સામાન્ય
ચૂંટણીનાં
પરિણામોની
જાહેરાતના
દિવસથી
6
જૂન
સુધીનાં
16
સત્રોમાં
શેરબજારમાં
જો
કોઈ
શેરોને
સૌથી
મોટો
લાભ
થયો
હોય
તો
તે
છે
પેની
સ્ટોક્સ
.
શુક્રવારે બીએસઇ ખાતે ટ્રેડિંગ પામેલા 3,376 શેરોમાંથી 2,901 (86 ટકા ) શેરોએ ચૂંટણી પરિણામોના અગાઉના દિવસ (15 મે ) ના બંધ ભાવની સરખામણીમાં 186 ટકા જેટલો સુધારો દર્શાવ્યો છે . જેમાં મોટો હિસ્સો સ્મોલ - કેપ્સ અને મિડ - કેપ્સનો છે . માત્ર 14 ટકા શેરો સુધારો દર્શાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે . આ સમયગાળામાં સેન્સેક્સમાં ૬ ટકાનો સુધારો જોવા મળ્યો છે અને તે 23,905 ની સપાટીએથી 25,396 પર બંધ રહ્યો છે .
સુધારો દર્શાવવામાં અગ્રણી રહેલા શેરોમાં મોટા ભાગના શેરો માત્ર સેન્ટિમેન્ટ પાછળ સુધરેલા જણાય છે , એટલે કે ૧૦૦ ટકાથી વધુ સુધારો દર્શાવનારા ૩૫ શેરોમાં મોટા ભાગના પેની શેરો છે .
રોકાણકારોએ આ પ્રકારના ક્વોલિટી નહીં ધરાવતા શેરોથી ખાસ સાવચેતી રાખવી જરૂરી છે . જેમ કે 186 ટકા સાથે ધનુષ ટેક્ નોલોજીનો શેર ટોચ પર છે . શેરનો ભાવ 7 પૈસાથી સુધરી 20 પૈસાનો થયો છે . આવા જ અન્ય શેરોમાં કનિકા ઇન્ફો (175 ટકા ) , મીક ઇલેક્ટ્રોનિક્સ (143 ટકા ) , અલ્કા ઇન્ડિયા (133 ટકા ) , એક્સએલ એનર્જી (127 ટકા ) વગેરેનો સમાવેશ થાય છે . આ તમામ શેરો રૂ .10 થી નીચો ભાવ ધરાવે છે . જાણીતા શેરોમાં સુઝલોન એનર્જીનો શેર 118 ટકા જ્યારે ગુજરાત સ્થિત એશિયન ગ્રેનાઇટ (102 ટકા ) નું વળતર દર્શાવે છે .
173 શેરો એવા છે જેઓ 70 થી 100 ટકા સુધીનો સુધારો દર્શાવે છે . જ્યારે 50 ટકાથી 70 ટકા ( 312 શેરો ) , 30 ટકાથી 50 ટકા ( 699 શેરો ) , 10 ટકાથી 30 ટકા ( 1,106 શેરો ) અને 10 ટકા સુધી ( 576 શેરો ) નો સમાવેશ થાય છે . જે પીએસયુ શેરોમાં અગ્રણી સુધારો જોવા મળ્યો છે તેમાં એન્ડ્રૂ યુલે ( 86 ટકા ) અને એમટીએનએલ ( 70 ટકા ) નો સમાવેશ થાય છે . એમટીએનએલનો શેર રૂ . 19 થી વધીને રૂ . 33 એ પહોંચ્યો છે . જોકે , 10-15 વર્ષ અગાઉ શેરનો ભાવ રૂ . 400 હતો . કંપની પાસે નોંધપાત્ર લેન્ડ બેન્ક છે .
અગ્રણી હરોળના શેરોમાં પીએસયુ શેરોએ સૌથી સારો દેખાવ કર્યો છે , જ્યારે આઇટી , ફાર્મા અને એફએમસીજી શેરો સ્થિર અથવા નેગેટિવ બંધ રહ્યા છે .
જેમ કે ટીસીએસ , એચસીએલ ટેક , સિપ્લા , લ્યુપિન , ડિવીઝ લેબ , ફાઇઝર , પિડિલાઇટ ઇન્ડ , એશિયન પેઇન્ટ્સ જેવા શેરો ચૂંટણી પરિણાથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન સામાન્ય ઘટાડો દર્શાવી રહ્યા છે .
ખાનગી બેન્કોના શેરોમાં પણ આઇસીઆઇસીઆઇ બેન્ક અને એક્સિસ બેન્કને બાદ કરતાં અન્ય બેન્કોના શેરો સ્થિર જોવા મળ્યા છે . અદાણી એન્ટરપ્રાઇઝનો શેર પણ ચૂંટણી અગાઉના સમયગાળામાં નોંધપાત્ર સુધારો દર્શાવી ચૂક્યો હતો અને તેથી તે એક ટકાનો મામૂલી સુધારો દર્શાવે છે .
ત્રણેક સપ્તાહથી સ્મોલ - કેપ્સ શેરોમાં તીવ્ર સુધારો જોવા મળ્યા બાદ વીતેલા સપ્તાહે બ્લૂચિપ્સ શેરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ તથા નિફ્ટી તેમના પરિણામના દિવસની ઇન્ટ્રા - ડે ટોચને પાર કરી ગયા હતા .
જે બાબત સૂચવે છે કે હવે ફરીથી બજારનું ધ્યાન લાર્જ - કેપ્સ તરફ પરત વળ્યું છે અને એવું બને શકે કે આગામી દિવસોમાં મિડ - કેપ્સ અને સ્મોલ - કેપ્સમાં નોંધપાત્ર પ્રોફિટ બુકિંગ જોવા મળે .

No comments:
Post a Comment