Translate

Monday, December 8, 2014

UNની બેઠકથી જેનેરિક દવા કંપનીઓ ચિંતામાં

બનાવટી દવા સંબંધિત ગુના માટે કડક દંડ લાદવાના કાયદાનું માળખું ઘડવા યુનાઇટેડ નેશન્સ વિયેનામાં સોમવારથી બંધ-બારણે બે દિવસની બેઠક યોજી રહી છે.

UNના સભ્ય દેશો આ મોડલ કાયદો અપનાવીને તેનું અમલીકરણ કરશે તો ભારતમાં તૈયાર થયેલો જેનેરિક દવાનો જથ્થો જપ્ત થવાનો ભય ઊભો થયો છે અને 2008માં યુરોપિયન યુનિયન દ્વારા જે રીતે જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેવી જ ઘટના ફરી સર્જાવાની શક્યતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કાયદેસર જેનેરિક દવાના વેપાર પર પણ અસર પડી શકે છે.

ભારત UN ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ (UNODC) એક્સ્પર્ટ ગ્રૂપનો ભાગ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં જેનેરિક દવાનો ઘણો મોટો જથ્થો પૂરો પાડતો દેશ હોવાથી આપણી સપ્લાય ચેઇન પર તેની સીધી અસર થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, 'બનાવટી' દવાની વ્યાખ્યા ઘણા સમયથી વિવાદમાં રહી છે. કોઈ દેશમાં જેનેરિક દવા કાયદેસર છે જ્યારે કેટલાક દેશો તેને નકલી ગણે છે કારણ કે, ટ્રેડમાર્ક અને પેટન્ટ ભંગના કાયદા અને નિયમો પ્રત્યેક દેશ પ્રમાણે અલગ અલગ હોય છે.

આ વિવાદ 2008માં વધારે વકર્યો હતો જ્યારે યુરોપિયન યુનિયનનાં બંદરો ખાતે કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા જેનેરિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થો ભારતમાંથી નીકળ્યો હતો અને લેટિન અમેરિકા તથા આફ્રિકાના દેશો તરફ જઈ રહ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ તેમના દેશોના પેટન્ટ અને ટ્રેડમાર્કના નિયમભંગની શંકાને આધારે આ જથ્થો જપ્ત કરી લીધો હતો પણ જે દેશોમાં તેને મોકલવાનો હતો ત્યાં આવી જેનેરિક દવાઓ કાનૂની માન્યતા ધરાવે છે.

બ્રાઝિલ જેવા અન્ય વિકાસશીલ દેશોના પીઠબળને જોરે ભારતે 'નકલી' દવાની વ્યાખ્યામાંથી બૌદ્ધિક સંપદા અધિકાર (IPR) સંબંધિત બાબતોને બાકાત રાખવા માટે વૈશ્વિક ફોરમો ખાતે રજૂઆતો કરી હતી, જેમાં ભારતને આંશિક સફળતા પણ મળી હતી પરંતુ વૈશ્વિક સ્તરે તેને સ્વીકૃતિ મળી નથી.

ભારતની દવા કંપનીઓ અને જાહેર આરોગ્ય માટે કામ કરતા કાર્યકરો આરોપ લગાવે છે કે, અગ્રણી ફાર્મા કંપનીઓ તેમના કોમર્શિયલ હિતને સાચવવા માટે જાણીજોઈને IPR સંબંધિત પ્રશ્નોને 'નકલી' દવા સાથે જોડી દે છે. જોકે, દવાની શોધ કરનાર કંપનીઓ આ આરોપને ફગાવી દે છે.

ભારતીય દવા કંપનીઓના જૂથ ઇન્ડિયન ફાર્મા એલાયન્સ (IPA)ના સેક્રેટરી જનરલ ડી જી શાહે કહ્યું હતું કે, "જો (ડ્રાફ્ટ મોડલ કાયદો) સભ્ય દેશોને તેમના કાનૂની ક્ષેત્રમાં 'નકલી મેડિકલ પ્રોડક્ટ' તરીકે વર્ગીકરણ કરવાની છૂટ આપતો હોય તો આવી દવાને ટ્રાન્ઝિટ વખતે જ જપ્ત કરો, ઉત્પાદક, ડિસ્ટ્રિબ્યુટર અને એજન્ટની સામે ફોજદારી ગુનો દાખલ કરો."

UNODC દ્વારા સૂચિત મોડલ કાયદાનો ડ્રાફ્ટ નવેમ્બરના અંતે તૈયાર થયો હતો, જેની સમીક્ષા ઇકોનોમિક ટાઇમ્સે પણ કરી છે. આ ડ્રાફ્ટમાં 'નકલી મેડિકલ પ્રોડક્ટ'ની વ્યાખ્યા કરતી વખતે IPR સંબંધિત નિયમભંગને નિશ્ચિતપણે બાકાત રાખવામાં આવ્યા નથી. આ ડ્રાફ્ટ સભ્ય દેશોને મોડલ કાયદામાં સૂચવેલા નિયમ કરતાં તેમના દેશોમાં પ્રવર્તતા કાયદા પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports