મિડ ડે મુંબઇ માથી
મારી ઉંમર ૨૧ વર્ષ છે. હમણાં જ ભણવાનું પૂરું થયું છે અને જૉબ પર લાગ્યો છું.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : મારી ઉંમર ૨૧ વર્ષ છે. હમણાં જ ભણવાનું પૂરું થયું છે અને જૉબ પર લાગ્યો છું. કૉલેજથી જ હું સ્પોર્ટ્સમાં ઍક્ટિવ છું. હજીયે ક્લબ અને સોશ્યલ ગ્રુપ્સમાં રમું છું. મારી ક્લબના કોચનું કહેવું છે કે સ્પોર્ટ્સમાં સ્ટૅમિના વધારવો હોય તો સેક્સ્યુઅલ ઍક્ટિવિટી ન હોવી જોઈએ. હું અપરિણીત છું એટલે પાર્ટનર સાથે સેક્સ્યુઅલ ઍક્ટિવિટી તો નથી, પણ મૅસ્ટરબેશન કરવાની આદત છે. રોજ રાત્રે એક રૂટીન બની ગયું છે મૅસ્ટરબેશન કરવાનું. શું હસ્તમૈથુનથી મને સ્પોર્ટ્સમાં તકલીફ પડે? મારા કોચ મને હંમેશાં કહેતા રહેતા હોય છે કે મારી એજના અન્ય યુવકો કરતાં મારો સ્ટૅમિના ઓછો છે અને મારે વધુ વર્ક કરવાની જરૂર છે. હું મૅસ્ટરબેશન કરું છું એ તેમને કહી શકાય એમ નથી એટલે રોજ ન કરીને ફ્રીક્વન્સી ઘટાડવાની કોશિશ કરવી છે. કેવી રીતે શક્ય છે?
જવાબ : મૅસ્ટરબેશન કરવાથી તમારો સ્ટૅમિના ઘટી જાય છે એ એક માન્યતા જ છે. વીર્યસ્ખલન કરવાથી વ્યક્તિની શક્તિ ઘટી જાય છે એવો ભ્રમ બહુ લોકોને હોય છે. મનમાંથી ગિલ્ટ કાઢી નાખો કે મૅસ્ટરબેશનને કારણે સ્ટૅમિના ઓછો થઈ ગયો છે.
સ્ટૅમિના વધારવા માટે તમારે શરીરને વધુ કસવાની જરૂર હોય એવું જરૂર બની શકે છે. સ્ટૅમિના વધે એ માટે રેગ્યુલર કાર્ડિયોએક્સરસાઇઝ એટલે કે જેમાં હાર્ટ-રેટ વધે એવી કસરતો કરવાનું શરૂ કરો. પ્રોટીન-રિચ ખોરાક લો અને પૂરતી ઊંઘ લો. સૂવા-ઊઠવાના સમયમાં નિયમિતતા લાવો. બીજું, રોજ હસ્તમૈથુન કરવું જ એવી આદત પાડવી જરૂરી નથી. જ્યારે તમે ખરેખર સેક્સ્યુઅલી એક્સાઇટેડ હો ત્યારે જ હસ્તમૈથુન કરો. રાતના સમયે જ્યારે ઊંઘ આવે ત્યારે જ પથારીમાં પડો, એ પહેલાં ઊંઘ ન આવે ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં રત રહેશો તો રોજ મૅસ્ટરબેશન કરવાનું મનમાં જે કમ્પલ્ઝન ઊભું થયું છે એ ઓછું થઈ જશે. યાદ રહે, તમે કેટલી વાર મૅસ્ટરબેશન કે ફિઝિકલ ઇન્ટરકોર્સ કરો છો એ નહીં પણ એમાંથી કેટલો આનંદ મેળવો છો એ જ વધુ મહત્વનું હોય છે.

No comments:
Post a Comment