સવાલ: મેં ૨૦૦૬માં અમેરિકામાં એફ-૩ પિટિશન ફાઈલ કરી છે અને મેં ફરીથી
બીજા લગ્ન કર્યાં છે તો મારે મેરેજ સર્ટિફિકેટ તથા અન્ય ડોક્યુમેન્ટ આ
બીજા લગ્ન માટે ફાઈલ કરવા પડે?
કુનાલ પટેલ, અમદાવાદ
જવાબ: હા, રજૂ તો કરવા પડે, પરંતુ પહેલા લગ્ન અંગે તમે કોઈ વિગત આપી નથી, તેથી બીજા લગ્નના પેપર્સ રજૂ કરતાં પહેલાં ખૂબ જ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે, નહીં તો તમારી પિટિશન રિજેક્ટ થશે. બની શકે તો પિટિશનની કોપી તથા પહેલી વારની પત્નીની પૂરેપૂરી વિગતો મને મેઇલ કર્યા પછી જ હું જણાવું તે રીતે પ્રોસિજર કરશો.
કુનાલ પટેલ, અમદાવાદ
જવાબ: હા, રજૂ તો કરવા પડે, પરંતુ પહેલા લગ્ન અંગે તમે કોઈ વિગત આપી નથી, તેથી બીજા લગ્નના પેપર્સ રજૂ કરતાં પહેલાં ખૂબ જ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે, નહીં તો તમારી પિટિશન રિજેક્ટ થશે. બની શકે તો પિટિશનની કોપી તથા પહેલી વારની પત્નીની પૂરેપૂરી વિગતો મને મેઇલ કર્યા પછી જ હું જણાવું તે રીતે પ્રોસિજર કરશો.
સવાલ: મારા બે પુત્રો માટે મેં ફાઈલ કરેલી એફ-૩ની પિટિશન ૨૦૦૬ની છે, જે બંનેમાં મારા પૌત્ર તથા પૌત્રી ૨૦૧૨માં ૨૧ વર્ષનાં થઈ જતાં હોવાથી મારે કયા ડોક્યુમેન્ટ્સ મોકલવા પડે?
નટવરલાલ એન. પટેલ, નવસારી
જવાબ: નવા એજિંગ આઉટના કાયદા હેઠળ માત્ર ડોક્યુમેન્ટ્સ મોકલવાથી તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને વિઝા મળી જાય નહીં, પરંતુ હું જણાવું તેવી મૂળ પિટિશનમાં જ એક પિટિશન ડોક્યુમેન્ટ્સ સાથે કરી શેડયુલ - વર્કશીટ વગેરે તૈયાર કરી મોકલવાં પડે. પત્ર લખવાથી ભલીવાર આવે નહીં. કાયદેસર કાર્ય કરવું જોઈએ.
સવાલ: હું રેગ્યુલર 'કળશ’ પૂર્તિ અચૂક વાંચુ છું. મારાં મધરે મારા માટે અમેરિકામાં એફ-૩ની પિટિશન ફાઈલ કરી છે અને તેઓ અમારા વિઝાના ઇન્ટરવ્યૂ વખતે ઇન્ડિયામાં હોય
તો ચાલે?
સપન શાહ, અમદાવાદ.
જવાબ: જો તેઓ કાયમ માટે અમેરિકામાં પરમનન્ટ રહેતાં હોય અને મકાન, જોબ વગેરે રેસિડન્સના પુરાવા હોય તો બહુ મુશ્કેલી પડે નહીં, પરંતુ ઘણા સમયથી અમદાવાદમાં જ રહેલાં હશે તો ડોમિસાઇલના લીધે તમને વિઝા મળવામાં તકલીફ પડશે. મારી પાસે આ પ્રકારના ઘણા કેસ આવે છે. જેમાં સિટિઝન લાઇફ ટાઇમ વિઝા અર્થાત્ ઓ.સી.આઈ. લઈને પિટિશન ફાઈલ કરી ઇન્ડિયા કાયમ માટે રહી જાય છે તેવા કેસમાં ઇન્ટરવ્યૂ વખતે રેસિડન્સ પુરવાર કરવા ડોમિસાઇલના પુરાવા માગી વિઝા આપતા નથી અને વિઝા ઓન હોલ્ડ રખાય છે. તેથી ઇન્ટરવ્યૂ પહેલાં આ બાબતમાં ખૂબ જ સાવચેતી રાખજો નહીં તો તમે ઇન્ટરવ્યૂમાં વિઝા મળી જશે તેમ માની અહીંનું કામ એટલે મિલકત, ગાડી, વગેરે ટ્રાન્સફર કરતા નહીં.
સવાલ: હું આફ્રિકામાં ઝામ્બિયાની પ્રાઇવેટ કંપનીમાં વર્ક પરમિટ ઉપર કામ કરું છું અને હું ૨૮ વર્ષનો સિંગલ છું. હું અમેરિકાના વિઝિટર વિઝા માટે કેવી રીતે એપ્લાય કરી શકું?
મિતુલ પટેલ, ઝામ્બિયા, આફ્રિકા
જવાબ: તમે આફ્રિકામાં પણ ઇન્ટરનેટ ઉપર નિયમિત 'કળશ’ વાંચો છે તે બદલ આભાર. તમે આફ્રિકામાંથી જ અમેરિકાના વિઝિટર વિઝાના માટેનું ફોર્મ બરાબર ભરીને ઇન્ટરવ્યૂની પૂરી તૈયારી કરી એપ્લાય કરી શકો છો. ઇન્ટરવ્યૂમાં પુછાતા અનેક પ્રશ્નો તથા જવાબો મને ફોન કરી જાણી લેશો.
સવાલ: મારી ઉંમર ૩૮ વર્ષની અને મારા પુત્રની ઉંમર બે વર્ષની છે. મારાં ભાભીની આ વર્ષના ઓક્ટોબરમાં ડિલિવરી માટે મારા પુત્રને લઈ અમેરિકા જવું છે, પરંતુ મારો પાસપોર્ટમાં મેઇડન નામ હોઈ વિઝા માટે કોઈ પ્રોબ્લેમ થાય? મેં લગ્ન થયા પછી મારા પતિનું નામ પાસપોર્ટમાં એન્ટર કરાવ્યું નથી.
સેજલ શાહ, અમદાવાદ
જવાબ: હા, પ્રોબ્લેમ ત્રણ પ્રકારના થઈ શકે. (૧) પતિનું નામ કેમ દર્શાવ્યું નથી તેવું કારણ માગી શકે અને તેના લીધે કોઈ શંકા કરી શકે. (૨) વિઝા ફોર્મમાં ડિલિવરી માટે જ જવું છે તેવું ઇન્ટરવ્યૂમાં પણ જણાવાય નહીં. (૩) પતિ સાથે કેમ નથી જતાં તેમ પણ પૂછી શકે. ટૂંકમાં વિઝા ફોર્મ જ વિઝિટર વિઝા માટે મહત્ત્વનું અને અગત્યનું હોઈ ફોર્મ ભરી સબમિટ કરવાનું ધ્યાનમાં રાખજો.
સવાલ: હું યુ.એસ. સિટિઝન છું અને આ કોલમ ખૂબ જ આદરથી તથા રસપૂર્વ નિયમિત વાંચું છું. મેં એફ-૩ની કેટેગરીમાં મારા મેરિડ પુત્ર માટે પિટિશન ફાઇલ કર્યા પછી ડયુઅલ સિટિઝનશિપ લઈ ઇન્ડિયામાં રહું છું તો મારે ફરજિયાત અમેરિકામાં રહેવું પડે?
ગીતા સગાણી, અમદાવાદ
જવાબ: તમારા જેવા ઘણા કેસમાં મુંબઈ કોન્સ્યુલેટ કેટલીક વાર ડોમિસાઇલનું ઓબ્જેક્શન કાઢે છે. તમારી અમેરિકામાં કોઈ આવક નહીં હોવાથી તમે સ્પોન્સર લેટર નહીં આપી શકવાથી તમારે કો-સ્પોન્સર જેની આવક હોય તેની મદદ લેવી પડશે. બીજું તમે માનો છે તે ઇન્ડિયાની સિટિઝનશિપ નથી કે ડયુઅલ સિટિઝનશિપ નથી તે માત્ર તમને ઇન્ડિયામાં રહેવા માટે લાઇફ ટાઇમ વિઝા જ છે, જે તમે તમારા પાસપોર્ટ તથા કાર્ડમાં ધ્યાનથી વાંચશો તો જણાશે. અમેરિકા ક્યારે જવું તે ફોન કરી પૂછી લેશો.
સવાલ: મારી સાળીએ અમારા ફેમિલી માટે એ-૪ની પિટિશન ફાઇલ કરી છે અને તે એવું કહે છે કે ફાસ્ટ પ્રોસેસ માટે જો તે ફી ભરશો તો અમે અમેરિકા જલદી જઈ શકાય, તો આ પ્રોસિજર ઇન્ડિયાથી કરવા ગાઇડ કરશો?
સિદ્ધાર્થ ભટ્ટ, વડોદરા
જવાબ: મારી જાણ તથા માહિતી અન્વયે આવો કોઈ ફાસ્ટ ટ્રેક પ્રોસિજર નથી. તમે પિટિશનના માત્ર ાઅઈ નંબર લખ્યા છે. જે તે એપ્રૂવલ પછી ઇઝઇ કેસ નંબર અપાય છે. જેની પ્રાયોરિટી ડેટ જણાવવી જરૂરી છે.
સવાલ: મારી દાદીએ એફ-૩ની પિટિશન ૨૦૦૨માં કર્યા પછી ૨૦૦૯માં તેમનું અવસાન થયું છે, તો તે પિટિશન રિ-ઓપન થાય? મારા કાકાએ પણ એફ-૪ની પિટિશન ૨૦૦૪માં ફાઇલ કરી છે. જેમાં મારી ઉંમર ૨૧ વર્ષની થઈ છે અને મારા સિસ્ટરની ઉંમર ૨૩ વષની થઈ ગઈ છે. હવે અમારી ચિંતા એ છે કે અમે બંને ભાઈબહેન અમારાં પેરેન્ટ્સ સાથે અમેરિકા જઈ શકીએ? અવનીશ શાહ, અમદાવાદ
જવાબ: હા, ચિંતા કરવાની જરૂર નથી, તમે બંને તમારાં પેરેન્ટ્સ સાથે અમેરિકા જઈ ગ્રીનકાર્ડ મેળવી શકો છો. હું જણાવું તેવી બે જુદી જુદી પિટિશન તમારી મૂળ પિટિશનમાં ફાઇલ કરવામાં આવે તો જ. તમારી દાદીની પિટિશન પછી ૨૦૦૩ની પિટિશનમાં વિઝા કોલ આવ્યા હોઈ તમે ઘણું મોડું કર્યું છે, તેમ છતાં રિ-ઓપન કરવાની શક્યતા તપાસવા તમામ પેપર્સ મોકલી આપો.
સવાલ: હું એમબીએ છું અને ફાઇનાન્સનો બિઝનેસ કરું છું. મધર-ફાધર અમેરિકાનાં ૨૦૧૪માં સિટિઝન થયાં છે. પેરન્ટ્સે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરેલું તે રિજેક્ટ તો માર્ગદર્શન આપશો?
જયેશ ભરવાડ, અમદાવાદ
જવાબ: તમે સ્ટુડન્ટ વિઝાની કેટેગરી બદલી વિઝિટર વિઝા માટે એપ્લાય કરશો તો મુશ્કેલી પડી શકે. તેના કરતાં પેરેન્ટ્સ મારફતે તમારા તથા તમારા ફેમિલી માટે એફ-૩ કેટેગરીમાં પિટિશન ફાઇલ કરાવશો તો કેટલાંક વર્ષો પછી તમને ગ્રીનકાર્ડ મળી શકે.
સવાલ: મારી જુલાઈ ૨૦૦૨ની એફ-૪ની પિટિશનના પત્રવ્યવહારમાં મારા ૨૪ વર્ષના પુત્રનું નામ આવ્યું નહીં હોવાથી તમારી સાથે મુંબઈથી વાત થવાથી આપની સલાહ પ્રમાણે અમેરિકાનો એપ્રૂવલ લેટર મેળવી લીધો છે તો તેને ઇમિગ્રન્ટ વિઝા મળે તે માટે તમારી સલાહ આપશો?
રમેશ જે. પટેલ, મુંબઈ
જવાબ: મને ફોન કરી એપ્રૂવલ લેટર સાથે બીજા પાંચ પેપર્સનું લિસ્ટ લઈ મને મોકલી આપવાથી વિઝા માટે પિટિશન તૈયાર કર્યા પછી તેમાં સહી કરવા માટે ઓફિસે આવવું જરૂરી છે.
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ તથા નોટરી પબ્લિક છે.)
ravalindia@gmail.com
No comments:
Post a Comment