Market Ticker

Translate

Friday, September 12, 2014

વર્લ્ડ માર્કેટમાં સોનામાં તેજીનાં કારણો ગાયબ થવાથી ભાવમાં સડસડાટ ઘટાડો

goldસોનાના ભાવમાં ઘટાડો અટકવા માટે ભારત-ચીનનું ફિઝિકલ બાઇંગ વધવાનો એક જ માર્ગ : તમામ પ્રેશ્યસ મેટલ કૉમ્પ્લેક્સમાં મંદીનો માહોલ

બુલિયન બુલેટિન-મયૂર મહેતા

વર્લ્ડ માર્કેટમાં તેજીનાં કારણો ગાયબ થતાં સોનાના ભાવ સડસડાટ ઘટવા લાગ્યા છે. સોનાના ભાવ સતત ચોથા દિવસે ઘટયા હતા. અમેરિકી ડૉલરની મજબૂતી બાદ બૉન્ડ-બાઇંગ પૂરું થવા આડે બે જ મહિના બાકી રહેતાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સમય હવે બધાને નજીક દેખાવા લાગ્યો છે જેને કારણે અમેરિકી ડૉલરની મજબૂતી સતત વધી રહી છે. વળી ઘટતા ભાવે ભારત-ચીનનું ફિઝિકલ બાઇંગ પણ જોઈએ એટલું વધી રહ્યું નથી. ગોલ્ડ ચ્વ્જ્ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માં થોડી લેવાલી વધી હતી, પણ આ લેવાલીની સોનાના ભાવ પર કોઈ મોટી અસર થઈ નહોતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બુધવારે સોનાનો ભાવ ૧૨૫૪ ડૉલરથી ઘટીને એક તબક્કે ૧૨૪૩.૫૬ ડૉલર થયો હતો. કૉમેક્સ ગોલ્ડ ઍક્ટિવ ડિસેમ્બર કૉન્ટ્રૅPમાં ૩.૨૦ ડૉલરનો ઘટાડો થઈ ભાવ ૧૨૪૫.૩૦ ડૉલર બંધ રહ્યો હતો. ઓવરનાઇટ ઘટાડા બાદ નીચા મથાળે ફિઝિકલ ડિમાન્ડ નીકળતાં ભાવ થોડા સુધર્યા હતા. ગઈ કાલે સવારે સોનાનો ભાવ ૧૨૪૭.૨૦ ડૉલર ખૂલ્યો હતો, જે દિવસ દરમ્યાન સતત ઘટતો રહીને સાંજે છેલ્લે ૧૨૪૩.૨૦ ડૉલર રહ્યો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૧૮.૮૯ ડૉલર ખૂલીને છેલ્લે ૧૮.૭૩ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૩૭૬ ડૉલર ખૂલીને સાંજે છેલ્લે ૧૩૭૫ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૮૪૭ ડૉલર ખૂલીને સાંજે ૮૪૨ ડૉલર રહ્યો હતો.

ફેડ-ECB પર નજર

અમેરિકન ફેડરલ રિઝવર્‍ (ફેડ) અને ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ના આગામી નિર્ણય પર બજારની નજર છે. આવતા સપ્તાહે ફેડની બેઠક ૧૬-૧૭ સપ્ટેમ્બરે મળવાની છે. બૉન્ડ-બાઇંગ પૂરૂ થવા આડે હવે માત્ર બે જ મીટિંગ રહેલી છે. દર મહિને થતું ૧૦ અબજ ડૉલરનું બૉન્ડ-બાઇંગ ૮૫ અબજ ડૉલરથી ઘટવાનું ચાલુ થયા બાદ ઑક્ટોબરમાં પૂરૂ થવાની ધારણા છે. બૉન્ડ-બાઇંગ પૂરૂ થયા બાદ ફેડ તરત જ ઇન્ટરેસ્ટ રેટ વધારે છે કે અગાઉથી નિર્ધારિત કર્યા પ્રમાણે ૨૦૧૫ના મધ્યમાં વધારે છે એના પર સોનાના ભાવની વધુ મંદીનો આધાર રહેલો છે. ECBએ વ્યાજદર ૦.૧૦ ટકા ઘટાડ્યા બાદ હવે સ્ટિમ્યુલસ પૅકેજનું સ્વરૂપ કેવું રહે છે એના પર સૌની નજર છે. ECBના પ્રેસિડન્ટ મારિયો દાર્ધીના યુરોપિયન ઇકૉનૉમિસ્ટો સમક્ષના લેક્ચર પર બધાની નજર મંડાયેલી છે.

ફિઝિકલ બાઇંગની રાહ

સોનાનો ભાવ મે મહિનાના ઊંચા મથાળેથી અત્યાર સુધીમાં ૬.૫ ટકા ઘટી જતાં હવે સોનાની મંદીને ફિઝિકલ બાઇંગનો સર્પોટ જ રોકી શકે છે. સોનાનો ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ચ્વ્જ્ લ્ભ્Dય્ ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ બુધવારે ત્રણ ટન વધ્યું હતું. છેલ્લાં ત્રણ સપ્તાહમાં પહેલી વખત હોલ્ડિંગ વધ્યું હતું. હૉન્ગકૉન્ગના ગોલ્ડ ડીલરના જણાવ્યા અનુસાર ભાવ ઘટતાં ચીન અને હૉન્ગકૉન્ગમાં ડિમાન્ડ બહુ જ નજીવા પ્રમાણમાં વધી હોવાથી એની કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. ભારતમાં દિવાળીના તહેવારો નિમિત્તે ઘરાકી નીકળવાની વિશ્વને રાહ છે, પણ સરકારના ઇમ્ર્પોટ નિયંત્રણને કારણે મોટી ડિમાન્ડને બ્રેક લાગી શકે છે એવું ઝવેરી બજારના અગ્રણીઓ માની રહ્યા છે.

 શાંઘાઇ ગોલ્ડ ફ્રી ટ્રેડ

ગોલ્ડ માર્કેટમાં વર્લ્ડ લીડર બનવાની ખ્વાહિશના ભાગરૂપે શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જમાં ઇન્ટરનૅશનલ ફ્રી ટ્રેડ ર્બોડ ચાલુ કરવાની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી છે. શાંઘાઇ ઇન્ટરનૅશનલ ગોલ્ડ ર્બોડ ૨૯ સપ્ટેમ્બરથી ચાલુ કરવાની જાહેરાત શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જ દ્વારા કરી દેવામાં આવી છે. ઇન્ટરનૅશનલ ર્બોડ ચાલુ થયા અગાઉ જ વર્લ્ડનાં ટોચનાં ૪૦ ઈન્સ્ટિટયુશનોએ મેમ્બરશિપ મેળવી લીધી છે. ઇન્ટરનૅશનલ ર્બોડ પર યુઆન ડોમિનેટેડ ત્રણ કૉન્ટ્રૅP ૧૦૦ ગ્રામનો, એક કિલોનો અને લંડન ગોલ્ડ ડિલિવરી બાર ૧૨.૫ કિલોનો હશે. વૈશ્વિક સ્તરે આ પ્રકારનો પ્રથમ ઇન્ટરનૅશનલ ગોલ્ડ ફિઝિકલ કૉન્ટ્રૅP લૉન્ચ થઈ રહ્યો છે. ચીને સૌપ્રથમ વખત કોઈ પણ કૉમોડિટીમાં ફૉરેન પ્લેયરને ટ્રેડિંગ માટે એન્ટ્રી આપી હોય એવો આ પહેલો કૉન્ટ્રૅP શરૂ થવા જઈ રહ્યો છે.

ભારતીય ગોલ્ડ ETFમાં નેગેટિવ રિટર્નથી વધતો આઉટફ્લો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ સતત ઘટતા હોવાથી ઇન્વેસ્ટરોને નેગેટિવ રિટર્ન મળતું હોવાથી ભારતીય ગોલ્ડ ETFમાંથી આઉટફ્લો સતત વધી રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ ગોલ્ડ ETFમાં પ્રત્યેક ૧૦૦ રૂપિયાના રોકાણ પર હાલ ૯૨.૬૦ રૂપિયા રિટર્ન મળી રહ્યું છે. બે વર્ષ અગાઉ ૧૦૦ રૂપિયાના કરેલા રોકાણ પર હાલ ૮૪ રૂપિયા અને એક વર્ષ અગાઉ કરેલા રોકાણ પર ૮૫.૬૦ રૂપિયા રિટર્ન મળી રહ્યું છે. ભારતમાં સોનાના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૧૬ ટકાનો ઘટાડો થયો હતો. ગોલ્ડ ETFમાં જૂન ૨૦૧૩થી ઇનફ્લો કરતાં આઉટફ્લો સતત વધી રહ્યો છે. ભારતમાં ચાલી રહેલાં ૧૪ ગોલ્ડ ETFમાં ઇન્વેસ્ટરોની સંખ્યા મે ૨૦૧૩માં ૬.૦૫ લાખ હતી જે ઘટીને હાલ ૪.૮૦ લાખે પહોંચી હતી. છેલ્લા એક વર્ષમાં ૧૪ ગોલ્ડ ETFના હોલ્ડિંગમાં (આઉટફ્લો) ૨૨૯૩ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૧૯૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૭,૦૪૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૪૧,૯૦૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Saturday, Jul 12
01:00 CFTC Oil NC Net Positions 1 209.4K 234.7K
01:00 CFTC Gold NC Net Positions 1 $203K $202K
01:00 CFTC S&P 500 NC Net Positions 1 $-140.0K $-86.8K
01:00 CFTC GBP NC Net Positions 1 £33.2K £31.4K
01:00 CFTC AUD NC Net Positions 1 $-74.3K $-70.1K
Monday, Jul 14
04:00 Business NZ PSI 2 44
04:15 Electronic Card Retail Sales (YoY) 1 0.9%
04:15 Electronic Card Retail Sales (MoM) 1 -0.2%
04:31 Rightmove House Price Index (YoY) 1 0.8%
04:31 Rightmove House Price Index (MoM) 1 -0.3%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener