Translate

Tuesday, September 2, 2014

ભારત-જાપાન એકબીજા વગર અધૂરા', ભારત આવી નસીબ અજમાવવા જાપાનના ઉદ્યોગપતિઓને મોદીનું આમંત્રણ

ટોક્યો: જાપાન યાત્રાના ચોથા દિવસે નરેન્દ્ર મોદીએ જાપાન-ઈન્ડિયા એસોસિએશનને સંબંધોન કર્યું હતું. તેમણે ભારતમાં વેપાર અને વિકાસની વિશાળ તકો રહેલી હોવાનું જણાવી જાપાની ઉદ્યોગસાહસિકો માટે લાલ જાજમ બિછાવવાની વાત કરી હતી. ભારતમાં વિદેશી રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે રેડ ટેપ નહીં રેડ કાર્પેટ પાથરવામાં આવેલું હોવાનું જણાવી મોદીએ ભારત જાપાન વગર અને જાપાન ભારત વગર અધૂરું હોવાની વાત કરી હતી. આ પહેલા મોદીએ અહીંની સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીને પણ સંબોધી હતી. જેમા તેમણે આર્ટ ઓફ લિવિંગ અને જીવનના વિવિધ તત્વો પર વાત કરી હતી. 
'ભારત-જાપાન એકબીજા વગર અધૂરા', ભારત આવી નસીબ અજમાવવા જાપાનના ઉદ્યોગપતિઓને મોદીનું આમંત્રણ
જાપાન ઈન્ડિયા એસોશિયયેશનમાં મોદીએ આપેલા ભાષણના કેટલાક મહત્વના મુદ્દાઓ 
- ભારત અને જાપાને અહિંસા અગેં વિચારવું જ જોઈએ
- ભારત જાપાન સંબંધોને મજબૂત કરવામાં બાજપાઈએ પ્રયાસો કર્યા
- 100 દિવસની અંદર 55 ટકા જેટલી વસ્તુઓને રસ્ટ્રિક્શન એરિયામાંથી બહાર કાઢી
- ભારતની ધરતી પરથી માત્ર ભારત જ નહીં, દુનિયાના કેટલાય નાના નાના રાષ્ટ્રોની ડિફેન્સ જરૂરીયાતને જાપાન પહોંચી વળી શકે એમ છે.
- ભારતે સોફ્ટવેરમાં ઓળખાણ બનાવી. જાપાને હાર્ડવેરમાં. સોફ્ટવેર હાર્ડવગર અધુરુ, હાર્ડવેર સોફ્ટવેર વગર. ભારત જાપાન વગર અધુરૂ, જાપાન ભારત વગર અધુરૂં.
- ભારતનું વિશાળ માર્કેટ જાપાનના વેપારીઓની રાહ જોઈ રહી છે.
- હું વિશ્વાસ અપાવું છું કે હવે ભારતમાં રેડ ટેપ નહીં, રેડ કાર્પેટ છે.
- ભારતમાં 50થી વધુ શહેરોમાં મેટ્રો માટે આતુર છે. આ ક્ષેત્રમાં ભારે તકો રહેલી છે.
- હું તમને ભારતમાં આવવા માટે નિમંત્રણ પાઠવું છું. આવો અન ભારતમાં નસીબ અજમાવો.
- ડેમોક્રસી, ડિમાન્ડ અને ડેમોગ્રાફી, આ ત્રણેય વસ્તુઓ એક સાથે દુનિયામાં ક્યાંય હોય તો એ માત્ર ભારતમાં જ છે.
- ભારત કરતા વધારે અનુકુળ જગ્યા જાપાન માટે દુનિયામાં ક્યાં નહીં.
- એશિયાની સમૃદ્ધિ માટે ભારત માટેનો વિકાસ જરૂરી છે.
- ભારત અને જાપાન મળીને આર્થિક ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચી શકે એવો વિશ્વાસ.
 
મોદીનું જાપાની વેપારીઓને સંબોધન 
નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં જાપાની કોર્પોરેટ્સ લિડર્સને સંબોધન કર્યું હતું. ભારત તેમનું સ્વાગત કરવા ઉત્સુક હોવાનું જણાવી મોદીએ તેમની સમક્ષ ભારતની વિવિધતાના ગુણગાન ગાયા હતા. મોદીએ તેમને કહ્યું હતું કે ભારત એટલો વિશાળ દેશ છે કે ત્યાં તમને ભારે વિવિધતા જોવા મળશે. ભારતના વિવિધતાપૂર્ણ વારસાનું વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે ભારતના કોઈ શહેરમાં તમે નક્કી કરો કે દરરોજ એક નવી ડિશ ખાવી છે તો છ મહિના સુધી કોઈ ડિશ રિપીટ નહીં થાય. 

મોદીએ બોલી ગુજરાતી કહેવત
ટોક્યોમાં જાપાની વેપારીઓને સંબોધન કરતા મોદી ગુજરાતી કહેવત બોલ્યા હતા. 'ફરે તે ચરે'ની કહેવત કહેતા મોદીએ કોર્પોરેટ્સ લિડરને કહ્યું કે જ્યારે તેઓ ભારત આવે ત્યારે એસી ઓરડામાં ના બેસી રહે પણ ભારતને ખોજે. ભારતને જુએ. તેમણે કહ્યું હતું કે ભારતમાં ભારે વિવિધતા છે. ખોરાકની બાબતમાં પણ તેમણે ઉમેર્યું કે ભારતનો ખોરાક એટલો વિવિધતાપૂર્ણ છે કે દરેક શહેરોનો આગવો ખોરાક છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports