Translate

Friday, August 29, 2014

૭૯૫૪ના શિખર સાથે નિફ્ટી ઑગસ્ટ વલણની વિદાય

સળંગ સાતમા મહિને બજારમાં તેજીની આગેકૂચ, ૩૦ જાન્યુઆરીના મુકાબલે સાત માસમાં સેન્સેક્સ ૬૧૨૫ તથા નિફ્ટી ૧૮૮૧ પૉઇન્ટ ઊંચકાયા: ભારત પેટ્રો ઑલટાઇમ હાઈ : ભેલ અને લાર્સનના જોરે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ટૉપ ગેઇનર

શૅરબજારનું ચલકચલાણું -

સળંગ છઠ્ઠા દિવસના સુધારામાં સેન્સેક્સ ૭૮ પૉઇન્ટ વધી ૨૬,૬૩૮ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટીએ ૧૮ પૉઇન્ટની આગેકૂચમાં ૭૯૫૪ના વિક્રમી લેવલ સાથે ઑગસ્ટ વલણને વિદાય આપી છે. સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડેમાં ૨૬,૬૭૪ની નવી ઑલ ટાઇમ હાઈ બની હતી. જોકે નિફ્ટી એની અગાઉની ઇન્ટ્રા-ડે ટોચથી માંડ અડધો પૉઇન્ટ છેટે રહી ૭૯૬૭.૮૦ સુધી ગયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૮ શૅર વધેલા હતા. ભેલ અને લાર્સનના જોરે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સર્વાધિક ૧.૪ ટકા પ્લસ હતો. સામે રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૯ ટકાની નબળાઈમાં વસ્ર્ટ પર્ફોર્મર બન્યો હતો. માર્કેટ બ્રેડથ સાધારણ નેગેટિવ હતી. ૧૩૭૬ શૅર વધ્યા હતા, ૧૫૫૩ જાતો નરમ હતી. એ-ગ્રુપના ૩૯ ટકા, બી-ગ્રુપના ૪૩ ટકા અને ટી-ગ્રુપના ૪૯ ટકા શૅર વધેલા હતા. ૩૧૦ શૅર ઉપલી સર્કિટે તો ૨૫૪ ãસ્ક્રપ્સ નીચલી સર્કિટમાં બંધ હતી. ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે નવા શિખરે ગયા હતા. સામે ૭૬ કાઉન્ટરમાં ઐતિહાસિક બોટમ દેખાઈં હતી.

માર્કેટ સળંગ સાતમા મહિનામાં વધ્યું

ચાલુ વર્ષ સેન્સેક્સ ૩૦ જાન્યુઆરીના રોજ ૨૦,૫૧૩ બંધ હતો. ત્યાર પછી દરેક મહિનામાં બજાર આગલા મહિનાની તુલનામાં એકધારું વધતું રહ્યું છે. સાત માસની આ રૅલીમાં સેન્સેક્સ ૬૧૨૫ પૉઇન્ટ કે ૨૯.૮૬ ટકા ઊંચકાયો છે. નિફ્ટી આ ગાળામાં ૬૦૭૩થી વધીને ૭૯૫૪ થયો છે, જે ૧૮૮૧ પૉઇન્ટ કે લગભગ ૩૧ ટકાની તેજી બતાવે છે. જૂન ૧૯૯૧ના અંતે સેન્સેક્સ ૧૨૭૦ નીચે બંધ હતો. અ પછીના નવ માસમાં એકધારો વધતો રહી માર્ચ ૧૯૯૨ના અંતે ૪૨૮૫ થયો હતો. નવ માસની આ ફાટફાટ તેજીમાં બજાર ૩૦૧૫ પૉઇન્ટ કે ૨૩૭ ટકા વધ્યું હતું. છેલ્લે લાંબી તેજી મે ૨૦૦૬ના અંત ભાગથી લઈ જાન્યુઆરી ૨૦૦૭ના અંત સુધીના ગાળામાં નોંધાઈ હતી. સળંગ આઠ માસની આ રૅલીમાં સેન્સેક્સ ૧૦,૩૯૮ પૉઇન્ટ વધીને ૧૪,૦૯૧ થઈ ગયો હતો, જે ૩૬૯૩ પૉઇન્ટ કે ૩૫.૫ ટકાનો વધારો સૂચવે છે. આટલી જ લાંબી અર્થાત્ આઠ માસની તેજી ૨૦૦૩ના એપ્રિલ એન્ડથી ડિસેમ્બરના અંત સુધી જોવાઈ હતી. એમાં બજાર ૨૯૫૯ પૉઇન્ટથી દર મહિને વધતું રહી ૫૮૩૯ થઈ ગયું હતું. મતલબ કે ૨૮૮૦ પૉઇન્ટ કે ૯૭.૩ ટકાનો જમ્પ થયો.

રેલવે-સ્ટૉક્સની ગાડી પૂરપાટ દોડી

રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને (એફડીઆઇ) મંજૂરી મળી ગઈ છે. એની અસરે ગઈ કાલે રેલવે-સ્ટૉક્સની ગાડી પૂરપાટ દોડી હતી. ટેક્સમાકો રેલ ઉપરમાં ૮૬.૯૦ રૂપિયા થયા બાદ ૪.૮૦ ટકાની તેજીમાં ૬.૫૬ લાખ શૅરના ભારે વૉલ્યુમમાં ૭૯.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. બીઈએમએલ ગઈ કાલે આગલા બંધથી ૫૬૭.૫૫ રૂપિયાની પાંચ ટકાની ઉપલી સર્કિટે જ ખૂલીને ત્યાં જ બંધ હતો. સરેરાશ ૪૧ હજાર શૅરની સામે ગઈ કાલે વૉલ્યુમ જોકે ૩૯૩૭ શૅરનાં જ હતાં. ટીટાગર વૅગન ૨.૩૭ ટકાની તેજીમાં ૨૧૮.૧૦ રૂપિયા હતો. કાલિન્દી રેલ ઇન્ટ્રા-ડેમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૮૭.૮૫ રૂપિયા ગયા બાદ દસ પૈસા ઘટીને ૪.૮૪ ટકાની મજબૂતીમાં ૮૭.૭૫ રૂપિયા હતો. કેનેર્ક્સ માઇક્રોસિસ્ટમ્સ પણ પાંચ ટકાની તેજીની સર્કિટે ૫૧.૪૫ રૂપિયા બંધ હતો. શૅર આગલા બંધથી ગઈ કાલે ૫૦.૯૫ રૂપિયા ખૂલ્યો હતો, અને બાદમાં એ જ એની ઇન્ટ્રા-ડે બૉટમ બની રહી હતી. સ્ટોન ઇન્ડિયા પણ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૩.૬૫ રૂપિયા રહ્યો હતો. વૉલ્યુમ જોકે ૨૭૧૭ શૅરના જ હતા.

શુગર શૅરમાં પસંદગીયુક્ત સુધારાનું વલણ

શુગર સેક્ટર ગઈ કાલે એકંદર નરમાઈમાં હતું, પરંતુ પસંદગીયુક્ત કાઉન્ટર્સ ઝળક્યાં હતાં. ઔધ શુગર પોણાનવ ટકા, દ્વારકેશ શુગર ૭.૪ ટકા, ધામપુર શુગર પાંચ ટકા, પૅરી શુગર પોણાપાંચ ટકા, થિરુઅરુણન ચાર ટકા, બલરામપુર ચીની ૩ ટકા, ઉગર શુગર અઢી ટકા તથા બજાજ હિન્દુસ્તાન સવાબે ટકા વધીને બંધ હતા. સામે સિમ્ભોલી શુગર, જયપોર શુગર, રાણા શુગર, ધાર શુગર, કેસર એન્ટરપ્રાઇઝિસ, રીગા શુગર, મવાણા શુગર જેવી ãસ્ક્રપ્સ ૩ ટકાથી પાંચ ટકા ઘટેલી હતી. સમગ્ર શુગર ઉદ્યોગના ૩૮ શૅરમાંથી ગુરુવારે ૧૩ શૅર વધ્યા હતા. ૨૫ શૅર નરમ હતા. ચા-કૉફી શૅરમાં નેગેટિવિટી હતી. ૬ શૅર વધ્યા હતા, ૧૫ જાતો ઘટી હતી. જય શ્રી ટી, વૉરન ટી, સીસીએલ, બીઍન્ડએ લિમિટેડ, ડેન ટી, જૂન્કટોલી, મેકલિયોડ રસેલ જેવાં કાઉન્ટર ૨.૬ ટકાથી ૪.૪ ટકા ડાઉન હતાં. તાતા ગ્લોબલ ૧.૪ ટકાના ઘટાડે ૧૫૧ રૂપિયા નીચે બંધ હતા.

એસ્સાર ઑઇલ ૩ વર્ષની ઊંચી સપાટીએ

એસ્સાર ઑઇલ બન્ને બજારો ખાતે નવ લાખ શૅરથી વધુના કામકાજમાં ૧૨૫ રૂપિયા પ્લસની ૩૭ માસની ઊંચી સપાટીએ જઈ અંતે અઢી ટકાના સુધારામાં ૧૨૪.૮૦ રૂપિયા બંધ હતો. આ સિવાય ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે પણ દસમાંથી નવ શૅરના સુધારામાં એક ટકા કરતાં વધુ ઊંચકાયો હતો. ભારત પેટ્રોલિયમ ૬૯૯ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૫ ટકાની મજબૂતીમાં ૬૯૪ રૂપિયા હતો. ગેઇલ બે ટકા, ઓએનજીસી પોણાબે ટકા, ઑઇલ ઇન્ડિયા ૧.૬ ટકા, આઇઓસી ૧.૪ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ એક ટકાની નજીક પ્લસ હતા. સૌથી ઓછા એવા અડધા ટકા કે પાંચેક રૂપિયાના સુધારામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૯૯ રૂપિયા બંધ હતો. કેઇર્ન ઇન્ડિયા પોણા ટકાના સુધારામાં ૩૨.૬ રૂપિયા હતો. હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૧.૬ ટકા, જિંદાલ ડ્રિલિંગ ૨.૬ ટકા તથા એશિયન ઑઇલ ફીલ્ડ ૩.૬ ટકા ડાઉન હતા. એમઆરપીએલ ૦.૮ ટકા વધ્યો હતો તો ચેન્નઈ પેટ્રોમાં અઢી ટકાથી વધુની નરમાઈ જોવાઈ હતી. ગલ્ફ ઑઇલ લુબ્રિકન્ટ્સ ૪ ટકાની આગેકૂચમાં ૨૮૮ રૂપિયા હતો.

નાલ્કો ૭.૪ ટકાના જમ્પમાં ટૉપ ગેઇનર

નૅશનલ ઍલ્યુમિનિયમ બમણા કામકાજમાં ૭.૪ ટકાના ઉછાળે ૫૬.૫૦ રૂપિયાનો બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો હતો. જીએમડીસી સરેરાશ કરતાં અડધા વૉલ્યુમે ૫.૪ ટકાની મજબૂતીમાં ૧૪૫ રૂપિયા પ્લસ હતો, તો ભેલ ઉપરમાં ૨૪૪ રૂપિયા નજીક જઈ અંતે પાંચ ટકાના ઉછાળામાં ૨૪૧ રૂપિયા જેવો બંધ આપી સેન્સેક્સ ખાતે બેસ્ટ પર્ફોર્મર રહ્યો હતો. ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી પાંચ ટકા, ભૂષણ સ્ટીલ પાંચ ટકા, આઇઓબી ૪.૮ ટકા, જેપી પાવર ૪.૭ ટકા અને જિંદાલ સ્ટીલ ૪.૪ ટકાની ખરાબીમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર્સ રહ્યા હતા. ભૂષણ સ્ટીલ એકધારી નીચલી સર્કિટમાં ૧૦૧ રૂપિયાના ઐતિહાસિક તળિયે બંધ આવતાં ચાલુ મહિને એમાં ૭૪ ટકાનું ધોવાણ થયું છે. બૅન્કેક્સ આમ તો ૧૩ પૉઇન્ટના નજીવા સુધારામાં બંધ હતો, પરંતુ એના ૧૨માંથી ૩ શૅર જ વધેલા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગમાંના ૪૧માંથી ૩૦ શૅર ડાઉન હતા. ધનલક્ષ્મી બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, આંધ્ર બૅન્ક, દેના બૅન્ક, કૅનેરા બૅન્ક, ઓબીસી, સિન્ડિકેટ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર જેવા શેર અઢીથી પાંચ ટકા તૂટ્યા હતા. મહારાટ્ર બૅન્ક છ ટકાના ઉછાળે ૪૫ રીપિયા પર બંધ હતો.

ઝિમ સિમેન્ટ નીચલી સર્કિટમાં

ઝિમ સિમેન્ટ સળંગ ચોથા દિવસની નબળાઈમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૭૫ રૂપિયા બંધ હતો. ચાર દિવસમાં આ શૅર ૧૫ રૂપિયા ઘટી ગયો છે. ૨૫ ઑગસ્ટે એમાં ૯૦ રૂપિયાની મલ્ટિયર ટોચ હમણાં બની હતી. સિમેન્ટ ઉદ્યોગમાંના ૪૩ શૅરમાંથી ૨૯ શૅર ઘટેલા હતા. મંગળવારે ૪૬.૪૦ રૂપિયાની મલ્ટિયર ટોચ બતાવનાર ગુજરાત સિદ્ધિ સિમેન્ટ નરમાઈની આગેકૂચમાં પોણાપાંચ ટકા ગગડી ૪૦.૫૦ રૂપિયા બંધ હતો. આ સિવાય અલ્ટ્રાટેક પોણાબે ટકા ઘટી ૨૫૪૭ રૂપિયા, એસીસી અડધા ટકાના ઘટાડે ૧૪૯૧ રૂપિયા, બિરલા કૉર્પ ૨.૩ ટકાની નરમાઈમાં રૂ.૫૪૧ રૂપિયા, ડેન સિમેન્ટ ૪.૬ ટકાના કડાકામાં ૩૧૫ રૂપિયા, જેકે લક્ષ્મી ૨.૭ ટકાની પીછેહઠમાં ૩૦૨ રૂપિયા, કાકટ્યા સિમેન્ટ બે ટકા ઘટી ૧૦૭ રૂપિયા, દાલમિયા ભારત ૧.૪ ટકાની નરમાઈમાં ૪૬૧ રૂપિયા બંધ હતા. ઓરિયેન્ટ સિમેન્ટ પોણાબે ટકા વધીને ૧૨૦ રૂપિયા, સાંઘી સિમેન્ટ પોણાત્રણ ટકાના સુધારામાં ૩૮ રૂપિયા નજીક તથા ભીમા સિમેન્ટ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૬.૮૦ રૂપિયા બંધ હતા.

બજારની અંદર-બહાર

ઇન્ટરનૅશનલ ટ્રાવેલ હાઉસ એક માસમાં ૩૩ ટકાની રૅલી બાદ પ્રૉફિટ-બુકિંગમાં ગઈ કાલે નીચામાં ૨૮૧ રૂપિયા થઈ અંતે છ ટકાના ઘટાડે ૨૮૮ રૂપિયા હતો.

સિંગર ઇન્ડિયાએ જૂન ક્વૉર્ટરમાં ૪૫ ટકાના વૃદ્ધિદરથી ૨૩૫ રૂપિયા લાખ નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ૧૬૫ રૂપિયાની વર્ષની ટોચે જઈ છેલ્લે ૨.૫ ટકાના સુધારામાં ૧૫૬ રૂપિયા હતો.

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સમાં વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા બુલિશ વ્યુ જારી થતાં શૅર ઉપરમાં ૩૦૬ રૂપિયા થઈ અંતે બે ટકાના સુધારામાં ૨૯૬ રૂપિયા હતો.

ફેડર્સ લૉઇડે જૂન ક્વૉર્ટરમાં ૬૪ ટકાના ગાબડામાં ૫૯૦ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ત્રણ ગણા કામકાજમાં ૨૦ ટકાની નીચલી સર્કિટે ૭૫ રૂપિયા નીચે બંધ હતો.

તાતા કમ્યુનિકેશન્સમાં વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા રી-રેટિંગ સાથે બાયનો કૉલ અપાયાના અહેવાલે શૅર સાડાચાર ટકાની તેજીમાં ૩૭૬ રૂપિયા હતો.

ડ્રેજિંગ કૉર્પોરેશન રોજના સરેરાશ ૨૧ હજાર શૅર સામે ગઈ કાલે ૧૭.૪૦ લાખ શૅરના તગડા વૉલ્યુમમાં ઉપરમાં ૪૮૦ રૂપિયા થઈ અંતે ૧૧.૨ ટકાના ઉછાળે ૪૪૯ રૂપિયા હતો.

બૉમ્બ્ો બર્મા બમણા કામકાજમાં ઉપરમાં ૨૧૪ રૂપિયા થઈ છેલ્લે ૪.૮ ટકાની મજબૂતીમાં ૨૦૭ રૂપિયા જેવો બંધ હતો.

ધનલક્ષ્મી બૅન્ક બે ગણાથી વધુના કામકાજમાં ૫.૨ ટકાના ઘટાડામાં ૪૪ રૂપિયા નીચે બંધ હતો.

કિર્લોસ્કર બ્રધર્સ ઇન્વેસ્ટમેન્ટ ૧૩૫ શૅરના કામકાજમાં ૧૩૩૦ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૧૫૮૦ રૂપિયા થઈ છેલ્લે ૧૬.૫ ટકાના ઉછાળે ૧૫૫૦ રૂપિયા હતો.

ઔધ શુગર્સ પાંખા વૉલ્યુમે ઉપરમાં ૨૫.૪૫ રૂપિયા થઈ અંતે ૧૦ ટકાના જમ્પમાં ૨૪.૫૦ રૂપિયા બંધ હતો.

સમ્રાટ ફાર્મા સાડાછ ગણા વૉલ્યુમમાં ૯.૨ ટકાની આગેકૂચમાં ૩૦.૩૦ રૂપિયા રહ્યો હતો. આગલા દિવસે પણ આ કાઉન્ટર ૧૫ ટકા જેવું વધ્યું હતું.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports