Translate

Saturday, December 13, 2014

બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત

(તસવીરઃ ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગ)બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત

 
લંડનઃ હિંદુજા ગ્રુપે સ્પેનની ઇન્ડસ્ટ્રિયલ કંપની સાથે હિસ્સેદારી નોંધાવીને યુકેની ઐતિહાસિક એવી ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગ ખરીદી લીધી છે. આ ઓફિસ એક સમયે યુદ્ધ વખતે બ્રિટનનાં વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પાસે હતી.  
 
આ ઐતિહાસિક ઇમારતને એનઆરઆઇ ઉદ્યોગપતિઓ તેમજ હિંદુજા ગ્રુપનાં ચેરમેન એસ પી હિંદુજા અને સહ ચેરમેન જી પી હિંદુજાએ ઓબ્રાસ્કોન હુઆર્તે લેઇન ડેસારોલોસ (ઓએચએલડી) સાથે હિસ્સેદારી નોંધાવીને ખરીદી છે. 
 
સેન્ટ્રલ લંડનનાં 57 વ્હાઇટહોલ ખાતે આવેલી આ સીમાચિહ્નરૂપ ઇમારતને હવે નવો ઓપ આપીને ત્યાં એક ફાઇવ સ્ટાર હોટેલ અને રહેણાંક એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત અહીં કેટલાક પ્રાઇવેટ ફંકશન રૂમ તેમજ સ્પા અને ફિટનેસ ફેસિલીટી પણ હશે. 
 
ઇમારતમાં આ પહેલા જાહેર જનતાને પ્રવેશ નહતો, પણ હવે એવી ખાતરી આપવામાં આવી છે કે રી ડેવલપમેન્ટ યોજના હેઠળ ઇમારતમાં આઉટડોર પબ્લિક સ્પેસ પૂરી પાડીને જાહેર જનતાને પ્રવેશ પૂરો પાડવામાં આવશે.  
 
બ્રિટનનાં સંરક્ષણ મંત્રાલયે પણ આ સોદાને સમર્થન આપ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે 57 વ્હાઇટહોલ તરીકે જાણીતી 5.80 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી આ પ્રોપર્ટીને હરીફાઇયુક્ત માર્કેટિંગ પ્રક્રિયા દ્વારા આ કંપનીઓને 250 વર્ષનાં ભાડાપટ્ટે વેચવામાં આવી છે. સોદાની રકમ જાહેર નથી કરવામાં આવી.
 
કંપની વતી શ્રીચંદ પી હિન્દુજા અને ગોપીચંદ પી હિન્દુજાએ જણાવ્યું હતું કે, અમે આ વારસાનું માન જાળવવા અને આ રાષ્ટ્રીય ધરોહરને પુનર્જિવિત કરીને તેનાં દરજ્જાને ઉપર ઉઠાવીશું અને લોકો સાથે તેનું પુનઃ જોડાણ કરીશું. 
 
એક સમયે ચર્ચિલની ઓફિસ રહી ચૂકેલી આ ઇમારતને 20મી સદીનાં શરૂઆતનાં તેમજ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તે વચ્ચેનાં વર્ષોમાં બનાવવામાં આવી હતી. 
 
ઇતિહાસ તેમજ વ્હાઇટહોલનાં વારસામાં અમૂલ્ય યોગદાન આપનાર ઓલ્ડ વોર ઓફિસ ઘણા અત્યંત મહત્વપૂર્ણ બનાવોની સાક્ષી રહી છે, ખાસ કરીને વિશ્વયુદ્ધ દરમિયાન, અહીંની દિવાલો વચ્ચે જ અગત્યનાં નિર્ણયો લેવાતા હતા.
 
કેવી રીતે ઉભું થયું હિન્દુજા ગ્રુપ, હિંદુજા રહે છે 3000 કરોડનાં બંગલામાં
 
બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત

તસવીરઃ હિન્દુજા ભાઇઓ ડાબેથી જમણે- અશોક હિન્દુજા, પ્રકાશ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા અને શ્રીચંદ હિન્દુજા (બેઠા છે)
 
 
દુનિયાનાં 100 સૌથી ધનિકોમાં સામેલ હિંદુજા
 
20મી સદીમાં દુનિયાભરમાં પોતાનો વ્યવસાય ફેલાવીને અબજોની સંપત્તિ હાંસલ કરનારા ભારતીયોમાં એક નામ સામેલ છે શ્રીચંદ પી હિંદુજા.સામાન્ય રીતે સમાચારોથી દૂર રહેતા હિંદુજાએ 2006માં આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું હતું, જ્યારે  તેમણે બ્રિટનની રાણી દ્વારા વેચવામાં આવેલ એક મહેલને ખરીદીને તેને પોતનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. તેમનું નિવાસ સ્થાન દુનિયાનું ત્રીજું સૌથી મોંઘુ ખાનગી નિવાસસ્થાન છે.
 
અનેક ક્ષેત્રોમાં કાર્યરત હિંદુજા ગ્રુપનાં સ્થાપક અને ચેરમેન શ્રીચંદ પી હિંદુજા દુનિયાનાં ટોચનાં ધનિકોમાં સામેલ છે. તેઓ બ્રિટનનાં સૌથી ધનિક વ્યક્તિ છે. 1990નાં દાયકાથી તેઓ યુકે અને એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન મેળવતા આવ્યા છે. મે, 2014માં  સન્ડે ટાઇમ્સની ધનિક વ્યક્તિઓની યાદીમાં હિન્દુજાને 11.9 અબજ પાઉન્ડ (20.04 અબજ ડોલર)ની સંપત્તિ સાથે બ્રિટનનાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા. ફોર્બસની યાદીમાં તેઓ દુનિયાનાં 94મા સૌથી ધનિક વ્યક્તિ છે.
 
મુંબઇમાં પિતાનાં ટેક્સટાઇલ વ્યવસાયમાં જોડાઇને પોતાની કારકિર્દી શરૂ કરનાર હિંદુજાએ 1960નાં દાયકામાં ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ સંગમનાં ઓવરસીઝ રાઇટ્સ મેળવતા તેમનાં નસીબ ખુલી ગયા હતા. હિંદુજાએ મધ્ય પૂર્વનાં બજારોમાં આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન કર્યું હતું, ફિલ્મને મળેલી અનપેક્ષિત સફળતાએ તેમને લાખોની કમાણી કરાવી આપી. આ ઉપરાંત તેમણે ડુંગળી અને બટાટાનું પણ વેચાણ કર્યું અને ભારતમાઁથી ઇરાનમાં આયર્ન ઓરની નિકાસ પણ કરી.
 
બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત
80નાં દાયકામાં ટાટા,બિરલાની હરોળમાં આવ્યા
 1980નાં દાયકામાં બ્રિટિશ કંપની લીલેન્ડ પાસેથી અશોક લીલેન્ડનું અને શેવરોન પાસેથી ગલ્ફ ઓઇલનું હસ્તાંતરણ કરીને તેમજ 1990નાં દાયકામાં સ્વિટ્ઝરલેન્ડ તેમજ ભારતમાં બેન્કોની સ્થાપના કરીને હિંદુજાએ ભારતમાં ટાટા, બિરલા અને અંબાણીની સમકક્ષ પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું હતું. વર્ષ 2012માં હિંદુજા ગ્રુપે દુનિયાની સૌથી મોટી મેટલ ફ્લુઇડ્સ ઉત્પાદક એવી યુએસની કંપની હ્યુટન ઇન્ટરનેશનલનો 100 ટકા હિસ્સો ખરીદી લીધો.

અનેક સેક્ટરમાં હાજરી

હિંદુજાનું વ્યાવસાયિક વલણ અવસરવાદી અને રૂઢિચુસ્ત છે. તેઓ ઓઇલ અને ગેસ, બેંકિંગ અને ફાઇનાન્સ, આઇટી,રિયલ એસ્ટેટ, એનર્જી અને કેમિકલ, પાવર, મીડિયા તેમજ એન્ટરટેઇનમેન્ટ જેવા ડાયવર્સિફાઇડ સેક્ટર્સમાં રોકાણ કરે છે.

(ફોટો- કાર્લટન હાઉસ ટેરેસનો બહારનો ભાગ)
 3000 કરોડ રૂપિયાનો બંગલો

ફોર્બ્સ લાઇફના એક્ટોબર ઇશ્યુમાં લંડનમાં બકિંગહમ પેલેસ પાસે આવેલા હિન્દુજાનાં નિવાસ સ્થાન કાર્લટન હાઉસ ટેરેસની કિંમત 50 કરોડ ડોલર (3000 કરોડ રૂપિયાની આસપાસ) હોવાનું જણાવાયું છે. જે તેને દુનિયાનું ત્રીજું સૌથી મોંઘુ ખાનગી મકાન બનાવે છે. બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત
 હિન્દુજા શરાબને ક્યારેય હાથ નથી અડાડતા તેમજ ચુસ્ત શાકાહારી છે. બકિંગહમ પેલેસામં બ્રિટનનાં મહારાણીનાં ડાઇનિંગ બેન્કવેટમાં તેઓ પોતાનું વેજીટેરિયન ફૂડ લાવવા માટે જાણીતા છે.
 
 
 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports