સલમાન ખાનની ફિલ્મ ‘કિક’નો ઓપનિંગ વીક-એન્ડનો એટલે કે શુક્ર-શનિ-રવિનો
બિઝનેસ ૮૩.૭૩ કરોડ રૂપિયા થઈ ગયો છે. શુક્રવારે આ ફિલ્મે ૨૬.૪૦ કરોડ
રૂપિયાનો, શનિવારે ૨૭.૧૫ કરોડ રૂપિયાનો અને રવિવારે ૩૦.૧૮ કરોડ રૂપિયાનો
બિઝનેસ કર્યો હતો. ઓપનિંગ વીક-એન્ડના કલેક્શનની દૃષ્ટિએ બૉલીવુડમાં ‘કિક’
છઠ્ઠા ક્રમાંકે આવી છે.
સલમાન આજે ઘરે ઈદની પાર્ટી કરશે
વારતહેવાર કોઈ પણ હોય અભિનેતા સલમાન ખાન એને પોતાની રીતે ઊજવવા હંમેશાં આગળ પડતો ભાગ ભજવે છે. પછી એ તહેવાર દિવાળી હોય, ગણેશોત્સવ હોય કે પછી ઈદ હોય. આ વખતે સલમાને ઈદના આજના તહેવારને બાન્દરાસ્થિત પોતાના ઘરે ઊજવવાનું નક્કી કર્યું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંના તેના મિત્રો આ પાર્ટીમાં જોડાશે. આ વખતની ઈદ સલમાનભાઈ માટે ખાસ છે, કારણ કે બે વર્ષ બાદ તેની કોઈ ફિલ્મ ઈદના તહેવાર પર રિલીઝ થઈ છે. વળી તેના મિત્રો ‘કિક’ની સક્સેસ-પાર્ટી પણ માગી રહ્યા હતા.
ઓરિજિનલ કિકવાળા સલમાનની કિકથી નાખુશ
સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ સુરેન્દર રેડ્ડીની ઓરિજિનલ તેલુગુ ફિલ્મ ‘કિક’ની રીમેક છે એ તો આપણને ખબર જ છે, પણ સુરેન્દર રેડ્ડીના મત પ્રમાણે સલમાન ખાનની ‘કિક’ જોઈએ એટલો પ્રભાવ લોકો પર નથી પાડી શકી. સલમાનની ‘કિક’ જોઈને તેમણે
પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે ‘ફિલ્મની રીમેક બનાવનારાઓ ફિલ્મની સ્ક્રિપ્ટને સમજી નથી શક્યા. જો સમજ્યા હોત તો આ ફિલ્મ સલમાન માટે બિગેસ્ટ મૂવી સાબિત થઈ શકી હોત. આ રીમેક ઓરિજિનલ ફિલ્મ કે સલમાન ખાન સાથે પૂરતો ન્યાય નથી કરી શકી.’
ઓપનિંગ વીક-એન્ડ : ટૉપ ૧૦ ફિલ્મો

ફિલ્મનું નામ
|
રિલીઝ-ડેટ
|
પહેલા 3 દિવસનો બિઝનેસ
|
ધૂમ-૩
|
૨૦ ડિસેમ્બર, ૨૦૧૩
|
૧૦૭.૬૧ કરોડ
|
ચેન્નઈ એક્સપ્રેસ
|
૯ ઑગસ્ટ, ૨૦૧૩
|
૧૦૦.૪૨ કરોડ
|
એક થા ટાઇગર
|
૧૫ ઑગસ્ટ, ૨૦૧૨
|
૧૦૦.૧૬ કરોડ
|
Ra.One
|
૨૬ ઑક્ટોબર, ૨૦૧૧
|
૯૨.૦૦ કરોડ
|
બૉડીગાર્ડ
|
૩૧ ઑગસ્ટ, ૨૦૧૧
|
૮૮.૭૫ કરોડ
|
કિક
|
૨૫ જુલાઈ, ૨૦૧૪
|
૮૩.૭૩ કરોડ
|
જબ તક હૈ જાન
|
૧૩ નવેમ્બર, ૨૦૧૨
|
૮૦.૭૩ કરોડ
|
ક્રિશ ૩
|
૧ નવેમ્બર, ૨૦૧૩
|
૭૨.૮ કરોડ
|
અગ્નિપથ
|
૨૬ જાન્યુઆરી, ૨૦૧૨
|
૬૭.૫૦ કરોડ
|
સન ઑફ સરદાર
|
૧૩ નવેમ્બર, ૨૦૧૨
|
૬૬.૦૨ કરોડ
|
No comments:
Post a Comment