Market Ticker

Translate

Monday, October 13, 2014

સેલિબ્રિટીઓ ઓનલાઇન માર્ગ અપનાવીને ડિઝાઇનર બની

સેલિબ્રિટી પાસે તમારા વોર્ડરોબની ડિઝાઇન કરાવવી હવે અઘરું કામ નથી કારણ કે, સેલિબ્રિટી ડિઝાઇનર હવે તેમની એક્સ્ક્લુઝિવ લાઇન્સ લોન્ચ કરવા માટે ઇ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કરવા લાગ્યા છે. જેમ કે, રિતિક રોશને ગયા વર્ષે મિન્ત્રા પર તેનું લેબલ HRX લોન્ચ કર્યું હતું તો આલિયા ભટ્ટે તેની લાઇન 'આલિયા ભટ્ટ ફોર જબોંગ' માટે જબોંગ સાથે ભાગીદારી કરી હતી.

મિન્ત્રાની સાઇટ પર હવે મંદિરા બેદીની સાડીઓનું કલેક્શન મળે છે અને આ સાઇટ પર જ તાજેતરમાં કરણ જોહરે તેનું કલેક્શન 'વેરો મોડા મર્કી' લોન્ચ કર્યું હતું. Pernia's Pop Up Shop વેબસાઇટ પર મંદિરા બેદીની સાડીઓનું કલેક્શન છે તો સ્નેપડીલ પર શિલ્પા શેટ્ટીની જ્વેલરી લાઇન સત્યુગ ગોલ્ડનું કલેક્શન છે. ટૂંક સમયમાં આ‌વી ઘણી સાઇટ જોવા મળશે જે બોલિવૂડના કલાકારોએ ડિઝાઇન કરેલી રેન્જ ખરીદવાની તક આપશે.

આલિયા ભટ્ટે 'સ્ટુડન્ટ ઓફ ધી યર' ફિલ્મની શાન્યા તરીકે અને 'ટુ સ્ટેટ્સ'ની અનન્યા તરીકે આકર્ષણ જમાવવામાં સફળતા મેળવી હતી અને તેની ફેશનને ઘણી લોકપ્રિયતા મળી હતી. આલિયા ભટ્ટ હવે તેના ચાહકોને ગિફ્ટ આપવાની યોજના ઘડી રહી છે કારણ કે, સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલા આલિયા ભટ્ટના લેબલને પ્રથમ સપ્તાહની અંદર 50,000 ફોલોઅર્સ મળ્યા હતા.

જબોંગ.કોમના સ્થાપક અને એમડી પ્રવીણ સિંહા કહે છે કે, બોલિવૂડની સેલિબ્રિટીને હંમેશા સ્ટાઇલ આઇકોન તરીકે જોવામાં આવે છે. આવી સેલિબ્રિટીના ઓનલાઇન ચાહકોની સંખ્યા પણ અસંખ્ય હોય છે. ઓછામાં પૂરું જે લોકો ૧૫થી ૩૫ વર્ષના વયજૂથમાં આવે છે તે ઓનલાઇન ખરીદીમાં પણ અગ્રેસર છે. આમ, બોલિવૂડ અને ઓનલાઇન ફેશનના જોડાણથી સફળતાની ગેરંટી મળી જાય છે."

રિપ્ડ જિન્સ, લેધર જેકેટ અને ફ્લોરલ પેટર્ન વગેરે કલેક્શનથી ભરપૂર આલિયાનો વોર્ડરોબ હવે સીધો તમારા 'ક્લિક'વેંતમાં છે. આલિયા ભટ્ટ કહે છે કે, "ઓનલાઇન શોપિંગ એક નવો ટ્રેન્ડ છે, જે શોપિંગના અનુભવમાં બધી રીતે અનેક ગણો વધારો કરે છે અને જબોંગ પાસે તમારા ઘરઆંગણે ડિલિવરી કરવાની ક્ષમતા અને સામર્થ્ય છે. આથી, મને મારી ડિઝાઇન લોન્ચ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ લાગ્યું હતું."

ફરહાન અખ્તરનું મર્દ કલેક્શન, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન અને રિતિક રોશનનું HRX કલેક્શન પણ મિન્ત્રા પર ઓનલાઇન લોન્ચ થયું હતું જેને જબરજસ્ત સફળતા સાંપડી હતી. મિન્ત્રાના સીઓઓ ગણેશ સુબ્રમણિયને કહ્યું હતું કે, "લોકોને તેમના ફેવરિટ સ્ટારની જેમ કપડાં પહેરવાનું ગમે છે અને આવાં પગલાંથી ચાહકો તેમના સ્ટારની વધારે નજીક પહોંચી શકે છે.

જેમ કે, રિતિક તેના લેબલ હેઠળ કપડાંની ડિઝાઇનના દરેક તબક્કે સંકળાયેલો રહે છે. અમે રિટેલર છીએ અને અમારી પાસે ગ્રાહકો છે અને આઇડિયાને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ ફેરવવાની અમારી પાસે ક્ષમતા છે, આથી જ સેલિબ્રિટીએ ડિઝાઇન કરેલા લેબલ માટે આ જોડાણ કારગત નીવડે છે." મિન્ત્રા આવતા વર્ષ સુધીમાં બોલિવૂડના બીજા ત્રણથી ચાર સેલિબ્રિટીના લેબલ પણ લોન્ચ કરવાની છે.

ઓક્ટોબરના પ્રારંભમાં શરૂ થયેલા મિન્ત્રા ફેશન વીકમાં કરણ જોહરની લિમિટેડ એડિશન 'વેરો મોડા મર્કી' કલેક્શન જોવા મળી હતી.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Jul 14
18:00 Wholesale Sales (MoM) 1 0.1% -0.4% -2.3%
18:10 Fed's Hammack speech 2
21:00 6-Month Bill Auction 1 4.125% 4.145%
21:00 3-Month Bill Auction 1 4.245% 4.255%
23:30 BoE's Governor Bailey speech 3
Tuesday, Jul 15
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.2% 0.6%
06:00 Westpac Consumer Confidence 2 0.5%
17:30 OPEC Monthly Market Report 1
17:45 Housing Starts s.a (YoY) 1 262.5K 279.5K
18:00 NY Empire State Manufacturing Index 2 -8 -16
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener