Translate

BSE-NSE Ticker

Thursday, September 11, 2014

વીઝાનો ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ ત્યારે શું ધ્યાનમાં રાખશો?

ચોરની બે તો શાહુકારની ચાર.
 અમેરિકાના વીઝા મેળવવાની લાયકાત ન ધરાવતા અને નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર અમેરિકામાં પ્રવેશીને ત્યાં કાયમ રહેવાનો ઇરાદો ધરાવતા અરજદારો અને કૉન્સલર ઑફિસરોને આ ઊલટી કહેવત બરાબર લાગુ પડે છે. યેનકેન પ્રકારેણ ઑફિસરોને છેતરીને અરજદારો વીઝા મેળવવાના પ્રયાસો કરે છે, પણ અનુભવી અને ચબરાક ઑફિસરો તેમના પેંતરાઓને પકડી પાડે છે.
વીઝાનું વિશ્વ- ડૉ. સુધીર શાહ

ઓસામા બિન લાદેનની ભેટ

૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરના રોજ ઓસામા બિન લાદેન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓને કારણ અમેરિકાના નાક જેવાં ન્યુ યૉર્કના વલ્ર્ડ ટ્રેડ સેન્ટર્સનાં બે બહુમજલી મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યાં અને અમેરિકાની ઇમિગ્રેશનની ખુલ્લા દ્વારની નીતિ શૂન્ય સહિષ્ણુતામાં ફેરવાઈ ગઈ. આતંકવાદીઓનાં અમાનુષી કૃત્યોને કારણે સેંકડો નર્દિોષ લોકોના જીવ ગયા હતા. કરોડો રૂપિયાની નુકસાની થઈ હતી અને આખું વિશ્વ હાહાકાર કરી ગયું હતું. ત્યાર બાદ અમેરિકાની સરકારે વીઝાના અરજદારોને વીઝા આપવા કે નહીં એનો નિર્ણય લેતાં પહેલાં ફરજિયાત ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું ઠરાવ્યું.

ઇન્ટરવ્યુની ભીતિ


 મોટી-મોટી કંપનીઓના ડિરેક્ટરો જેઓ તેમને ત્યાં નોકરી માટે અરજી કરતી વ્યક્તિઓના દિવસ-રાત ઇન્ટરવ્યુ લેતા હોય છે તેઓ તેમને જ્યારે વીઝા લેવા માટે ઇન્ટરવ્યુ આપવાનો હોય છે ત્યારે ભીતિ અનુભવતા હોય છે. આ ગભરાટ જેમની દાનત ખોરી હોય અને જેઓ એક પ્રકારના વીઝા મેળવીને અમેરિકામાં બીજા પ્રકારના વીઝા દ્વારા થઈ શકતું કાર્ય કરવાનો ઇરાદો ધરાવતા હોય તેમના માટે બમણો થઈ જતો હોય છે. જેઓ અંગ્રેજી લïïખી-વાંચી શકતા હોય છે, પણ જેમને બોલવાનો મહાવરો નથી હોતો તેઓ પણ વીઝા મેળવવા જતાં થથરાટ અનુભવે છે. ઇન્ટરવ્યુમાં સૌથી વધુ અકળામણ તો ફાઇનૅન્શિયલ ડૉક્યુમેન્ટ્સ દેખાડવાની જરૂરિયાતને કારણે અનુભવાતી હોય છે. મોટા ભાગના વીઝાના અરજદારોની અરજીઓ ગભરાટને કારણે અને પૂરતી તૈયારી કર્યા વગર ઇન્ટરવ્યુ માટે ગયા હોવાને કારણે નકારવામાં આવતી હોય છે.

ઇન્ટરવ્યુમાં ચકાસણી

 સામાન્ય રીતે કૉન્સલર ઑફિસરો અરજદારને તેણે માગેલા વીઝા આપવા કે નહીં એનો નિર્ણય અરજદારોએ વીઝાના અરજીપત્રકમાં જે વિગતો ભરી હોય છે, અરજદારનો પાસર્પોટ શું દેખાડે છે એ જોઈને અને અરજદારના મુખના હાવભાવ, બોલવાની ઢબ, વસ્ત્રપરિધાન વગેરે જોઈને કરતા હોય છે. ઇન્ટરવ્યુમાં થોડા સામાન્ય જણાતા પ્રશ્નો બધા જ અરજદારોને કરવામાં આવે છે અને એકાદ-બે પ્રશ્ન દરેક અરજદારને લગતા અંગત કરવામાં આવે છે. આટલામાં જ અનુભવોના આધારે કૉન્સલર ઑફિસરો તેમનો નિર્ણય લઈ લેતા હોય છે. બહુ મોટી સંખ્યામાં ભારતીયો કૉન્સલર ઑફિસરોને દેખાડવાના દસ્તાવેજો બનાવટી લઈ જતા હોય છે. આ કારણસર કૉન્સલર ઑફિસરો બને ત્યાં સુધી દસ્તાવેજો જોવાનું જ ટાળતા હોય છે, પણ ઘણી વાર શંકા જતા તેઓ દસ્તાવેજોની પાકી ચકાસણી કરતા હોય છે.

ઇન્ટરવ્યુના સવાલો

સામાન્ય રીતે વિઝિટર્સ વીઝાના અરજદારોને કૉન્સલર ઑફિસરો નીચે મુજબના કે એના જેવા જ સવાલો પૂછતા હોય છે.
૧. તમે અમેરિકા શા માટે જવા ઇચ્છો છો?
૨. અમેરિકામાં ક્યાં જશો? ક્યાં રહેશો? કેટલા દિવસ રહેશો? શું-શું કરશો? શું-શું જોશો? ખર્ચો કોણ આપશે? તમારી સાથે બીજું કોણ આવવાનું છે?
૩. અમેરિકામાં તમારું અંગત સગું યા મિત્રો છે? તેઓ ત્યાં શું કરે છે? તેમનું સ્ટેટસ શું છે? એટલે કે તેઓ અમેરિકન સિટિઝન છે, ગ્રીનકાર્ડધારક છે. જો ટૂંક સમય માટે ત્યાં ગયા હોય તો કયા વીઝા પર ગયા છે? ત્યાં કોને ત્યાં, શું કામ કરે છે?
૪. તમે ઇન્ડિયામાં શું કરો છો? તમારી વાર્ષિક આવક કેટલી છે? પરણેલા છો? બાળકો છે? તેઓ શું કરે છે? તમારી પત્ની/પતિ, માતા/પિતા, ભાઈ/બહેનો ક્યાં છે અને શું કરે છે?
૫. તમે ઇન્ડિયા પાછા આવશો એની ખાતરી શું છે? શા માટે પાછા આવશો? અહીં તમારું એવું શું છે જે તમને ઇન્ડિયા પાછા ખેંચી લાવશે?

ઇન્ટરનેટ પરની માહિતી

વીઝાના ઘણા અરજદારો ઇન્ટરનેટ પર મુકાયેલી વીઝાના ઇન્ટરવ્યુ વિશેની માહિતી વાંચતા હોય છે અને એ માહિતીના આધારે પોતાના ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરતા હોય છે. ઇન્ટરનેટ પર જે માહિતી મૂકવામાં આવે છે એ સંપૂર્ણ નથી હોતી. માહિતી મૂકનાર વ્યક્તિ કોણ છે? તેની લાયકાતો શું છે? તેના સંજોગો કેવા હતા? આ બધી વાતો તેણે જણાવેલી નથી હોતી. જો જણાવી હોય તો એ સંપૂર્ણ નથી હોતી. માનવીનો સ્વભાવ બડાશ મારવાની અને દેખાડો કરવાની લાલચ રોકી નથી શકતો. જેમના વીઝા નકારવામાં આવ્યા હોય છે તેઓ મોટા ભાગે પોતાની અણઆવડત છુપાવીને કૉન્સલર ઑફિસરોને ખોટી રીતે ભાંડતા હોય છે. આ બધી વાતનો ખ્યાલ રાખવો જોઈએ. ઇન્ટરનેટ પર જે ગાઇડન્સ વાંચવા મળે છે એ સંપૂર્ણ નથી હોતું. એના પર આધાર રાખનારા લોકોએ ઘણી વાર પસ્તાવું પડે છે.

વીઝા મેળવવાની લાયકાતોની જાણકારી

લાયકાતો કેમ દર્શાવી શકાય એનું જ્ઞાન અને આત્મવિશ્વાસ

ઇન્ટરવ્યુમાં વારંવાર પુછાતા સવાલો અને તમને પૂછવામાં આવી શકે એવા ખાસ સવલતોની જાણકારી
=
વીઝા મળવાની સંપૂર્ણ શક્યતા

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports