Translate

Thursday, September 18, 2014

પાંચ વર્ષમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે ચીન, માનસરોવર માટે નવો માર્ગ ખુલશે

રાષ્ટ્રપતિ ભવન ખાતે મુખર્જી-જિનપિંગે કરી મુલાકાત 
 
પાંચ વર્ષમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે ચીન, માનસરોવર માટે નવો માર્ગ ખુલશેનવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે ગુરૂવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાત કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે સરહદ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સહમતિ સધાઈ હતી અને ત્યાર સુધી સરહદ પર શાંતિ જાળવી રાખવા પણ બંને દેશો તૈયાર થયા હતા. ચીને ભારતમાં આગામી પાંચ વર્ષ દરમિયાન 20 અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી છે. તેમજ કૈલાશ માનસરોવરનો નવો રૂટ શરૂ કરવા ચીને તૈયારી દાખવી છે. ઉપરાંત આવતા વર્ષે વહેલી તકે ચીન આવવા જિનપિંગે વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું. 
 
મોદીએ ઉઠાવ્યા સળગતા મુદ્દા 

મોદીના કહેવા પ્રમાણે, મિત્રતાની ભાવના સાથે ખુલા મને વિવાદાસ્પદ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી. પરસ્પર વિશ્વાસ અને સંબંધ માટે આ તમામ બાબતોને ઉકેલવા પર ભાર મુકવામાં આવ્યો હતો. સરહદ સંબંધી કરારો અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સે સકારાત્મક ભૂમિકા ભજવી. લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોનું નિર્ધારણ કરવાનું કામ સત્વરે હાથ ધરવા તૈયાર થયા હતા. આ આ કામ લાંબા સમયથી પડતર છે. 

મોદીએ ચીનની વિઝા પોલિસી અને ટ્રાન્સ બોર્ડર રિવર મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં અને કહ્યું હતું કે, જો આ મુદ્દાઓનો ઉકેલ આવે તો પરસ્પરના સંબંધો પૂર્ણ રીતે ફળદાયી નિવડી શકે છે. પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતો પર વ્યૂહાત્મક વાટાઘાટોને આગળ વધારવામાં આવશે. આતંકવાદ અને કટ્ટરવાદ સામે સહયોગ વધારવા અને અફઘાનિસ્તાનની સ્થિરતા અંગે બંને દેશના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. ભારત અને ચીન માટે આ એક ઐતિહાસિક અવસર છે. જે આર્થિક સહકાર અને સહયોગને આગળ ધપાવશે. કૈલાશ માનસરોવર માટે નાથુલાથી નવો રસ્તો ખોલવાની મંજૂરી પણ ચીને આપી હતી. 
 
ભારતીય કંપનીઓ માટે ચીનનું  બજાર 

મોદીએ જિનપિંગ સાથે વેપારતુલામાં અસમતુલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બંને દેશો વચ્ચેનો વેપાર વેપાર ઘટ્યો છે, અને જે છે તે  ક્ષમતાથી ખૂબ જ ઓછો છે. ભારતીય કંપનીઓને ચીનનું બજાર મળવું જોઈએ. આ માટે ઘટતું કરવાની ખાતરી રાષ્ટ્રપતિ જિનપિંગે આપી છે. માળખાકીય અને ઉત્પાદનની બાબતોમાં રોકાણ કરવા ચીનને આમંત્રણ આપ્યું હતું. બે પાર્કના કરાર કરવામાં આવ્યા છે. ઉપરાંત નાગરિક અણુ ક્ષેત્રે સહકાર વધારવામાં આવશે. ચીને આગામી પાંચ વર્ષ દરમિયાન વીસ અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી છે.  

ચીન ભારતની પ્રાથમિકતા

મોદીએ ક્હ્યું હતું કે,પ્રાચીન સમયમાં અને વર્તમાન સરકાર પાડોશીઓને પ્રાથમિક્તા આપે છે. ચીન તેમાં ટોચ પર છે. જો બંને દેશોના સંબંધોમાં પરસ્પર વિશ્વાસ હોય અને સરહદ પર શાંતિ રહે, મિત્રતા અને સહકાર રહે. તો બંને વિકાસ કરી શકે અને સંબંધોનો લાભ લઈ શકે છે. આ વિસ્તારની શાંતિ-સ્થિરતા અને સમૃદ્ધિને વધારી શકે છે અને વિશ્વને નવી દિશા આપી શકે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports