Translate

Wednesday, July 30, 2014

શેરબજારની તેજીમાં સોનું ઝાંખું પડ્યું

શેરબજારની તેજીમાં સોનું ઝાંખું પડ્યુંભારતીય શેરોએ વર્ષે રોકાણકારોને લગભગ

23
ટકા જેટલું સુંદર વળતર આપીને સોનાના ચળકાટને ઝાંખો પાડી દીધો છે . કેલેન્ડર વર્ષ 2014 માં અત્યાર સુધીમાં બીએસઇના બેંચમાર્ક સેન્સેક્સે રોકાણકારો માટે 22.76 ટકા વળતર નોંધાવ્યું છે , જ્યારે ગાળામાં સોનાના ભાવ 5 ટકા ઘટ્યા છે . જોકે , ચાંદીમાં 2.38 ટકાનું સાધારણ વળતર મળી શક્યું છે .

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર , વર્ષ ભારતીય શેરો માટે સારું પુરવાર થઈ રહ્યું છે . રોકાણકારો માટે સ્થાનિક સેન્ટિમેન્ટમાં થયેલો સુધારો તથા વિદેશી ફંડોના પુષ્કળ રોકાણપ્રવાહ પર ભારતીય શેરબજારો વિક્રમ ઊંચાઈ પર પહોંચ્યા છે .

સામાન્ય રીતે શેરની કિંમત અને સોનાના ભાવ વિરોધી વલણોને અનુસરે છે . સોનામાં કરેલા રોકાણને સામાન્ય રીતે ફુગાવા સામેના રક્ષણ ( હેજ ) તરીકે પસંદ કરવામાં આવે છે . રોકાણકારો એવું વિચારીને સોના - ચાંદીમાં તેમનાં નાણાં રોકે છે કે શેરબજારમાં અનિશ્ચિત પરિસ્થિતિ સર્જાય ત્યારે રોકાણ સલામતી આપશે .

પાછલા એક દાયકાથી વધુ સમયગાળા સુધી શેરબજારો કરતાં ખૂબ સારું વળતર આપનાર સોનું હવે છેલ્લાં સતત બે વર્ષમાં શેરો સામે પીછેહટ બતાવી રહ્યું છે .

31 ડિસેમ્બર 2013 ના રોજ સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂ . 29,800 અને ચાંદીનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ . 43,755 હતો . સોમવારે સોનાનો બંધ ભાવ રૂ . 28,370 હતો , જ્યારે ચાંદી કિલો દીઠ રૂ . 44,800 પર હતી . બીજી બાજુ , સેન્સેક્સ ગયા વર્ષે 31 ડિસેમ્બરે 21,170.68 પોઇન્ટ હતો , જે સોમવારે 25,991 પર બંધ રહ્યો હતો . તેણે 25 જુલાઈના રોજ 26,300.17 ની ઓલ - ટાઇમ સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી .

વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારોમાં આવેલી તેજીના મુખ્ય ચાલક બળ રહ્યા છે , તેમણે વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25.5 અબજ યુએસ ડોલર ( રૂ .1.53 લાખ કરોડ ) ભારતીય શેરબજારમાં ઠાલવ્યા છે .

ગયા વર્ષે સેન્સેક્સે રોકાણકારોને 9 ટકા હકારાત્મક વળતર કમાઈ આપ્યું હતું , જ્યારે સોનાના ભાવ આશરે 3 ટકા ઘટ્યા હતા અને ચાંદીના ભાવમાં 24 ટકાનું ગાબડું પડ્યું હતું .

2012 માં સેન્સેક્સે 24 ટકા તેજી બતાવી હતી , જ્યારે સોનાના ભાવ આશરે 12.95 ટકા વધ્યા હતા . આમ 2012 માં સેન્સેક્સે સોનાના ભાવથી બે ગણો વધારો બતાવ્યો હતો . 2012 ના વર્ષમાં ચાંદીનો ભાવ આશરે 12.84 ટકા વધ્યો હતો

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports