ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો દ્વારા ઉપલબ્ધ સ્કીપ - ટ્રેસ ટૂલ્સ વપરાશકારને હાલમાં અસ્તિત્વ ધરાવતાં કે સંભવિત ગ્રાહકોના વૈકલ્પિક કોન્ટેક્ટ તથા વ્યવસાયનાં સ્થળોની જાણકારી અપાવે છે તથા તેના ક્રેડિટ સંપર્ક અને ચુકવણીના વર્તન અંગે ચિત્ર રજૂ કરે છે . આ કામગીરી સામાન્ય રીતે તમામ સંભવિત સંપર્ક વિગતોના વિશ્લેષણથી થાય છે જેમાં સરનામું અને ટેલિફોન નંબરનો સમાવેશ થાય છે .
ખાનગી ક્ષેત્રના એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે , હવે ક્રેડિટ બ્યૂરો ડિફોલ્ટર તેનું સ્થળ બદલે તોપણ તેને ઓળખી શકે છે . જો ડિફોલ્ટર સમાન નામનો ઉપયોગ કરે અને પાન નંબર જેવા ઓળખના પુરાવાનો ઉપયોગ કરે તોપણ સિસ્ટમ આ ડિફોલ્ટરને ઓળખી જશે .
દેશની સૌ પ્રથમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીમાં કન્ઝ્યુમર રિલેશન અને કોમ્યુનિકેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ હર્ષલા ચાંદોલકરે જણાવ્યું હતું કે , ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ( ઇન્ડિયા ) લિમિટેડ પાસે CIBIL લોકેટ પ્લસ તરીકે ઓળખાતું ટૂલ છે , જે ધિરાણ કરનારાઓને ગ્રાહકોની સમયસર , સમાવેશક અને લેટેસ્ટ સંપર્કની વિગતો ઓફર કરે છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે , આ માહિતીનો ઉપયોગ કરીને ક્રેડિટ આપનાર વસૂલાતની ખાતરી માટે યોગ્ય સમયે ગ્રાહકનો સંપર્ક સાધી શકે છે .
ઇક્વિફેક્સ અને એક્સપિરિયન જેવા અન્ય ક્રેડિટ બ્યૂરો પણ સમાન પ્રોડક્ટ ઓફર કરે છે . સ્થાનિક કલેક્શન એજન્સીઓ ડિફોલ્ટર્સને ઝડપી લેવા માટે પદ્ધતિનો ઉપયોગ કરે છે . ખાસ કરીને નાના કદની પર્સનલ લોન સેગમેન્ટમાં તેનો ઉપયોગ કરે છે .
ઉલ્લેખનીય છે કે રિટેલ અથવા પર્સનલ લોન સેગમેન્ટમાં બેન્કો નોંધપાત્ર પ્રમાણમાં નોન - પરફોર્મિંગ લોન ધરાવતી નથી . પરંતુ ધીમા અર્થતંત્રના કારણે કંપનીઓ તરફથી નાણાભંડોળની માટેની માંગ ઘટી રહી છે ત્યારે ખાનગી ક્ષેત્રની બેન્કો બિઝનેસને વેગ આપવા માટે તથા નફાકારકતાને વધારવા માટે રિટેલ અથવા વ્યક્તિગત લોનને વેગ આપી રહી છે . તેઓ એ બાબતની વિશેષ ખાતરી કરવા માંગે છે કે તેમનાં નાણાં તેમની પાસે પાછાં ફરે . 2008 માં મોટા ભાગની બેન્કોને એનપીએનો માર પડ્યો હતો .
No comments:
Post a Comment