Translate

Wednesday, December 1, 2010

BSNL લેન્ડલાઇન પર હવે STD કૉલ પણ લોકલ

બીએસએનએલ દેશભરમાં તેની ફિકસ્ડ લાઇન નેટવર્ક પરથી લેન્ડ લાઇન નંબર પરના તમામ લોંગ ડિસ્ટન્સ કોલને લોકલ કોલ ગણશે. બજારમાં


અગાઉ ઇજારાશાહી ધરાવતી જાહેર ક્ષેત્રની કંપનીએ તેના નોન-મોબાઇલ બિઝનેસમાંથી રાહત મેળવવા નિર્ણય કર્યો છે.

ખોટ કરતી કંપનીના તમામ 2.7 કરોડ લેન્ડલાઇન ગ્રાહકો બુધવારથી સુવિધા મેળવી શકશે. તેમણે દેશના કોઇપણ લેન્ડલાઇન પર કોલ કરતી વખતે એસટીડી ચાર્જ ચુકવવા પડશે નહીં. બીએચએનએલની હિલચાલને ટેલિકોમ ઉદ્યોગના નિરીક્ષકો લોંગ ડિસ્ટન્સ ટેરિફ માટે અલગ સ્લેબની નાબૂદી તરફના પ્રથમ પગલાં તરીકે જોવે છે.

ટેલિકોમ એનાલિસ્ટ્સ જણાવે છે કે તેનાથી લેન્ડલાઇન બિઝનેસમાં ભાવયુદ્ધ છેડાઈ શકે છે તેમજ એમટીએનએલ , ભારતી એરટેલ , રિલાયન્સ કમ્યુનિકેશન અને ટાટા ટેલિસર્વિસિસ અને ફિકસ્ડ લાઇન સર્વિસ ઓફર કરતા બીજા ખેલાડીઓને પણ આવો નિર્ણય કરવાની ફરજ પડી શકે છે.

એમટીએનએલના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે કંપની બીએસએનએલનું અનુસરણ કરી શકે છે. જોકે ખાનગી લેન્ડલાઇન ઓપરેટર્સે જણાવ્યું હતું કે તેઓ બીએસએનએલની ઓફરનો અભ્યાસ કરી રહ્યા છે.

બીએસએનએલએ જણાવ્યું છે કે ટેરિફ ઉપરાંત પલ્સ રેટ પણ કોલ કોલ મુજબના હશે. સરળ શબ્દમાં કહીએ તો લોંગ ડિસ્ટન્સ કોલમાં 180 સેકન્ડની પલ્સ ગણાશે. અગાઉ એસટીડી કોલમાં મિનિટ દીઠ ચાર્જ લેવામાં આવતા હતા.

હાલમાં ગ્રાહકના ટેરિફ પ્લાનના આધારે બીએસએનએલના કોલનો ચાર્જ ત્રણ મિનિટ માટે 80 પૈસાથી રૂ. 1.20 ની રેન્જમાં છે અને ભાવમાળખું ડિસ્ટન્સને ધ્યાનમાં રાખ્યા વગર તમામ લેન્ડ ટુ લેન્ડલાઇન કોલને લાગુ પડશે. ચાર્જ મોબાઇલ પરના લોંગ ડિસ્ટન્સ ટેરિફ કરતા પણ સસ્તા થાય છે. મોબાઇલમાં રેટ હાલમાં મિનિટ દીઠ 60 પૈસાથી રૂ. 1.50 છે.

બીએસએનએલએ જણાવ્યું છે કે સુવિધા હાલના તમામ ગ્રાહકોને મળશે. ગ્રાહકોએ તેમના લેન્ડલાઇન માટે એસટીડી સુવિધા એક્ટિવેટ કરાવવી પડશે નહીં.

કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે લેન્ડલાઇન સર્વિસના વધુ ઉપયોગ માટે કોર્પોરેટ ઇન્ડિયાના આકર્ષવવા માટે બીએસએનએલ ભાવમાળખુ , વધુ સારી વોઇસ ક્વોલિટી અને કોલ ડ્રોપ્સના અભાવ અંગે એડ કેમ્પેઇન શરૂ કરવા સજ્જ છે.

ટેલિકોમ કન્સલ્ટીંગ ફર્મ કોમ ફર્સ્ટના ડિરેક્ટર મહેશ ઉપ્પલે જણાવ્યું હતું કે હાલમાં ફિકસ્ડ લાઇનના સૌથી મોટા યુઝર્સ એવા બિઝનેસ સમુદાય અને ઓફિસો માટે તે આકર્ષક બનશે.

તેનાથી કંપનીને નુકસાન થશે નહીં , કારણ કે કંપની પાસે ફિકસ્ડ લાઇનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોજૂદ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીએસએનએલની આવક પાયામાં વધારા ઉપરાંત તેનાથી કંપની ફિકસ્ડ લાઇન નેટવર્ક પરની તેની વધારાની ક્ષમતાનો પણ ઉપયોગ કરી શકશે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 07
12:30 Foreign Currency Reserves 1 726B 753B
20:00 Fed's Kugler speech 2
20:00 Bank of Canada Business Outlook Survey 2
21:00 3-Month Bill Auction 1 4.175% 4.205%
21:00 6-Month Bill Auction 1 4.00% 4.07%
Tuesday, Apr 08
00:30 Consumer Credit Change 1 $15.20B $18.08B
03:30 NZIER Business Confidence (QoQ) 2 16%
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.9%
07:00 National Australia Bank's Business Confidence 1 -1
07:00 National Australia Bank's Business Conditions 1 4
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener