Translate

Friday, August 8, 2014

QIPમાં રોકાણ કરનારા પસ્તાયા: શેર ઓફર ભાવની નીચે

મુંબઈ : તાજેતરના મહિનાઓમાં ભારતીય કંપનીઓના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ્સ ( ક્યુઆઇપી ) માં રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારોએ ભારે ખોટ સહન કરી છે . ક્યુઆઇપી લાવનારી દસમાંથી સાત કંપનીના શેરો ઓફર પ્રાઇસથી નીચે ચાલી રહ્યા છે .

અબાન ઓફશોર , જે કુમાર ઇન્ફ્રા અને આઇડિયા સેલ્યુલર જેવા ચુનંદા શેરોમાં ઓફર પ્રાઇસથી પ્રીમિયમ દરે સોદા થઈ રહ્યા છે . યુએસ ફેડ વ્યાજદર વધારવાનું હોવાથી બાકીના શેરોમાં ઘટાડો થયો છે અને રોકાણકારો ચિંતિત છે .

જીએમઆર ઇન્ફ્રા , જેપી એસોસિયેટ્સ , રિલાયન્સ કોમ્યુનિકેશન સહિતની ઋણબોજ હેઠળ દબાયેલી કંપનીઓએ મે અને જૂનમાં બજાર ટોચ પર હતું ત્યારે નાણાં એકત્ર કર્યાં હતાં . 25 મી જુલાઈના રોજ સેન્સેક્સે 26,300 ની સર્વોત્તમ ઊંચી સપાટી બનાવી હતી . 16 મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયા પછી સેન્સેક્સે 7 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે .

ઘણી ભારતીય કંપનીઓએ વર્ષે પ્રથમ સાત માસમાં ક્યુઆઇપી દ્વારા રૂ .24,543 કરોડ ઊભા કર્યા છે , ભંડોળ ચાર વર્ષની ઊંચી સપાટીએ હોવાનું પ્રાઇમ ડેટાબેઝ કહે છે . 2011 થી 2013 ના ત્રણ વર્ષના સમયગાળામાં મૂડીબજારમાં QIP ના મોરચે કામગીરી ઢીલી પડી ગઈ હતી અને 31 કંપનીઓ QIP ઇશ્યૂ દ્વારા ફક્ત રૂ .16,240 કરોડ એકત્રિત કરી શકી હતી .

શેરોની નબળી કામગીરીનું એક કારણ સાઇક્લિકલ શેરોની ઘટી રહેલી માંગ છે . નવી સરકાર રચાવા છતાં આર્થિક નવસંચારમાં વધારે સમય લાગે તેવા સંકેતો મળી રહ્યા છે . છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી વેચવાલીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાઇક્લિકલ શેરોને સૌથી વધારે અસર થઈ છે .

QIP દ્વારા લિસ્ટેડ કંપનીઓ સરળતાથી નાણાં એકત્રિત કરી શકે છે અને ફોલો ઓન પબ્લિક ઓફર કે રાઇટ્સ ઇશ્યૂ સાથે સંકળાયેલી લાંબી પ્રક્રિયાને ટાળી શકે છે .

કંપનીઓના શેરો નીચા ભાવે મળતા હોવાથી સંસ્થાકીય રોકાણકારો તેને ખરીદવા તૈયાર થઈ ગયા હતા . અર્થતંત્રમાં નવસંચાર થશે અને માંગમાં વધારો નોંધાવાશે તેવી આશાએ મોટા ભાગના શેરોમાં બજારભાવ કરતાં પ્રીમિયમ ભાવ ઓફર થયો હતો .

જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જયપ્રકાશ એસોસિયેટ્સે ગયા મહિને રૂ .1,500 કરોડ એકત્રિત કર્યા હતા અને અત્યારે તેનો ભાવ QIP થી 12 ટકા નીચો ચાલે છે . રિલાયન્સ કોમ્યુનિકેશન્સે રૂ .5,000 કરોડ એકત્રિત કર્યા હતા , હાલમાં તેનો ભાવ રૂ .142 ના ઇશ્યૂ ભાવથી 8 ટકા ડિસ્કાઉન્ટે ચાલે છે .

પરંતુ તેના લીધે પણ પ્રસ્તાવિત ઇશ્યૂના પ્રવાહ પર ખાસ અસર પડવાની સંભાવના લાગતી નથી . પ્રભુદાસ લીલાધર કેપિટલ માર્કેટ્સના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના વાઇસ પ્રેસિડન્ટ દારા કલ્યાણવાલાએ જણાવ્યું હતું કે , QIP માટે લાઇનમાં ઊભેલી મોટા ભાગની કંપનીઓનાં ફંડામેન્ટલ્સમાં ખાસ ફેરફાર થયો નથી અને ડેટ - ઇક્વિટી ગુણોત્તરમાં વાસ્તવિક સુધારો થવામાં ખાસ સમય લાગશે , આથી તમે શેરના ભાવમાં હજુ કરેક્શન જોઈ શકો છો .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports