Translate

Tuesday, August 12, 2014

દેશની સૌથી લાંબી મોબાઇલ ગેમ બનાવાઈ

અમદાવાદ : અમદાવાદ સ્થિત કંપનીએ વૈશ્વિક બજારને ધ્યાનમાં રાખીને આશરે દોઢ કલાક લાંબી મોબાઇલ ગેમ વિકસાવી છે , જે ભારતમાં તૈયાર થયેલી સૌથી લાંબી મોબાઇલ ગેમ છે . રામાયણના કથાનક પર આધારિત રામા ફોર્સ નામની ગેમ હાલમાં આઇઓએસ ( આઇ - ફોન ) પ્લેટફોર્મ પર શરૂ થઈ છે જ્યારે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર તે સોમવારે લોન્ચ થશે .

અમદાવાદ સ્થિત ઉદ્યોગસાહસિક ઉમંગ માથુરના સ્ટાર્ટ અપ ડ્રિમ ગેમ્સ પ્રા લિ ગેમ વિકસાવી છે અને કંપની ટૂંક સમયમાં બેંગલોરમાં ગેમિંગ સ્ટુડિયો સ્થાપવા માટે આશરે રૂ . ૧૫ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે . કંપનીએ દાવો કર્યો છે કે ગ્રીક માઇથોલોજી પર આધારિત 50 જેટલી મોબાઇલ ગેમ વિશ્વમાં ઉપલબ્ધ છે પરંતુ ભારતીય માઇથોલોજી પર આધારિત પ્રથમ ગેમ છે . ગેમ અરણ્યકાંડથી શરૂ થાય છે અને ત્યાર બાદ તેમાં કિષ્કિંધાકાંડ અને યુદ્ધકાંડ આવે છે .

માથુરે જણાવ્યું હતું કે , અમે ગેમ વૈશ્વિક બજારને ધ્યાનમાં રાખીને વિકસાવી છે . જોકે , ભારતમાં પણ મોબાઇલ ગેમ્સ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે અને લોકો હવે સારી ગેમ્સ માટે ખર્ચ પણ કરતા થયા છે . ભારતમાં કેટલાક મોબાઇલ વપરાશકારો હાલમાં એક ગેમ માટે રૂ .400 પણ ખર્ચે છે .

તેમણે જણાવ્યું હતું કે ગેમમાં કુલ લેવલ હાલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે , જે પૈકી પ્રથમ ત્રણ સ્તર ફ્રી છે , જ્યારે બાકીના ત્રણ લેવલ માટે રૂ .100 ચૂકવવાના રહેશે . પૌરાણિક પાત્રોના મોર્ડન અવતાર ધરાવતી ગેમ દ્વારા વિશ્વ સમક્ષ ભારતીય પૌરાણિક કથા રજૂ કરવાનો અને તેના દ્વારા સ્ટ્રેટેજી સ્કિલ્સ વિકસાવવાનો અમારો હેતુ છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports