Translate

Friday, December 12, 2014

ભારતીય કંપનીઓ રશિયા પાસેથી $2.1 અબજના હીરા ખરીદશે

ભારતના ડાયમંડ બિઝનેસને ગુરુવારે મોટી સફળતા મળી છે. દેશની 12 કંપનીએ રશિયાની અગ્રણી માઇનિંગ કંપની અલરોઝા સાથે આગામી ત્રણ વર્ષ સુધી 2.1 અબજ ડોલરના હીરાની સીધી આયાત કરવાના કરાર કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિને વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમાં ભારતીય કંપનીઓએ અલરોઝા સાથે ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, "અમે આજે અલરોઝા સાથે આગામી ત્રણ વર્ષમાં ૨.૧ અબજ ડોલરની આયાત કરવા 12 કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.'' રશિયા વિશ્વમાં હીરાનું સૌથી મોટું ઉત્પાદક છે. જ્યારે ભારત કટ અને પોલિશ્ડ ડાયમંડનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે.

અલરોઝા સાથે કરાર કરનારી 12 કંપનીમાં કિરણ જેમ્સ, એશિયન સ્ટાર અને રોઝી બ્લ્યૂ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. દરેક કંપનીએ અલરોઝા સાથે અલાયદા કરાર કર્યા છે. મુંબઈની રોઝી બ્લૂ ઇન્ડિયાના એમડી રસેલ મહેતાએ જણાવ્યું હતું કે, "વિવિધ કોન્ટ્રાક્ટ હેઠળ અલરોઝાએ ત્રણ વર્ષ સુધી દર વર્ષે 70 કરોડ ડોલરના ડાયમંડ સપ્લાય કરવાની ખાતરી આપી છે.

કરારને લીધે ટ્રેડિંગ હબ દ્વારા ચાર્જ કરાતા કમિશનમાં નોંધપાત્ર બચત થશે.'' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "દરેક કંપનીએ હીરાની (આયાતની) જુદી જુદી ક્વોન્ટિટી અને ગુણવત્તા માટે જોડાણ કર્યું છે. ડાયમંડનો સપ્લાય ભાવ માસિક ધોરણે બજાર ભાવના આધારે નિર્ધારિત કરાશે.'' ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં દુબઈ અને એન્ટવર્પ (બેલ્જિયમ)થી હીરાની આયાત કરે છે. સીધી આયાતના કરારથી રશિયાને આ દેશોની તુલનામાં લાભ મળશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports