Translate

Wednesday, July 9, 2014

દિલ્હી દરબારમાં ગુજરાતીઓનું રાજ: અમિત શાહ બન્યા ભાજપના પહેલા ગુજરાતી રાષ્ટ્રીય અધ્યક્ષ


(તસવીરઃ અમિતશાહના નામની ભાજપના અધ્યક્ષ તરીકે જાહેરાત થયા બાદ તેમને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી)

નવી દિલ્હીઃ બુધવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. જેમાં આગામી અધ્યક્ષ તરીકે અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા રાજનાથસિંહે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સંદર્ભે બુધવારે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી ત્યારે રાજનાથસિંહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન મહાસચિવ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, નાણાપ્રધાન અરૂણ જેટલી, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી મંચ પર હતા. આ પહેલા રાજનાથસિંહે તેમનું પદ છોડ્યું હતું. 
 
રાજનાથસિંહે કરી જાહેરાત

રાજનાથસિંહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેમણે ભારે મનથી અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. કારણ કે, તે સમયે નીતિન ગડકરી પર આરોપો લાગ્યા હતા. એટલે તેમણે પદ છોડ્યું હતું. બાદમાં મને (રાજનાથસિંહ) રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું હતું. દોઢ વર્ષના ગાળામાં ભાજપે એકલા હાથે દિલ્હીમાં સત્તા મેળવી છે. આ સિદ્ધિ મેળવનારી ભારતની એકમાત્ર બિનકોંગ્રેસી પાર્ટી છે. રાજનાથે ભાજપને ઉચ્ચ મુકામ સુધી પહોંચાડવા માટે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો આભાર માન્યો હતો.

રાજનાથસિંહે સંસદીય બોર્ડમાં અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું હતું અને તાત્કાલિક અમિત શાહને અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીઓમાં યુપીમાં જે વિજય અપાવ્યો તેને જોતા તેમને અધ્યક્ષ પદ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમિત શાહને પાર્ટીને વધુ મક્કમ રીતે આગળ વધારવા રાજનાથસિંહે શુભકામના પાઠવી હતી. ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથસિંહે મોં મીઠું કરાવીને અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી. 

સંઘમાંથી આવેલા ભાજપના નેતાઓ 

સંઘમાંથી ભાજપમાં આવવું એ કોઈ નવી વાત નથી. મોદી ગુજરાતમાં આવ્યા તે પહેલા સંઘના પ્રચારક હતા. આ યાદીમાં કુશાભાઉ ઠાકરે, રામલાલ અને ગોવિંદાચાર્ય જેવા નામોનો પણ સમાવેશ થાય છે.  
 
ભાજપના અગાઉના અધ્યક્ષો
 
અટલ બિહારી વાજપેયી (વર્ષ 1980-1986)
લાલકૃષ્ણ અડવાણી (વર્ષ 1986-1990)
મુરલી મનોહર જોશી (વર્ષ 1991-1993)
લાલકૃષ્ણ અડવાણી (વર્ષ 1993-1998)
સ્વ. કુશાભાઉ ઠાકરે (વર્ષ 1998-2000)
સ્વ. બંગારુ લક્ષ્મણ (વર્ષ 2000-2001)
સ્વ. જનાકૃષ્ણમૂર્તિ (વર્ષ 2001-2002)
વૈંકૈયા નાયડુ (વર્ષ 2002-2004)
લાલકૃષ્ણ અડવાણી (વર્ષ 2004-2005)
રાજનાથસિંહ (વર્ષ 2005-2009)
નીતિન ગડકરી (વર્ષ 2010-2013)
રાજનાથસિંહ (વર્ષ 2013-2014)
અમિત શાહ (બુધવારથી)

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports