Translate

Friday, August 8, 2014

4 કલાકમાં નિફ્ટીના રૂ.75000 કરોડ સ્વાહા, હાલની સપાટી પર ખરીદીથી બચો

મુંબઇ: 29મી જૂલાઇથી અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી 3.25 ટકા તૂટી ચૂકયો છે. 29મી જૂલાઇનો ઉલ્લેખ એટલા માટે કેમકે મની ભાસ્કર એ 29મી જૂલાઇના રોજ બજારમાં મોટા ઘટાડાની વાત કરી હતી. રોકાણકારોને પ્રોફિટબુકિંગની સલાહ આપી હતી.
 
બજારમાં વઘતા ઘટાડાથી રોકાણકારોના દિલના ધબકારા વધવા લાગ્યા છે. સવારે 9.15 થી 11.15ની વચ્ચે એટલે કે 4 કલાકમાં નિફ્ટી બજારમાં માર્કેટ કેપિટાલાઇઝેશનમાં અંદાજે 75000 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. જોકે બગડતી ગ્લોબલ સ્થિતિની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર પડી રહી છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં આ ઘટાડો ઘેરાય શકે છે. નિફ્ટી એ જો 7500ની સપાટી તોડી તો બજારમાં મોટા ઘટાડાનો ખતરો વધશે. બજારમાં આ ઘટાડો એક માત્ર હાલ આંતરરાષ્ટ્રીય સ્તર પર વધેલ તણાવ છે.

આ છે ઘટાડાનું મોટું કારણ  

- રૂસ અને યુક્રેનમાં વધતી ચિંતાઓમંથી બજારો પર દબાણ
- યુરોપમાં આર્થિક રિકવરી ધીમી પડવાથી બજારમાં ઘટાડો છે
- ઇરાક પર અમેરિકન હુમલાના ખતરાથી પણ તમામ બજારો ગભરાયા
- ડોલરની સરખામણીમાં રૂપિયામાં વધતી નરમાઇથી બજાર પર દબાણ
 
નિષ્ણાતોની સલાહ
 
ટેક્નિકલ એનાલિસ્ટ રાજેશ શર્માના મતે નિફ્ટી પર 7510નો અગત્યનો સપોર્ટ રહેશે. ટૂંકાગાળામાં 7420નો અગત્યનો સપોર્ટ નિફ્ટી પર રહેશે.
 
વિવેક મિત્તલના મતે નિફ્ટી પર 7540નો અગત્યનો સપોર્ટ છે. નિફ્ટી જો આ સપોર્ટને તોડે છે તોઆ ઘટાડો વધુ ઘેરાય શકે છે. પરંતુ નાના રોકાણકારોએ ઘટાડા પર સારા ફંડામેન્ટલવાળા શેરોમાં રોકાણ કરવું જોઇએ.
 
બજારનું આગળનું ટ્રિગર
 
- 11મી ઑગસ્ટના રોજ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના આંકડા પર નજર રહેશે
- 12મી ઑગસ્ટાના રોજ CPI આંકડા રજૂ થશે
- 12મી ઑગસ્ટના રોજ IIPના આંકડા રજૂ થશે
- 14મી ઑગસ્ટના રોજ WPI આંકડા પર નજર રહેશે
- 15મી ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ
- 29મી ઑગસ્ટના રોજ GDP વિકાસ દરના આંકડા રજૂ થશે
 
શું કરે રોકાણકારો
 
રાજેશ શર્માનું માનવું છે કે રોકાણકારો હાલની સપાટી પર ખરીદીનો સોદો બનાવતા જોવા મળવા જોઇએ. સાથો સાથ રોકાણકારોની જૂની ખરીદી છે તેનું હાલની સપાટી પર એકવખત પ્રોફિટબુકિંગ કરવું જોઇએ.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
03:30 NZIER Business Confidence (QoQ) 2 19% 16%
04:40 Fed's Goolsbee speech 2
06:00 Westpac Consumer Confidence 2 -6% 4%
07:00 National Australia Bank's Business Conditions 1 4 3 Revised from 4
07:00 National Australia Bank's Business Confidence 1 -3 -2 Revised from -1
15:30 NFIB Business Optimism Index 1 101.3 100.7
18:25 Redbook Index (YoY) 1 4.8%
19:30 Ivey Purchasing Managers Index 2 53.6
19:30 Ivey Purchasing Managers Index s.a 2 53.2 55.3
21:30 BoE's Lombardelli speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener