંકમાં પગાર ખાતાને મળનારા લાભો એ માણી શકે છે. ગ્રાહક 1,00,000 અને તેનાથી વધુ રૂપિયાના બેલેંસ પર 7 % ના દરે વ્યાજ પણ કમાઈ શકે છે જે મોટા ભાગની બધી બેંકોમાં બચત ખાતા પર મળનારા વ્યાજ કરતા ઘણું બધું વધારે છે. આમાં સૌથી ઉત્તમ બાબત તો એ છે કે આ સેવા શરૂ કરવા માટે કોઈએ તેની હાલની બેંક પર જવાની પણ જરૂર નથી. આથી તમારે તમારું હાલની જે બેંકમાં ખાતું છે એને બંધ કરવાની જરૂર નથી અને એ જ સમયે અન્ય બેંકમાંથી તમે ભારે વ્યાજ દરથી કમાણી કરી શકો છો.
પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ : યુનિયન બેંક ઓફ ઈંડિઆ ઓટો લોન અને હોમ લોન પર 26 જાન્યુઆરી, 2013 સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવાની ન હતી. આ યોજના 15 ઓગષ્ટ, 2012 ના રોજ શરૂ થઈ હતી. તમારામાંના કોઈએ એ સમયગાળા દરમિયાન કાર અથવા ઘર ખરીદવાનો નિર્ણય કર્યો હોત તો એ નક્કી કરવાની બાબત ઘણી યોગ્ય ગણાઈ હોત.
(બેંકો અવારનવાર આવી યોજનાઓ બહાર પાડતી રહે છે. તેના પર આપની નજર હોય તો તેનો તરત લાભ લઈ શકાય.)
લઘુતમ બેલેંસ માપદંડ : ઘણી બેંકો બચત ખાતાઓમાં લઘુતમ બેલેંસની કલમ લાગુ કરે છે અને એ લઘુતમ બેલેંસની સરેરાશ જાળવણી કરવામાં નિષ્ફળ જનાર ગ્રાહકને કેટલોક દંડ પણ કરે છે. એસબીઆઈ બેંકે કેટલાક પ્રકારના બચત ખાતાઓમાં લઘુતમ બેલેંસના માપદંડને કાઢી નાંખ્યો છે. કેટલાક અન્ય ભિન્ન પ્રકારના ખાતાઓમાં પણ લઘુતમ બેલેંસ 50 રૂપિયા જેટલું ઓછું રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રાહકોની સંખ્યા વધારવાની આ એક સારી વ્યૂહ રચના છે.
સ્ત્રીઓના બચત ખાતા : આઈડીબીઆઈ બેંકે સ્ત્રીઓ માટે ખાસ પ્રકારની બચત ખાતાની શરૂઆત કરી છે. કે જેમાં ખાસ પ્રકારના લક્ષણો સામેલ કરવામાં આવ્યા છે -
1. 18 વર્ષથી નીચેની વયના તમારા બાળક માટે ખાતામાં ઝીરો બેલેંસ રાખી શકો છો.
2. લોકર સેવામાં 25 % વળતર
ઘણી અન્ય બેંકો પાસે પણ સ્ત્રીઓ માટે ખાતા અથવા લોનની યોજનાઓ તૈયાર કરાયેલી છે.
બેંકમાંથી તમે કોઈ સેવાઓ અથવા તેના ઉત્પાદનો ખરીદી રહ્યા હો ત્યારે બેંક તરફથી કરાતી ઓફર અથવા પ્રસ્તાવિત કરાતા ખાસ પ્રકારના લક્ષણો પર નજર રાખવાનું યાદ રાખો.

No comments:
Post a Comment