જર્મનીએ આર્જેન્ટિનાને 1-0થી પરાજીત કરી 1990 પછી 24 વર્ષ બાદ 2014નો અને
20મો ફૂટબોલ વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો હતો. આમ જર્મનીએ આ ચોથો વર્લ્ડપ
પોતાના નામે કર્યો હતો. જ્યારે 1978 અને 1986 બાદ વર્લ્ડકપ જીવતાનું
આર્જેન્ટિનાનું સપનું બીજી વાર જર્મનીના હાથે જ રોળાયું હતું. જર્મનીના
મારિયો ગોટ્સે 113મી મીનીટમાં મેચનો પહેલો ગોલ ફટકાર્યો હતો અને જર્મનીને
વિજેતા બનાવ્યું હતું. જર્મનીએ આ ગોલ નિર્ધારીત 90મીનીટ ઉપરાંત મળેલા
એક્સ્ટ્રા ટાઈમમાં કર્યો હતો. બંન્ને ટીમો વચ્ચે મુકાબલો રોમાંચક રહ્યો
હતો.
બ્રાસીલિયા : તા, 14 જુલાઈ
ફૂટબોલ ઈતિહાસના વર્લ્ડકપ ઈતિહાસની રોમાંચક માનવામાં આવી રહેલી 64 મેચોમાંની એક કહી શકાય તેવા આ મુકાબલામાં બંને ટીમો તરફથી ગોલ ફટકારવાની અનેક તકો સર્જાઈ હતી પરંતુ તે નિર્ધારીત 90 મીનીટ સુધી ગોલમાં પરિણમી ન હતી. આર્જેન્ટિનાની ધૂરા બીજો મેરેડોના માનવામાં આવતા મેસ્સીએ સંભાળી હતી તો જર્મની તરફ થોમસ મુલર, મિરોસ્લાવ ક્લોસ અને શુર્લેની ત્રીપુટીએ ગોલ માટે ભારે જહેમત ઉઠાવી હતી. ફાઈનલ જંગ પહેલા જર્મનીની ટીમનું પલ્લુ ભારે જણાવવામાં આવી રહ્યું હતું પરંતુ એન્જિલા ડી મારિયો વગરની નબળી આંકવામાં આવી રહેલી આર્જેન્ટિનાએ જર્મનીને જોરદાર ટક્કર આપી હતી. આર્જેન્ટિનાએ એક તબક્કે જર્મનીને રીતસરનું બાંધી રાખ્યું હતું. 90 મીનીટ ચાલેલા મુકાબલામાં ત્રણ-ચાર વખત ગોલ કરવામાં માહેર જર્મનીને ગોલ કરવાના અવસર મળ્યા હતાં. જ્યારે આર્જેન્ટિનાએ પણ બરાબરની ટક્કર આપતા ગોલ ફટકારવાની અનેક તકો ઉભી કરી હતી. પરંતુ બને ટીમ આ તકોને ગોલમાં ફેરવી શકી ન હતી.
90 મીનીટની રમત ઉપરાંત ઈન્જરી ટાઈમમાં પણ જર્મની કે આર્જેન્ટિનામાંથી કોઈ ટીમ ગોલ ફટકારી શકી ન હતી. મેચનું પરિણામ લાવવા માટે વધારાનો ટાઈમ આપવામાં આવ્યો હતો. તેનો પણ પહેલો હાફ પણ સમાપ્ત થઈ જવા છતાંય કોઈ ગોલ ન થતા મેચ મેનલ્ટિશૂટ આઉટમાં પરિણમશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ વધારાની સમયની પણ માત્ર સાત મીનીટ બાકી હતી ત્યારે મેચની 113મી મીનીટે વર્લ્ડકપમાં રેકોર્ડ 16 ગોલ ફટકારી ચુકેલા જર્મનીના ક્લોસાની જગ્યાએ મારિયો ગોટ્સેએ ગોલ ફટકાર્યો હતો અને જર્મનીએ 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. મારિયોના આ ગોલ સાથે ભારે આતુરતા પુર્વક મેચ નિહાળી રહેલા વિશ્વભરના ફૂટબોલ ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં. મારિયોના આ ગોલને આ વર્લ્ડકપનો સૌથી શ્રેષ્ઠ ગોલમાનો એક માનવામાં આવી રહ્યો છે. અંતે જર્મનીએ આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ફૂટબોર્લ્ડ વર્લ્ડકપ પોતાની નામે કરી લીધો હતો.
જર્મનીએ એકીકરણ બાદ આ પહેલો વર્લ્ડકપ જીત્યો છે. આ અગાઉ પશ્ચિમ જર્મનીએ 1954, 1974 અને 1990માં વર્લ્ડકપ ટાઈટલ જીત્યું હતું. આમ જર્મની જર્મની ચોથીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું. તેવી જ રીતે 1978 અને 1986માં ચેમ્પિયન રહી ચુકેલા આર્જેન્ટિનાનું વિજેતા બનવાનું સપનું રોળાઈ ગયું હતું. જોગાનુજોગ જર્મનીએ આ અગાઉ 1990માં પણ ફાઈનલ મેચમાં આર્જેન્ટિના હરાવીને જ વર્લ્ડકપ પર કબજો જમાવ્યો હતો. જર્મનીએ 24 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડકપ પર પોતાનો કબજો જમાવ્યો છે.
વિજેતા બનવાની સાથે જ જર્મનીના ખેલાડીઓ મેદાન પર જ વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી. ખેલાડીઓ એકબીજાને ભેટી પડ્યા હતાં. ઉજવણી દરમિયાન જર્મન ખેલાડીઓ અને તેના લાખો ચાહકો ભાવુક થઈ ગયા હતાં. વિશ્વભરના જર્મનીની ટીમના ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ફૂટબોલ જગત જશ્નમાં ડુબ્યું હતું. જ્યારે પરાજીત આર્જેન્ટિના કેમ્પમાં સ્પબ્ધતા વ્યાપી ગઈ હતી. તેવી જ રીતે આર્જેન્ટિનાના જાહકો પણ નિરાશ થયા હતાં.
દુનિયાભરના ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ફૂટબોલ વર્લ્ડકપ ફાઈનલ મેચ સમાપન સમારોહ કાર્યક્રમ સાથે યોજાઈ હતી. ફૂટબોલ ગ્રાઉન્ડ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. લાખો લોકો આ ક્ષણ સાક્ષી બનવા માટે મેદાનમાં અને ટીવી સામે ગોઠવાઈ ગયા હતાં. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં કોલંબિયાની જાણીતી ગાયિકા શકિરા જોરદાર પરફોર્મન્સ કર્યું હતું. લા...લા...લા... ગીતના તાલે શકિરાએ લોકોને ડોલાવ્યા હતાં. લોકો શકિરાના ગીતના તાલે ઝુમી ઉઠ્યા હતાં. આ ઉપરાંત બ્રાઝિલની સંસ્કૃતિ અને કલાકારો દ્બારા પોતાની કળાનું પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. સમાપન સમારોહમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જર્મનીના ચન્સેલર મોર્કેલા એન્જોલો સહિતના દુનિયાભરની અનેક હસ્તીઓ હાજર રહી હતી અને મેચ પણ નિહાળી હતી. ત્યાર બાદ ભારતીય સમય પ્રમાણે રાત્રે 12:30 વાગ્યે ફૂટબોલ ફાઈનલ મુકાબલાનો પ્રારંભ થયો હતો.

No comments:
Post a Comment