Translate

Thursday, December 4, 2014

ભારતમાં ગૂગલની આવક રૂ.3,000 કરોડને પાર

ભારતમાં સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલની આવકનો આંકડો રૂ.3,000 કરોડને વટાવી ગયો છે. કંપની આગામી સમયમાં દેશના નાના અને મધ્યમ એકમો (SMB) પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે.

કંપનીએ SMEs માટે 'ગૂગલ માય બિઝનેસ' એપ લોન્ચ કર્યું છે, જે તેમને ગૂગલ પર બિઝનેસની માહિતી અપડેટ કરવામાં મદદ કરશે.

ગૂગલ ઇન્ડિયાના SMB સેલ્સના હેડ સૂર્યનારાયણ કોડુકુલ્લાએ જણાવ્યું હતું કે, ભારત SMB સેગમેન્ટમાં સૌથી વધુ ઝડપે વધતું બજાર છે. વિશ્વભરમાં 20 લાખ નાના અને મધ્યમ બિઝનેસ ગૂગલના એડ્. પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. કોડુકુલ્લાએ જણાવ્યું હતું કે, "ભારતમાં લગભગ એક કરોડ SMBs છે, જે ઓનલાઇન બની શકે.'' ગૂગલના સર્વેક્ષણમાં ભારતમાં 4.8 કરોડ SMBs હોવાનું તારણ મળ્યું હતું. ફેબ્રુઆરીમાં ગૂગલે જણાવ્યું હતું કે, કંપની 2015 પૂરું થતા સુધીમાં ભારતની પાંચ લાખ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (SMEs)ને ઓનલાઇન કરવાની યોજના ધરાવે છે. અગાઉ ચાલુ વર્ષે ગૂગલે 3 લાખથી વધુ SMBsને ઓનલાઇન કર્યા હોવાની માહિતી આપી હતી. સમગ્ર પ્રક્રિયાનો હેતુ SMBsને ગૂગલ પર લાવવાનો છે અને યુઝર સર્ચ કરે ત્યારે આ એકમોની માહિતી આપવાનો છે. ગૂગલ નાના અને મધ્યમ બિઝનેસ માટેની ઓફર્સને પ્રચલિત કરવા બેંગલોર, ચેન્નાઈ, જયપુર અને ચંદીગઢ સહિતના ૬ ભારતીય શહેરમાં રોડ શો કરી રહી છે.

નવેમ્બર 2011માં ગૂગલે ત્રણ વર્ષમાં પાંચ લાખ SMBsને ઓનલાઇન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. ગૂગલે SMBsને વિના મૂલ્યે વેબસાઇટ પૂરી પાડવા વેબ હોસ્ટિંગ કંપની હોસ્ટગેટર સાથે ભાગીદારી કરી છે. ગૂગલની હરીફ ફેસબુક પણ વિજ્ઞાપન માટે નાના અને મધ્યમ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ગૂગલના જણાવ્યા અનુસાર તે ભારતમાં 9 લાખ SMBs ધરાવે છે અને વિશ્વભરમાં 3 કરોડ એક્ટિવ SMB પેજ છે. અત્યારે ગૂગલની વૃદ્ધિ ઇ-કોમર્સ અને ડિજિટલ બિઝનેસને આભારી છે. જેમણે ઓનલાઇન વિજ્ઞાપન માટે મોટું માર્કેટિંગ બજેટ ફાળવ્યું છે. વિવિધ બિઝનેસ તેમની પ્રોડક્ટ્સ અને સર્વિસિસની એડ્. માટે એડવર્ડ્સનો ઉપયોગ કરે છે. ઉપરાંત, ગૂગલ ક્લાઉડ આધારિત પ્રોડક્ટ્સ માટે 'ગૂગલ એપ્સ ફોર બિઝનેસ'નું વેચાણ કરે છે. જેમાં વેબ મેઇલ, કેલેન્ડર્સ અને ક્લાઉડ સ્ટોરેજનો સમાવેશ થાય છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports