Translate

Tuesday, August 12, 2014

ન્યુ જર્સીમાં અમેરિકાના સૌથી મોટા હિન્દુ મંદિરનું પ્રમુખસ્વામીના હસ્તે ઉદ્ઘાટન

૧૬૭ એકર જમીન પર ૧૦૮ કરોડના ખર્ચે ઊભું થયું છે અક્ષરધામ કૉમ્પ્લેક્સ
pramukh-swami


અમેરિકાના ન્યુ જર્સી પાસે રૉબિન્સવિલેમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ ૧૬૭ એકર જમીન પર ભવ્ય અક્ષરધામ મંદિરનું નિર્માણ કર્યુ છે, જેનું ઉદ્ઘાટન રવિવારે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયું હતું. આ મંદિર ૧૮ મિલ્યન ડૉલર (આશરે ૧૦૮ કરોડ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયું છે અને એ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી મોંઘું મંદિર બન્યું છે. આ મંદિરની સંકલ્પના તૈયાર થયાનાં ત્રણ જ વર્ષમાં એ ઊભું કરવામાં આવ્યું છે.

ઇટાલિયન માર્બલનો ઉપયોગ

આ મંદિર ૧૩૩ ફૂટ લાંબું, ૮૭ ફૂટ પહોળું અને ૪૨ ફૂટની હાઇટ ધરાવે છે. એમાં ૬૩,૦૦૦ ક્યુબિક ફૂટ ઇટાલિયન માર્બલ વપરાયો છે. એમાં વપરાયેલા સ્ટૉનની સંખ્યા ૧૩,૪૯૯ છે. આ તમામ પથ્થરોએ આશરે ૨૧,૫૦૦ દરિયાઈ માઇલ (આશરે ૩૪,૬૦૦ કિલોમીટર)નો પ્રવાસ કર્યો છે. એમાં ૯૮ પિલર્સ છે અને ૧૭૬ બીમ છે. પથ્થરો પર ૯૧ હાથી અને ૪૪ ગણેશમૂર્તિ કોતરવામાં આવી છે. એ સિવાય મયૂરદ્વાર પર ૨૩૬ મોર કોતરવામાં આવ્યા છે. આ મંદિર પૂરું કરવા માટે ૪૭ લાખ માનવકલાક લાગ્યા છે. આ મંદિર હજારો વર્ષ સુધી ટકી શકશે અને અમેરિકાના વિન્ટરમાં પણ એને કોઈ અસર નહીં થાય.

કેટલી મૂર્તિ?

આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ, હરિકૃષ્ણ મહારાજ, રામ-સીતા-લક્ષ્મણ-હનુમાન, શિવ-પાર્વતી-ગણેશજી-કાર્તિકેય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, નરનારાયણ, વિઠ્ઠલ-રુક્મિણી, લક્ષ્મીનારાયણ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports