Market Ticker

Translate

Tuesday, September 16, 2014

BSE સેન્સેક્સમાં 324 પોઈન્ટનો કડાકો

US ફેડની બેઠક અગાઉ FIIsએ સાવચેતીભર્યું વલણ અપનાવતાં મુંબઈ શેરબજારમાં મંગળવારે 324 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

US ફેડ ધારણા કરતાં પહેલાં વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપે તેવી ચિંતાને કારણે બજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 26861.29 અને નીચામાં 26464.03 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 324.05 પોઈન્ટ ઘટીને 26492.51 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,044.90 અને 7,925.15 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 109.10 પોઈન્ટ ઘટીને 7,932.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.42 ટકા અને 3.99 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 3.42 ટકા, BSE પાવર ઈન્ડેક્સ 3.26 ટકા, BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 2.67 ટકા, BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 2.56 ટકા ઘટ્યા હતા.
14.10 વાગ્યે:રિયલ્ટી,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, ઓઈલ-ગેસ તેમજ મેટલ શેરોમાં વેચવાલીથી મુંબઈ શેરબજાર આજે બપોરે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું.

બપોરે 14.10 વાગ્યે BSE સેન્સેક્સ 224.68 પોઈન્ટ ઘટીને 26,591.88 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 75.00 પોઈન્ટ ઘટીને 7,967.00 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Thursday, Jul 10
20:30 BoE's Breeden speech 2
21:00 4-Week Bill Auction 1 4.235% 4.240%
22:30 30-Year Bond Auction 1 4.889% 4.844%
22:45 Fed's Waller speech 2
Friday, Jul 11
00:00 Fed's Daly speech 2
04:00 Business NZ PMI 2 47.5
11:30 Manufacturing Production (MoM) 2 -0.1% -0.9%
11:30 Industrial Production (YoY) 1 0.1% -0.3%
11:30 Industrial Production (MoM) 2 0.0% -0.6%
11:30 Manufacturing Production (YoY) 1 0.4% 0.4%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener