Translate

Wednesday, October 1, 2014

ASIAD : બોક્સર મેરિકોમને ઐતિહાસિક ગોલ્ડ

(ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તિરંગા સાથે મેરિકોમ.)
 
ઇંચિયોન : 17માં એશિયન ગેમ્સના 12માં દિવસે ભારતની સ્ટાર બોક્સર એમસી.મેરિકોમે શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મેરિકોમે મહિલા ફ્લાઇવેટ વર્ગની ફાઇનલમાં કઝાકિસ્તાનની ઝૈના શેકેરબેકોવા 2-0થી વિજય મેળવ્યો હતો. આ ગોલ્ડ સાથે ભારતે એશિયન ગેમ્સ-2014માં સાતમો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. બીજી તરફ ભારતની સરિતા દેવીએ બ્રોન્ઝ મેડલ સ્વિકારવાની ના પાડી હતી. રેફરીએ વિવાદાસ્પદ મેચમાં તેને ઓછા પોઈન્ટ આપતા પરાજય થયો હતો. ભારતની એથ્લેટ ટિંટૂ લુકાએ શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ મેળવ્યો છે. ટિંટૂએ વિમેન્સની 800 મીટર દોડમાં સિલ્વર મેળવ્યો હતો. સુષ્મા દેવી ચોથા ક્રમાંકે રહી હતી.
 
અન્નુ રાનીને બ્રોન્ઝ મેડલ
 
જેવલિન થ્રોમાં ભારતને અન્નુ રાનીએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. અન્નુ રાનીએ 59.53 મીટરનો થ્રો કર્યો હતો. ચીનની લી ઝાંગે 65.47 મીટર થ્રો સાથે ગોલ્ડ અને ચીનની લીન્ગવેઈ લીએ 61.43 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
 
મેરિકોમનો દબદબો
 
મેરિકોમે ચારમાંથી બે રાઉન્ડમાં પરેફેક્ટ 30નો સ્કોર નોંધાવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં કઝાકિસ્તાનની ઝૈના હાવી રહી હતી અને તેણે પરફેક્ટ 30 સ્કોર મેળવ્યા હતા. આ પછી મેરિકોમ પોતાના રંગમાં પરત ફરી હતી. તેણે એક પછી એક જોરદાર પંચ લગાવતા બીજા રાઉન્ડમાં 29-28ના સ્કોર સાથે લીડ મેળવી હતી. ત્રીજા અને ચોથા રાઉન્ડમાં પણ મેરિકોમે દબદબો જાળવી રાખતા ઝૈનાને પછાડી હતી. ત્રણ જજોએ મેરિકોમને પરફેક્ટ 10 સ્કોર આપીને ચેમ્પિયન બનાવી હતી.
 
સરિતાએ મેડલ ન સ્વિકાર્યો
 
મેડલ સેરેમની દરમિયાન સરિતા દેવીએ બ્રોન્ઝ મેડલ લેવાની ના પાડી દીધી છે. તે સેરેમની દરમિયાન સતત રડી રહી હતી. ભારતીય દળ માટે શરમજનક સ્થિતિ ત્યારે બની ગઈ જ્યારે સરિતા દ્વારા કરેલી અપીલ ઉફર ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન છેડો ફાડી નાખ્યો હતો. સરિતાએ પત્રકારો અને સાથી ખેલાડીઓની મદદથી અપીલ માટે જરૂરી 500 ડોલરની રકમ જમા કરાવી હતી. તેની અપીલને આયોજકોએ ફગાવી દીધી હતી જેથી સરિતા મેડલ પોડિયમ છોડીને રડવા લાગી હતી.
 
મહિલા હોકી ટીમે મેળવ્યો બ્રોન્ઝ
 
ભારતની વિમેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાન સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ભારત તરફથી જસપ્રીત કૌરે 23મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો. જાપાનની શિબાતે અકાનાએ 41મી મિનિટમાં ગોલ કરી મેચ 1-1થી બરાબરીએ પહોંચાડી હતી. આ સમયે વંદના કટારિયા બીજો ગોલ કરી ભારતની વિજય અપાવ્યો હતો.

ભારતની મેડલી ટેલી

ક્રમાંક    ગોલ્ડ    સિલ્વર    બ્રોન્ઝ    કુલ
10    7    9    34    50
 
ગુરુપ્રીત સિંહ ક્વાર્ટર ફાઇનલમાં
 
ગ્રીકો રોમન રેસલિંગમાં ભારતના ગુરુપ્રીત સિંહ 75 કિગ્રા વર્ગની ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયો છે. પ્રથમ રાઉન્ડમાં તેણે કતારના બદર બખ્ત શરીફને 4-0થી હરાવ્યો હતો. બીજી તરફ 130 કિગ્રા વર્ગમાં ધર્મેન્દ્ર દલાલનો ઇરાનના બશીર દાર્જી સામે પરાજય થયો હતો. 66 કિગ્રા વર્ગમાં પણ નિરાશા હાથ લાગી હતી, તુલસી યાદવનો પરાજય થયો હતો.
 
વોલીબોલ
 
ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં ભારતનો જાપાન સામે પરાજય થયો હતો. ભારતે એકસમયે મેચમાં 2-1થી લીડ મેળવી હતી પછી લય ન જાળવી શકતા 3-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 14
17:30 OPEC Monthly Market Report 1
18:00 Wholesale Sales (MoM) 1 0.3% 0.4% 1.4% Revised from 1.2%
21:00 6-Month Bill Auction 1 4.06% 4.00%
21:00 3-Month Bill Auction 1 4.225% 4.175%
21:30 Fed's Barkin speech 2
22:30 Fed's Waller speech 2
Tuesday, Apr 15
01:30 Fed's Harker speech 2
04:15 Food Price Index (MoM) 1 -0.5%
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.5% 0.9%
05:10 Fed's Bostic speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener