હંમેશાં ફૅમિલી એન્ટરટેઇનર બનાવી રહેલી યશરાજ ફિલ્મ્સની પહેલી ઍડલ્ટ
ફિલ્મ આપવાનું કામ બીજા કોઈએ નહીં પણ ગ્રુપની વહુ રાની મુખરજીના ફાળે ગયું
છે.
રાની મુખરજી સ્ટારર ‘મર્દાની’ને ફિલ્મમાં રહેલો એક ન્યુડ સીન, બીજા કેટલાક નાના સીન અને ડાયલૉગ્સ કટ કરવાના સજેશન સાથે સેન્સર બોર્ડે ઍડલ્ટ સર્ટિફિકેટ આપવાનું નક્કી કર્યું છે. આ અગાઉ યશરાજ ફિલ્મ્સની એક પણ ફિલ્મને આ રીતે ઍડલ્ટ સર્ટિફિકેટ નથી મળ્યું. ‘મર્દાની’માં ચાઇલ્ડ-ટ્રાફિકિંગ અને પ્રોસ્ટિટ્યુશન જેવા સેન્સિટિવ વિષયને આવરી લેવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક બોલ્ડ સીન પણ છે અને ફિલ્મની ભાષા પણ બોલ્ડ છે. આ જ કારણે ફિલ્મને ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં રાની મુખરજી પોલીસ-ઑફિસરનું કૅરૅક્ટર કરે છે.
‘મર્દાની’ને મળેલા ઍડલ્ટ સર્ટિફિકેટ સામે યશરાજ ફિલ્મ્સનો કોઈ વિરોધ ન હોય એમ એણે આ નિર્ણય પર ફેરવિચારણા કરવા માટે કોઈ ઍપ્લિકેશન પણ નથી કરી. બાવીસ ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી ‘મર્દાની’ પ્રદીપ સરકારે ડિરેક્ટ કરી છે.

No comments:
Post a Comment