Translate

Monday, July 21, 2014

હિટાચી હોમલાઇફ જમ્મુ પ્લાન્ટને ગુજરાતમાં ખસેડશે

જા
હિટાચીની
પેટાકંપની હિટાચી હોમ એન્ડ લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયા લિમિટેડ ( એચએચએલઆઇ ) તેનો જમ્મુ પ્લાન્ટને ગુજરાતમાં તેની કડી સ્થિત પ્લાન્ટ ખાતે શિફટ કરશે તેમ કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું છે .

એચએચઆઇએલે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ ( બીએસઇ ) ને જણાવ્યું હતું કે , કંપની તેનું જમ્મુ યુનિટ કારીગરો અને પ્લાન્ટ સાથે મહેસાણા - કડી નજીકના તેમના પ્લાન્ટ ખાતે ખસેડશે . જોકે પ્રકારના પ્લાન્ટને ખસેડવાને કારણે કંપનીના ઉત્પાદન પર મોટી અસર નહીં થાય .

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે , આજના સ્પર્ધાત્મક યુગમાં ઉત્પાદન ક્ષમતા વધારવા અને પડતર કિંમતમાં ઘટાડો કરવા કંપનીના મેનેજમેન્ટ દ્વારા પ્રોડકશન એક્ટિવિટીને સેન્ટ્રલાઇઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .

નીતિવિષયક નિર્ણય તરીકે કંપનીએ ઉત્પાદનને ગંભીર અસર થાય તે રીતે તેના માનવબળ સાથે પ્લાન્ટને મશીનરીને જમ્મુથી ગુજરાતમાં કરણનગર , કડી શિફટ કરવાનો નિર્ણય લીધો છે . કંપનીની આવક 2012-13 માં રૂ .929 કરોડ હતી , જે 2013-14 માં 18 ટકા વધીને રૂ .1,099 કરોડ થઈ હતી . કંપની વાર્ષિક . ૩૦ લાખ એર કન્ડિશન્ડ યુનિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે .

હિટાચી હોમલાઇફનો કડી ખાતેના પ્લાન્ટમાં જુલાઈ 2012 માં ભીષણ આગ લાગી હતી અને મોટા ભાગનો પ્લાન્ટ બળીને ખાખ થયો હતો . ટૂંકા સમયગાળામાં પ્લાન્ટ પૂર્વવત્ થયો હતો .

પેરન્ટ કંપનીએ અગાઉ કાર્યરત હાઈ રેલ સાથે જોડાણ કરીને નવી કંપની હિટાચી હાઈ રેલ બનાવીને સાણંદમાં પ્લાન્ટ શરૂ કર્યો હતો . હવે ઓટો જાયન્ટ મારુતિ સુઝુકીની ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓનો આંક 100 સુધી પહોંચશે તેમ જાપાનીઝ અઓ ગુજરાતમાં તેમની મુલાકત દરમિયાન આશાવાદ વ્યક્ત કર્યો હતો

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports