Translate

Friday, December 3, 2010

મ્યુચ્યુઅલ ફંડ માટે SEBIનો એક વધુ નિયમ

મુંબઈ : સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ જણાવ્યું હતું કે જો મ્યુચ્યુઅલ ફંડને અરજી અને નાણાં બપોરના

બે વાગ્યા પહેલાં ન મળે તો લિક્વિડ ફંડોના રોકાણકારોને અરજીની તારીખના અગાઉના દિવસની નેટ એસેટ વેલ્યૂ (એનએવી) નહીં મળે.


બજારની નિયમનકર્તાએ શુક્રવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે લિક્વિડ ફંડના રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડને જે દિવસે નાણાં મળશે તેની અગાઉના દિવસની એનએવી જ મળશે. પછી ભલે તે દિવસે ગમે તે સમયે અરજી આપી હોય.

સેબીએ જણાવ્યું હતું કે , એવું જોવા મળ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડો સ્કીમના ખાતામાં ચોખ્ખું ભંડોળ પ્રાપ્ત કર્યા વિના નાણા ભંડોળ રોકતા હોય છે. સારી પદ્ધતિની એક બાબત તરીકે અને સિસ્ટમને લગતા જોખમને ટાળવા માટે ચોક્કસ જોગવાઈઓને સુધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નિયમનકર્તાએ કહ્યું હતું કે લિક્વિડ સ્કીમ્સમાં જો અરજી બપોરે બે વાગ્યા પહેલાં રજૂ કરવામાં આવે અને રોકાણનાં સમગ્ર નાણાં અંતિમ સમય (કટ-ઓફ ટાઇમ) પહેલાં બેન્ક ખાતામાં જમા કરેલા હશે તેમજ ધિરાણની કોઈ સુવિધા વિના નાણાં ઉપલબ્ધ હશે તો જ યુનિટોની ફાળવણી કરવામાં આવશે. આ જ શરતો લિક્વિડ પ્લસ કે અન્ય ડેટ સ્કિમ્સમાં સ્વિચિંગ દરમિયાન યુનિટ્સના એલોટમેન્ટ માટે લાગુ પડશે.

લિક્વિડ સ્કીમ્સના રોકાણકારો , મુખ્યત્વે કંપનીઓએ મોટા ભાગે એવી રીત અપનાવી છે કે જેમાં તેમણે કટ-ઓફ સમય પહેલાં અરજી રજૂ કરી હતી અને તેની સાથે સાથે ફંડ હાઉસને લિક્વિડ પ્લસ સ્કીમમાં સ્વિચ કરવાનું પણ જણાવ્યું હતું. આથી રોકાણકારોને લિક્વિડ સ્કીમની અગાઉના દિવસની એનએવી પ્રાપ્ત થાય છે અને લિક્વિડ પ્લસ સ્કીમનું વળતર એ જ દિવસે મળે છે.

મ્યુચ્યુઅલ ફંડના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેબીનું પગલું લિક્વિડ સ્કીમ્સમાં આવતા રોકાણપ્રવાહ પર અસર કરે એવી શક્યતા છે. કંપનીઓ તેમની પાસેનાં ફાજલ નાણાં આ સ્કીમ્સમાં રોકતી હોય છે.

એક બેન્ક પ્રમોટેડ મ્યુચ્યુઅલ ફંડના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે , ધારો કે કોઈ રોકાણકારે સવારે 10 વાગ્યે આરટીજીએસ ચુકવણી કરી છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડને તે કટ - ઓફ ટાઇમ બપોરે 2.00 પછી જ મળે છે તો તે અગાઉના દિવસની એનએવી પ્રાપ્ત નહીં કરી શકે . વળી , તેનાં નાણાં અમારી પાસે એક દિવસ એમને એમ પડી રહેશે .

આરટીજીએસ એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ , જે બેન્કો વચ્ચે નાણાંની હેરફેર કરવાની સૌથી ઝડપી રીત છે .

અન્ય એક બેન્ક પ્રમોટેડ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરે કહ્યું હતું કે , હવે ફંડ હાઉસિસ અને કંપનીઓ ( રોકાણકારો ) વચ્ચે સમયની બાબતમાં ઝઘડા થશે . કંપનીઓ અને હાઈ નેટવર્થ રોકાણકારો સમયસર નાણાં ટ્રાન્સફર નહીં કરતા હોવાનું જાણીતું છે અને ઘણીવાર વિલંબ માટે અમને દોષ દે છે .

સેબીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટર્વલ પ્લાન્સને ફરજિયાત રીતે લિસ્ટ કરવામાં આવશે અને રોકાણકારો ચોક્કસ ટ્રાન્ઝેક્શન ગાળા ( જે દરમિયાન સ્કીમમાં ભરણું તેમજ ઉપાડ કરી શકાય ) દરમિયાન જ રિડિમ કરી શકશે . વેલ્યૂ રિસર્ચના ધીરેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર , સેબીનું પગલું લોજિસ્ટિકલ સમસ્યા પેદા કરી શકે છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
00:30 Consumer Credit Change 1 $-0.81B $15.20B $18.08B
03:30 NZIER Business Confidence (QoQ) 2 19% 16%
04:40 Fed's Goolsbee speech 2
07:00 National Australia Bank's Business Conditions 1 4 4
07:00 National Australia Bank's Business Confidence 1 -3 -2 Revised from -1
11:15 Unemployment Rate s.a (MoM) 1 2.7%
15:30 NFIB Business Optimism Index 1 101.3 100.7
18:25 Redbook Index (YoY) 1 4.8%
19:30 Ivey Purchasing Managers Index 2 53.6
19:30 Ivey Purchasing Managers Index s.a 2 53.2 55.3
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener