હવેના
સમયમાં વેપારીઓ અને ક્રેડીટ કાર્ડ કંપનીઓ સરળ ચુકવણી કરવાની યોજના અંતર્ગત
તેમજ પોતાનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને એક સરખાં માસિક હપતા (ઈએમઆઈ)
પદ્ધતિ દ્વારા ચુકવણી કરવાને ઑફર કરે છે. મોબાઈલ્સ, લેપટોપ્સ, ઈલેક્ટ્રોનિક
ઉપકરણો તેમજ અન્ય ગેઝેટ્સના વેચાણ માટે સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું
છે કે ઈએમઆઈ યોજના આવા ખરીદાયેલા ઉત્પાદનોનો તરત જ વપરાશ કરવા માટે તેમજ
હપતાઓ દ્વારા એક વિસ્તૃત સમય ગાળામાં એની ચુકવણી કરવામાં ઘણી મદદરૂપ થાય
છે. જ્યારે કોઈ યોજના પ્રથમ દૃષ્ટિએ આકર્ષક જણાશે પરંતુ જ્યારે તમે એમાં
ઊંડા ઉતરશો ત્યારે તમને અનુભવાશે કે એ યોજના અંતર્ગત ઈએમઆઈ દ્વારા ખરીદી
કરવામાં ઘણી વધારાની કિંમતો ઉમેરવામાં આવેલી હશે. અહીં કેટલીક કિંમતો
દર્શાવી છે કે જ્યારે તમે ઈએમઆઈ યોજના દ્વારા ખરીદી કરવાનો વિકલ્પ પસંદ કરો
ત્યારે એની તપાસ કરવાની અનિવાર્યતા છે :
તમે વળતર નથી મેળવતા :
સામાન્ય રીતે ઈએમઆઈના વિકલ્પ સાથે જે ઉત્પાદનો ખરીદાય છે તેમાં વળતરાનાં લાભો અથવા અન્ય કોઈ યોજનાઓ ઉપલબ્ધ થતી હોતી નથી, જે અન્યથા કેટલાક ઉત્પાદનો પર ઉપલબ્ધ હોય છે. દા.ત. ઈએમઆઈના વિકલ્પ અંતર્ગત 37000 રૂ.ની કિંમત ધરાવતો મોબાઈલ ફોન તમને એ જ દુકાનમાંથી ઈએમઆઈ વિના 36000 રૂ.માં પડે.
તમે ભારે રકમની ચુકવણી કરી રહ્યા છો:
મોટા ભાગની ઈએમઆઈ યોજનાઓ છૂપી કિંમતો સાથે લઈને જ આવે છે કે જે વ્યાજ તરીકે રજૂઆત પામતી હોય છે અને એ સગવડનો તમે ઉપયોગ કરવા માંગતા હો તો તમારે એની ચુકવણી કરવી પડે છે. એક ઉદાહરણ લઈને એની રજૂઆત કરીએ. ધારો કે તમે વેપારી દ્વારા ઑફર કરવામાં આવી હોય એવું 35000 રૂ. ની કિંમતના એલ.સી.ડી. ટી.વી. ઈએમઆઈ ના વિકલ્પ દ્વારા તમારી ક્રેડીટ કાર્ડ કંપની સાથે તમે જોડાયેલા છો તેના વડે ખરીદવાનો વિકલ્પ પસંદ કર્યો આ હપતાઓ 6 મહિનાના ઈએમઆઈ વિકલ્પના રૂપે છે અને ડાઉન પેમેંટના તમે 5000 રૂ. ચુકવો છો કે જેનું માસિક હપતામાં રૂપાંતર થવું જોઈએ. તેમ છતાં વધુ પૂછપરછ કરવા પર તમે અનુભવો છો કે 5000 રૂ.ના ડાઉન પેમેંટ કર્યા બાદ તમારા 6 મહિનાના હપતાઓ 5500 રૂ. તરીકે શરૂ થાય છે. જેના પરિણામ સ્વરૂપે તમે 3000 રૂ. કુલ બિલમાં વધારે ચુકવો છો. આ બાબત વ્યાજની ચુકવણી સૂચવે છે.
વ્યાજ સિવાયની અન્ય જુદી કિંમતોને ભૂલો નહી :
1. મોટા ભાગની કાર્ડ કંપનીઓ જ્યારે ઈએમઆઈના વિકલ્પને ખરીદી માટે પસંદ કરાઅમાં આવે છે ત્યારે પ્રોસેસિંગ ફી તરીકે અમુક રકમ ચાર્જ કરે છે કે જે નાણાકીય વ્યવહાર જેટલી રકમનો થયો હોય એના પર ટકાવારી મુજબનો હોય છે.
2. ઈએમઆઈ દ્વારા ચુકવણી કરવામાં તમે કોઈ હપતો સમયસર ચુકવવામાં નિષ્ફળ જાઓ તો તમારે ભારે દંડ ચુકવવાનો થાય છે. આવું એટલા માટે બને છે કે ઈએમઆઈ રકમ તમારા માસિક ક્રેડીટ કાર્ડ બિલમાં ઉમેરાયેલી હોય છે. અને ચુકવણીમાં કોઈ પણ પ્રકારની નિષ્ફળતાનો અર્થ એ થાય કે ચુકવણી ન કરવા બદલ 24 થી 36 % સામાન્ય વ્યાજ તરીકે ચાર્જ કરવામાં આવે + મોડી ચુકવણી કરવાની ફી + ટેક્ષીસ અને ઈએમઆઈની રકમ પર પાયાની વ્યાજની રકમ તરીકે જે ચોક્કસ રકમ થતી હોય એ પણ આવે.
3. ત્રીજી ફી કે જે તમારી ક્રેડીટ કાર્ડ કંપની તમારા પર ચાર્જ કરે છે તે એ કે જો તમે તમારા ઈએમઆઈ વહેલા બંધ કરી દો છો. આનો અર્થ એ કે જો તમે ગમે તેટલા હપતાઓ ચુકવવાના બાકી હોય એવે ટાણે ચુકવવાની બાકી સમગ્ર રકમ એક સાથે ચુકવવાનું નક્કી કરો તો પણ તમારા પર વહેલા હપતા ખરીદ યોજના બંધ કરવા પર દંડ લાગી જાય કે જે સામાન્ય રીતે મૂડીની મુખ્ય ચુકવવાની બાકી રકમ પર 2.5 થી 3 % વચ્ચેનો હોય છે.
તો તમારે ઈએમઆઈ યોજનાનો વિકલ્પ પસંદ કરતા પૂર્વે શું તપાસવું જોઈએ ?
તમે એ વિકલ્પ પસંદ કરો એ પૂર્વે ઈએમઆઈ સાથે જોડાયેલી જુદી જુદી શક્ય એવી કિંમતો ખરેખર યોગ્ય છે કે કેમ એ જાણવા એને લગતા શરતો અને નિયમોની તપાસ કરો. કંપની એના નિયમોમાં કોઈ પણ સમયે ફેરફાર કરી શકે છે એવી ફાઈન પ્રિંટને કાળજીપૂર્વક વાંચવાનું યાદ રાખો. ઈએમઆઈ તેમજ ડાઉન પેમેંટ સહિત જે કુલ કિંમતની તમે ચુકવણી કરી રહ્યા છો એને પણ ચેક કરવાની છે એ બાબત યાદ રાખો. જો તે રકમ ઉત્પાદનની એમઆરપીને ઓળંગી જાય તો એનો અર્થ એ થાય કે તમે વ્યાજના નામે અને પ્રોસેસિંગ ફીના નામે વધુ ચુકવણી કરી રહ્યા છો અને એ માટે તમે વધુ સારી ડીલ અન્યત્ર મેળવી શકો છો. તેથી હંમેશા જુદા જુદા સ્ટોરમાં જઈને ઉત્પાદનોની કિંમત તપાસો - બન્ને પ્રકારે, ઓફલાઈન તેમજ ઓનલાઈન. જો તમે કોઈ યોજનાનો વિકલ્પ પસંદ ના કરો તો તમે ઓછી કિંમતે કોઈ ઉત્પાદન મેળવી શકો છો.
તમારે યોજના બંધ કરવા અંગે વહેલી યોજના બંધ કરવા બદલ જે પેનલ્ટી ચુક્વવાની થાય છે એ માટે જે લવચિકતા (પ્રવાહીતા - સરળતા) ઉપલબ્ધ હોય એ અંગે પણ જોવું જોઈએ. તમારા હાલમાં અસ્તિત્વ ધરાવતા કાર્ડની ખરીદ મર્યાદા ઓછી થઈ જાય છે અને ઈએમઆઈ યોજના અંતર્ગત જે રકમની વસ્તુની ખરીદી કરી એમાં બાકીની રકમની હદ સુધી નીચે આવી જાય છે અને આ ધ્યાનમાં લેવા જેવી વધુ મહત્વની બાબત છે; ખાસ કરીને જો તમે હંમેશા ક્રેડીટ મર્યાદાની અત્યંત નજીક રહેતા હો.
ઈએમઆઈ યોજનાનો વિકલ્પ તમારે પસંદ કરવો જોઈએ કે નહીં ?
એક સારી ઈએમઆઈ યોજના ખરીદીને સરળ બનાવે છે. પરંતુ યાદ રાખો કે આ એક માત્ર રસ્તો છે કે જે તમને એવા મોંઘા ઉત્પાદનો ખરીદવા માટે ઉશ્કેરે છે કે જે ખરેખર તમે ખરીદી શકવા સમર્થ નથી. તેથી પ્રથમ વિકલ્પ તરીકે એને અવગણવાનો પ્રયત્ન કરો. કામકાજમાં રચ્યાપચ્યા રહો અને પછી ઈએમઆઈ પર આધારિત રહો એ સ્વસ્થ વ્યવહાર નથી, ખાસ કરીને જ્યારે એ તમારી અંગત નાણાકીય સ્થિતિ સાથે સંબંધિત બને છે ત્યારે. તેમ છતાં તમે કોઈ યોજનાનો વિકલ્પ પસંદ કરવા માગત હો તો તમારે એની સાથે સંકળાયેલી તમામ કિંમતોની ચોકસાઈ કરવી જોઈએ અને ત્યારબાદ એને લગતો નિર્ણય કરો કે એ વસ્તુ લેવી જોઈએ કે નહીં.
સાર સંક્ષેપ :
1. જ્યારે તમે ઈએમઆઈનો વિકલ્પ પસંદ કરો ત્યારે વધારાની કિંમતો :
વ્યાજની રકમ, પ્રોસેસિંગ ફી, વળતરની ગેરહાજરી, ઈએમઆઈની ચુકવણીમાં કોઈ ખામી
સર્જાય ત્યારે થતો દંડ અને વહેલા યોજના બંધ કરવા અંગેનો દંડ.
2. જ્યારે ઈએમઆઈ યોજનાનો વિકલ્પ પસંદ કરો ત્યારે ચકાસવા જેવી બાબતો :
ફાઈન પ્રિંટનો શબ્દે શબ્દ વાંચો, એમઆરપી સાથે તમે ચુકવી રહેલ રકમની એકે એક
વિગતની સરખામણી કરો, જુદા જુદા સ્ટોરમાં વસ્તુની કિંમતની તુલના કરો, જુઓ કે
ઈએમઆઈ યોજનાના વિકલ્પ સિવાય પણ કોઈ જગ્યાએ તમે વળતર મેળવી શકો છો કે
કેમ, પૂર્વે ચુકવણી કરવા બદલ જે દંડ તમે ભરો છો એનું વિશ્લેશણ કરો અને ક્રેડીટ
મર્યાદામાં થનારા પરિવર્તન બાબત ચોકસાઈ કરો.

No comments:
Post a Comment