ગયા
સપ્તાહે
ભારતીય
બજારના
અણધાર્યા
ઉછાળાએ
રોકાણકારો
અને
ટ્રેડર્સને
આશ્ચર્યમાં
મૂકી
દીધા
છે
.
જુલાઈના
પ્રથમ
સપ્તાહમાં
જાહેર
થનારા
બજેટમાં
મોદી
સરકાર
અર્થતંત્રને
પ્રોત્સાહિત
કરવાનાં
પગલાં
જાહેર
કરશે
એવો
આશાવાદ
પ્રબળ
બન્યો
છે
.
એટલે
નિષ્ણાતોના
મતે
બજેટ
પહેલાં
તેજી
ચાલુ
રહેવાની
ધારણા
છે
.
સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા અને બજેટ પહેલાં તેમાં ઓછામાં ઓછા પાંચ ટકાની વૃદ્ધિની શક્યતા છે એવો મત ફંડ મેનેજર્સ અને બ્રોકર્સે વ્યક્ત કર્યો છે . રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ પ્રાઇવેટ બેન્કિંગના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજેશ ચેરુવુએ કહ્યું હતું કે , બજાર જે રીતે વધી રહ્યું છે એ જોતાં બજેટ પહેલાં નિફ્ટી 8,000 ની સપાટીએ પહોંચી શકે . મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચેરમેન અને એમડી મોતીલાલ ઓસ્વાલે બજેટ પહેલાં સેન્સેક્સ 30,000 થવાની આગાહી કરી છે .
નિફ્ટી શુક્રવારે 7,583.40 અને સેન્સેક્સ 25,396.46 ની સપાટીએ બંધ રહ્યા હતા . ગયા સપ્તાહના ઉછાળાને લીધે ઘણા રોકાણકારો અને ટ્રેડર્સ ઊંઘતા ઝડપાયા હતા . તેમના એફઆઇઆઇ રોકાણના અગાઉના સપ્તાહના આંકડાને આધારે તેજી મર્યાદિત રહેવાની ધારણા હતી , પરંતુ ગયા સપ્તાહે એફઆઇઆઇના નોંધપાત્ર રોકાણને લીધે તેમની ગણતરી ઊંધી પડી હતી .
જૂનમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ( એફપીઆઇ ) એ ભારતીય શેરોમાં લગભગ રૂ .7,000 કરોડ ઠાલવ્યા છે . એ પહેલાં વિદેશી રોકાણકારોએ મેના આખરી 8 માંથી છ ટ્રેડિંગ સત્રમાં વેચવાલી કરી હતી . ઉલ્લેખનીય છે કે , એફપીઆઇ સેબીએ વિદેશી રોકાણકારો માટે શરૂ કરેલી નવી કેટેગરી છે . જેમાં એફઆઇઆઇ અને તેમના પેટા એકાઉન્ટનો સમાવેશ થાય છે .
બ્રોકર્સને બજેટ પહેલાં એફઆઇઆઇ રોકાણમાં વધારો થવાનો અંદાજ છે . કારણ કે ઘણા વિદેશી ફંડ્સ ભારતીય બજારના મોમેન્ટમનો લાભ લેવા સક્રિય બનશે એવી ધારણા છે . ઉપરાંત , બજારમાં વધુ ઉછાળાથી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં શોર્ટ કવરિંગ પણ તેજીને વેગ આપશે .

No comments:
Post a Comment