(ફાઇલ ફોટોઃ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર પહેરો ભરતો ભારતીય સૈન્યનો જવાન)
નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદ પર સતત
ગોળીબાર થવાનાં સમાચાર આવી રહ્યા છે. રવિવારે રાત્રે પણ જમ્મુનાં ચાર
સેક્ટરોમાં બીએસએફની 35 ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ
છે કે યુદ્ધની સ્થિતિમાં ભારત માટે એક મુશ્કેલી ઉભી થઇ શકે છે. એક
અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર, જો સરહદ પર યુદ્ધ છેડાય તો ભારતીય
સૈન્યનો દારૂગોળો ફક્ત 20 દિવસની અંદર જ પૂરો થઇ જશે.
કેમ છે અછત?
રિપોર્ટ અનુસાર સરકાર આ સ્થિતિથી વાકેફ છે, પણ દારૂગોળાની અછત છેલ્લા છ
મહિનાથી એમનાં એમ છે. એમ કહેવાયું છે કે 39 ઓર્ડિનન્સ ફેક્ટરીઓમાં ધીમા
દરે થતા ઉત્પાદનને કારણે આવી સ્થિતિ પેદા થઇ છે. સૂત્રોનું કહેવું છે કે,
ટેન્ક, એર ડિફેન્સ, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, સ્પેશ્યલાઇઝ્ડ મશીન ગન
મેગઝીન્સ, ગ્રેનેડ અને માઇન ફ્યુઝ જેવી વસ્તુઓની ભારે અછત છે. જો યુદ્ધ શરૂ
થઇ જાય તો તેમાંથી ઘણી સામગ્રી તો ફક્ત એક જ સપ્તાહમાં પૂરી થઇ જશે.
દેશ પાસે 30 દિવસોના 'ગહન' અને 30 દિવસોનાં 'સામાન્ય' યુદ્ધ માટે
જરૂરી વોર વેસ્ટેજ રિઝર્વ એટલે કે WWR હોવો જોઇએ. ત્રણ દિવસનાં સામાન્ય
યુદ્ધને એક દિવસનાં ગહન યુદ્ધ તરીકે જોવામાં આવે છે. એટલે કે WWR કુલ 40
દિવસનાં 'ગહન' યુદ્ધને લાયક હોવો જોઇએ. સૈન્યનાં રોડમેપ પ્રમાણે 2019 સુદી જ
ભારતનું 'ગહન' 100 ટકા સુધી પહોંચી શકશે અને આ માટે 97000 કરોડ રૂપિયાનું
બજેટ જોઇએ.
ભૂતકાળમાંથી ન લીધી શીખ

અરનિયા સેક્ટરનાં એક ગામમાં પાકિસ્તાન તરફથી કરાયેલા હુમલાનો મોર્ટાર શેલ દેખાડતો સ્થાનિક નાગરિક
No comments:
Post a Comment