Market Ticker

Translate

Wednesday, October 1, 2014

USના CEOs સાથે મોદીનો $6 ટ્રિલિયનનો બ્રેકફાસ્ટ

ન્યૂ યોર્ક:સોમવારની સવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે છ ટ્રીલિયન ડોલર બ્રેકફાસ્ટ સાથે ઉગી હતી કારણ કે તેઓ જે અમેરિકન સીઇઓને મળ્યા તેમની કંપનીની આવક/એયુએમ આટલી થાય છે. મોદીએ ૧૧ સીઇઓ સાથેના બ્રેકફાસ્ટમાં ભારતીય બજારને નવેસરથી જોવા અને તાજેતરનાં વર્ષોમાં ભારતમાં રોકાણ અંગે પેદા થયેલા ભયને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

મોદી બ્લેકરોક, ગોલ્ડમેન સેક્સ અને કેકેઆર જેવા મહાકાય નાણાંકીય જૂથોના વડાઓને મળ્યા હતા, જેઓ કુલ મળીને ૫ ટ્રિલિયન ડોલરની અસ્કામતો ધરાવે છે. તેઓ બોઇંગ, જનરલ મોટર્સ અને પેપ્સિકો જેવી ઉત્પાદન કંપનીઓના વડાઓને મળ્યા હતા, જેણે ૨૦૧૩માં ૨૦૦ અબજ ડોલરથી વધુ કમાણી કરી હતી.

ભારતમાં રોકાણ માટે PM @narendramodiએ કરેલી હાકલને ઝીલી લેતા વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજર બ્લેકરોકના સીઇઓ લોરેન્સ ફ્લિકે વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન આવતા વર્ષે ભારતમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું યજમાનપદ સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સીઇઓ સાથેની બેઠકમાં મોદીએ કોલ બ્લોકની ફાળવણી મુદ્દે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને તકમાં ફેરવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ સમય ભૂતકાળની ભૂલોને ભૂંસી આગળ વધવાનો છે.''

બેઠકમાં અમેરિકન CEOsમાં પેપ્સિકોનાં ભારતીય મૂળનાં ઇન્દ્રા નૂયી, ગૂગલના ચેરમેન એરિક શ્મિટ અને સિટીગ્રૂપના વડા માઇકલ કોર્બેટ, માસ્ટરકાર્ડના સીઇઓ અજય બાંગા, કારગિલના પ્રેસિડન્ટ અને સીઇઓ ડેવિડ મેકલેનન, કેટરપિલરના ડગ્લસ ઓબરહેલ્મેન, એઇએસના એન્ડ્રસ ગ્લુસ્કી, મર્કના કેનેથ ફ્રેઝિયર, કાર્લાઇલ ગ્રૂપના સહસ્થાપક અને કો-સીઇઓ ડેવિડ રુબેનસ્ટેઇન, હોસ્પિરાના માઇકલ બોલ અને વોરબર્ગ પિન્કસના ચાર્લ્સ કેય હાજર રહ્યા હતા. બેઠકમાં મોદીએ બિઝનેસ લીડર્સને તેમની સમસ્યા ઉકેલવાની તેમજ ભારતમાં માહોલને વધુ બિઝનેસ ફ્રેન્ડલી બનાવવા પ્રયાસ કરવાની બાંયધરી આપી હતી.

મોદીએ જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ બહુ મોટી તક છે. તેનાથી રોજગારી ઊભી થાય છે અને અમારા નાગરિકોનું જીવનધોરણ સુધરશે.'' બેઠક પછી બાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને તેમની પ્રાથમિકતાનાં ક્ષેત્રોમાં ટૂરિઝમ, સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કર્યો હતો.

બ્રેકફાસ્ટ બેઠક પછી મોદીએ બોઇંગના સીઇઓ જેમ્સ મેકનર્ની, કેકેઆરના સીઇઓ હેન્રી ક્રેવિસ, બ્લેકરોકના વડા લોરેન્સ ડી ફિન્ક, આઇબીએમના વડા વર્જિનિયા રોમેટ્ટી, જનરલ ઇલેક્ટ્રિકના સીઇઓ જેફ્રી ઇમેલ્ટ, ગોલ્ડમેન સૅક્સના સીઇઓ લોઇડ બ્લેન્કફીન, સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. મંગળવારે તેઓ વોશિંગ્ટનમાં કેટલીક બિઝનેસ બેઠકોમાં પણ હાજર રહેશે.



No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Jul 14
04:00 Business NZ PSI 2 44
04:15 Electronic Card Retail Sales (YoY) 1 0.9%
04:15 Electronic Card Retail Sales (MoM) 1 -0.2%
04:31 Rightmove House Price Index (YoY) 1 0.8%
04:31 Rightmove House Price Index (MoM) 1 -0.3%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener