Market Ticker

Translate

Thursday, September 11, 2014

ભાજપને દિલ્હીમાં સરકાર રચવા માટે જનાદેશ: અમિત શાહ

નવી દિલ્હી/મુઝફ્ફરનગર:ભાજપ પ્રમુખ અમિત શાહે બુધવારે ઇટી સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ભાજપ દિલ્હીમાં સરકાર રચવા ઇચ્છે છે, કારણ કે તેને આ માટેનો 'જનમત' મળ્યો છે. શાહના આ ખુલાસાથી દિલ્હીમાં સરકાર રચવાના ભાજપના સત્તાવાર વલણ અંગેની અટકળો સમાપ્ત થઈ છે.

દરમિયાન, લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કથિત ભાષણ બદલ અમિત શાહ સામે મુઝફ્ફરનગરમાં એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી. તેમના પર ધર્મ, જાતિ, જ્ઞાતિ અને સમુદાયના આધારે મત માંગવાનો આરોપ છે. પ્રચાર દરમિયાન શાહે જણાવ્યું હતું કે 2014ની ચૂંટણી ગયા વર્ષે યુપીમાં મુઝફ્ફરનગરમાં થયેલાં રમખાણોનો બદલો લેવાની તક છે.

મુઝફ્ફરનગરની મંડી સર્કલના ડીએસપી યોગેન્દર સિંહે જણાવ્યું હતું કે, આઇપીસીની કલમ 153એ (ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી), ૨૯૫એ (કોઈ સમુદાયની ધાર્મિક લાગણી ભડકાવવાના ઇરાદાથી બદઇરાદાપૂર્વકનું કૃત્ય) અને 505 (બળવાના ઇરાદાથી અથવા જાહેર શાંતિ ભંગ કરવાના ઇરાદાથી ખોટું નિવેદન કરવું અથવા અફવા ફેલાવવી) અને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123-3 હેઠળ શાહ સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે.

દરમિયાન, એક મુલાકાતમાં શાહે જણાવ્યું હતું કે, દિલ્હીની સામાન્ય ચૂંટણીએ સાબિત કરી આપ્યું છે કે દિલ્હીના મતદારો ભાજપના સમર્થનમાં છે. 'આપ'ના સ્ટિંગ અંગે જણાવ્યું હતું કે, "નાના રાજ્યમાં કોઈ સભ્યના વધારે પડતા ઉત્સાહને રાષ્ટ્રીય પક્ષના વલણનું પ્રતિબિંબ ન માનવું જોઈએ."

શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો અને 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે દિલ્હીમાં સાતેય બેઠક જીતી હતી તે બાબત પુરાવો છે કે દિલ્હીના મતદારોએ ભાજપને તેમનો જનાદેશ આપી દીધો છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Jul 14
21:00 6-Month Bill Auction 1 4.125% 4.145%
21:00 3-Month Bill Auction 1 4.245% 4.255%
23:30 BoE's Governor Bailey speech 3
Tuesday, Jul 15
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 2.7% 0.2% 0.6%
06:00 Westpac Consumer Confidence 2 0.6% 0.5%
17:30 OPEC Monthly Market Report 1
17:45 Housing Starts s.a (YoY) 1 262.5K 279.5K
18:00 NY Empire State Manufacturing Index 2 -8 -16
18:00 Consumer Price Index Core s.a 1 326.85
18:00 Manufacturing Sales (MoM) 1 -1.3% -2.8%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener